Shree Tirupati Balajee Agro IPO: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ માટે પડાપડી, GMP 17 રૂપિયા, જાણો કંપની ઉપર કેટલું દેવુ છે

Shree Tirupati Balajee Agro IPO Shar Price GMP: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓમાં 9 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાશે. આઈપીઓ શેર માટે ગ્રે માર્કેટમાં ઉંચુ પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.

Written by Ajay Saroya
September 05, 2024 14:52 IST
Shree Tirupati Balajee Agro IPO: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ માટે પડાપડી, GMP 17 રૂપિયા, જાણો કંપની ઉપર કેટલું દેવુ છે
Shree Tirupati Balajee Agro IPO: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ આઈપીઓ 9 સપ્ટેમ્બર બંધ થશે.

Shree Tirupati Balajee Agro IPO GMP: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીનો આઈપીઓ આજે 5 સપ્ટેમ્બર સબ્સક્રિપ્શન માટે આજે ખુલ્યો છે. આ આઈપીઓ માટે 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. પબ્લિક ઇસ્યુ ખુલવાની પહેલા જ ગ્રે માર્કેટમાં શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગના આઇપીઓ માટે રોકાણકારો ઉત્સાહિત દેખાય છે.

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ : Shree Tirupati Balajee Agro IPO Issue Price

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ આઈપીઓ માટે 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. કંપની શેર આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 78 થી 83 રૂપિયા નક્કી કરી છે. એક લોટમાં 180 શેર મળશે. શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ આઈપીઓ પ્રાઇસ 169.65 કરોડ રૂપિયા છે. કંપની આઈપીઓ હેઠળ 122.43 કરોડ રૂપિયાની મૂલ્યના 1.47 કરોડ ફ્રેશ ઇક્વિટી શેર ઇસ્યુ કરશે. ઉપરાંત 47.23 કરોડ રૂપિયાની મૂલ્યના 56.90 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS) મારફતે થશે.

ઓફર ફોર સેલ હેઠળ શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીના પ્રમોટર્સ વિનોદ કુમાર અગ્રવાલ શેર વેચાણ વેચશે. કંપનીમાં અગ્રવાલનું શેરહોલ્ડિંગ 88.38 ટકા છે અને બાકીનું 11.62 ટકા હિસ્સેદારી જાહેર શેરધારકો પાસે છે.

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ આઈપીઓમાં અડધા શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે, 35 ટકા શેર રિટેલ રોકાણકારો અને બાકીના 15 ટકા શેર નોન ઇસ્ટિટ્યૂશનલ ઇનવેસ્ટર્સ માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.

IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo
IPO : આઈપીઓ (Photo: Freepik)

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ જીએમપી (Shree Tirupati Balajee Agro IPO GMP)

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ આઈપીઓને લઇ રોકણકારો ઉત્સાહ જોવા મળે છે. મિન્ટના ન્યુઝ રિપોર્ટ અનુસાર આજે શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીના આઈપીઓ શેર પર ગ્રે માર્કેટમાં 17 રૂપિયા પ્રીમિયમ બોલાય છે. મનીકન્ટ્રોલ અનુસાર 3 સપ્ટેમ્બરે ઇક્વિટી શેર દીઠ 16 રૂપિયા પ્રીમિયમ બોલાતુ હતું. એક વાત ધ્યાનમાં રાખો કે, આ આઈપીઓ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત વધઘટ થઇ રહી છે.

Shree Tirupati Balajee IPO Allotment Date : શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ એલોટમેન્ટ તારીખ

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો કંપનીનો આઈપીઓ 9 સપ્ટેમ્બર બંધ થશે. આથી આઈપીઓ સબ્સક્રાઇબર્સને 10 સપ્ટેમ્બરના રોજ શેર એલોટમેન્ટ કરવામાં આવશે. લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓ માટે રજિસ્ટ્રાર તરીકે કામગીરી કરી રહી છે.

Shree Tirupati Balajee Share IPO Listing Date: શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ લિસ્ટિંગ તારીખ

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગનો શેર બીએસઇ અને એનએસઈ પર લિસ્ટેડ થવાનો છે. મહદંશે આ શેરનું 12 સપ્ટેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થશે.

આ પણ વાંચો | ભારતના મોટા 5 IPO, જેમા રોકાણકારો રાતા પાણીએ રોયા

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો આઈપીઓ રકમ વાપરશે?

શ્રી તિરૂપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપની આઈપીઓ વડે 169.65 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. મનીકન્ટ્રોલના રિપોર્ટ મુજબ કંપની આઈપીઓ માંથી એક્ત્ર કરેલા 52.27 કરોડ રૂપિયા દેવુ ચૂકવવા માટે વાપરશે. મે 2024 સુધી કોન્સોલિડેટેડ ધોરણે કંપનીનું કુલ દેવું 245.33 કરોડ રૂપિયા હતું. ઉપરાંત 13.5 કરોડ રૂપિયાનો ઉપયોગ ઇન્ક્રિમેન્ટલ વર્કિંગ કેપિટલ જરૂરિયાત માટે અને 10.74 કરોડ રૂપિયાનો ઉપયોગ પેટાકંપનીના કાર્યકારી મૂડી માટે કરશે. બાકીની રકમ કંપની અન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ