Hurun India Philanthropy List 2024: દાન અને પુણ્યની વાત આવે ત્યારે મેવાડના દાનવીર ભામાશાનો ઉલ્લેખ કરવામામાં આવે છે. ભારતમાં જો કોઇ વ્યક્તિ મોટું દાન કરે તો તેને દાનવીર ભામાશા કહેવામાં આવે છે. ભારતમાં પણ ઘણા દાનવીર છે જેમણે પોતાની લાખો કરોડોની સંપત્તિ પરોપકાર માટે દાન આપી છે. અહીં 21મી સદીના ભારતના દાનવીરની વાત કરી રહ્યા છીએ, જેઓ 2513 કરોડ રૂપિયાનું દાન કરી ભારતના સૌથી મોટા દાનવીર બન્યા છે. તેમણે મુકેશ અંબાણી કરતા 5 ગણું દાન કર્યું છે. ચાલો જાણીયે ભારતના આ દાનવીર કોણ છે, કેટલી સંપત્તિ છે અને શું બિઝનેસ કરે છે.
શિવ નાદર ભારતના સૌથી મોટા દાનવીર
હુરુન ઇન્ડિયાએ ભારતના સૌથી મોટા દાનવીરોની નવી યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર વર્ષ 2024માં સૌથી વધુ દાન કરનારા વ્યક્તિઓની યાદીમાં શિવ નાદર અને પરિવાર પ્રથમ નંબરે છે. શિવ નાદર પરિવારે આ વર્ષે કુલ 2153 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. તેમણે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કરતા 5 ગણું વધારે દાન કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પરિવારે 407 કરોડ રૂપિયાનું દાન છે અને આ યાદીમાં બીજા નંબરનું સ્થાન મેળવ્યું હતું.
Shiv Nadar Net Worth 2024 : શિવ નાદર પાસે કેટલી સંપત્તિ છે?
તમને જણાવી દઇયે કે, શિવ નાદર આઈટી કંપની એચસીએલ ટેકનોલોજી લિમિટેડના ચેરમેન અને સ્થાપક છે. ફોર્બ્સની ઈન્ડિયા 100 રિચેસ્ટ 2024 યાદી મુજબ શિવ નાદર 40.2 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. તો મુકેશ અંબાણી 119 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2024માં સૌથી વધુ દાન કરનાર 10 લોકોએ કુલ 4625 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે હુરુન ઇન્ડિયાની ભારતીય દાનવીરોની યાદીની કુલ રકમના 53 ટકા જેટલું દાન છે.
ભારતીય દાનવીરોની યાદીમાં કૃષ્ણા ચિવુકુલા અને સુષ્મિતા અને સુબ્રતો બાગચીએ પ્રથમ વખત ટોપ 10ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું અને તેઓ અનુક્રમે 7 અને 9મા ક્રમે રહ્યા હતા. સૌથી મોટા દાનવીરોમાંથી 6 લોકોએ સૌથી વધુ શિક્ષણ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાનવીરોએ દેશમાં શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષણ સંબંધિત પહેલને ટેકો આપ્યો હતો.
બજાજ પરિવાર ભારતીય દાનવીરોની યાદીમાં 3 નંબર પર છે. તેમણે કુલ 352 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જે નાણાકીય વર્ષ 2023 કરતા લગભગ 33 ટકા વધારે છે.
ગૌતમ અદાણી એ કેટલું દાન આપ્યું ?
ભારતના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની વાત કરીયે તો તેમણે કુલ 330 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ સાથે અદાણી પરિવાર ભારતીય દાનવીરોની યાદીમાં 5માં નંબર પર છે. નોંધનીય છે કે આ રકમ ગત વર્ષ કરતા 16 ટકા વધુ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પરિવાર સૌથી વધુ ડોનેશન આપે છે. આ ફાઉન્ડેશન શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે કામ કરે છે.
Top 10 Hurun India Philanthropy List 2024 : ભારતના 10 સૌથી મોટા દાનવીર
નંબર દાનવીરનું નામ દાન (₹) કંપની/ ફાઉન્ડેશન અને કામગીરી 1 શિવ નાદર 2153 કરોડ શિવ નાદર ફાઉન્ડેશન, શિક્ષણ 2 મુકેશ અંબાણી અને પરિવાર 407 કરોડ રિલાયન્સ ફાઉન્ડેશન, હાંસિયામાં ધકેલાયેલા લોકોના ઉત્થાન માટે કામગીરી 3 બજાજ પરિવાર 352 કરોડ બજાજ ગ્રૂપ ટ્રસ્ટ, એજ્યુકેશન ફોર એન્જિનિયરિંગ 4 કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી 334 કરોડ આદિત્ય બિરલા કેપિટલ ફાઉન્ડેશન, શિક્ષણ 5 ગૌતમ અદાણી પરિવાર 330 કરોડ અદાણી ફાઉન્ડેશન, અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ 6 નંદન નીલેકણી 307 કરોડ નીલેકણી Philanthropies, ઈકોસિસ્ટમ બિલ્ડિંગ 7 ક્રિષ્ના ચિવુકુલા 228 કરોડ આશા ફાઉન્ડેશન, શિક્ષણ 8 અનિલ અગ્રવાલ અને પરિવાર 181 કરોડ અનિલ અગ્રવાલ ફાઉન્ડેશન, શિક્ષણ 9 સુષ્મિતા અને સુબ્રતો બાગચી 179 કરોડ માઇન્ડટ્રી, જાહેર આરોગ્ય સંભાળ 10 રોહિણી નીલેકણી 154 કરોડ રોહિણી નીલેકણી Philanthropies, ઈકોસિસ્ટમ બિલ્ડિંગ





