ફુગાવો – મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય છે અને આર્થિક મોરચે વૈશ્વિક અનિશ્ચિતતાનું વાતાવરણ છે ત્યારે આવી સ્થિતિમાં રોકાણકારોને પણ તેમના રોકાણને લઈને ડર અનુભવી રહ્યા છે. બજારોનું ઊંચું મૂલ્યાંકન પણ રોકાણકારોને સાવચેત કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીએ 1 વર્ષમાં લગભગ 10,000 રૂપિયા પ્રતિ કિલોનું રિટર્ન આપ્યું છે અને આ સમયગાળા દરમિયાન તેની કિંમતો 61901 રૂપિયાથી વધીને 71425 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ફુગાવા અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં ચાંદી સુરક્ષિત રોકાણ તરીકે કામ કરી શકે છે, શું તે ફુગાવા સામે રક્ષણ પૂરું પાડી શકે છે.
સિલ્વર ઇટીએફ – ચાંદીમાં રોકાણ માટેનો બેસ્ટ વિકલ્પ
નિષ્ણાંતો કહે છે કે ચોક્કસ એસેટ અથવા એસેટ ક્લાસમાં વોલેટિલિટીનો સામનો કરવા માટે, રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં કોમોડિટીઝ જેવા વૈકલ્પિક રોકાણોનો સમાવેશ કરીને ડાઇવર્સિફેશન હાંસલ કરી શકે છે. ભારતમાં કોમોડિટી અથવા ડેરિવેટિવ્ઝમાં વેપાર કર્યા વિના કોમોડિટી સેગમેન્ટમાં એક્સપોઝર મેળવવા માટે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં રોકાણ એ બે સૌથી મહત્વની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી છે. આ ઇટીએફ રોકાણકારોને ભૌતિક રીતે સોના અને ચાંદીમાં રોકાણ કરવાને બદલે ડિજિટલ સ્વરૂપમાં કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. સોનું અને ચાંદી બંને સંભવિત આર્થિક અથવા બજારના ઘટાડા તેમજ વધતા ફુગાવાના સમયે હેજિંગ તરીકે કામ કરી શકે છે.
રોકાણનો નવો વિકલ્પ
જો તમે સિલ્વર ઇટીએફમાં રોકાણ કરવા માંગો છો તો તમારી પાસે એક નવો વિકલ્પ છે. ભારતમાં પણ તાજેતરમાં ઘણા ફંડ હાઉસોએ સિલ્વર ઇટીએફ લોન્ચ કર્યા છે અને કિંમતી ધાતુના વધતા ભાવ સાથે તેમાં રોકાણનું આકર્ષણ વધી રહ્યું છે. વર્ષ 2022માં વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસ દ્વારા 8 સિલ્વર ઇટીએફ સ્કીમ શરૂ કરવામાં આવી છે, અને હાલ તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) 1785 કરોડ રૂપિયા છે.
સિલ્વર ઇટીએફમાં રોકાણના ફાયદાઓ
- ચાંદી ફુગાવા સામે રોકાણના સુરક્ષિત વિકલ્પ એટલે હેજિંગ તરીકે કામ આવે છે. ચાંદીનો ઉપયોગ ઘણા બધા ઉદ્યોગોમાં પણ થાય છે અને ઔદ્યોગિક માંગને કારણે તેના ભાવ વધે છે.
- હાલ ચાંદની માંગ વધવા પાછળ ઘણા બધા પરિબળો છે, જેમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ગ્રીન ઈકોનોમીમાં ખાસ કરીને સોલર ફોટોવોલ્ટેઈક (PV) પેનલ્સ સહિત વિવિધ પરિબળો ચાંદીની માંગ વધારી રહ્યા છે.
- છેલ્લાં 5 વર્ષમાં ચાંદીએ 13.1% રિટર્ન આપ્યું છે, જે નિફ્ટી- 50 ઇન્ડેક્સના 12.3% રિટર્ન અને સોનાના 13.0% રિટર્ન (30 એપ્રિલ, 2023 સુધી)ની તુલનાએ વધારે છે.
- ઇટીએફ એ ચાંદીમાં રોકાણ કરવા માટેનું પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને સરળ વિકલ્પ છે કારણ કે તેમાં શેરની જેમ જ સ્ટોક એક્સચેન્જો પર ખરીદી અને વેચાણ કરવાની સુવિધા મળે છે.
છેલ્લા 2 વર્ષથી એટલે કે 2021 અને 2022થી ચાંદીની માંગ તેના પુરવઠા કરતાં વધારે રહી છે. જો કે, અન્ય મેક્રો-પરિબળોને લીધે, કિંમતો એટલી બધી વધી શકી નથી. એકવાર આ મેક્રો-પરિબળો સાનુકુળ બની જાય ત્યારબાદ પુરવઠાની અછત તરફ ધ્યાન ફરીથી દોરવામાં આવશે.
આ પણ વાંચોઃ આવકવેરા વિભાગની નોટિસનો જવાબ ન આપનાર કરદાતાઓ પર તવાઇ આવશે, નવા ગાઇડલાઇન જારી
મિરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના ઇટીએફ પ્રોડક્ટ્સના હેડ સિદ્ધાર્થ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, સોનાની જેમ જ ચાંદીને પણ આર્થિક કટોકટી કે નાણાંકીય મંદીના સમયમાં ડોલર સામે હેજિંગનો બેસ્ટ વિકલ્પ ગણવામાં આવે છે. આ પરિબળો ઉપરાંત તેનો વધતો ઔદ્યોગિક વપરાશ પણ ચાંદીના ભાવ ટેકો આપે છે, જે હાલ ચાંદીની કુલ વાર્ષિક માંગમાં લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે. આ પરિબળો લાંબા ગાળા માટે રોકાણકારના પોર્ટફોલિયોમાં અથવા વિવિધ ટેકનિકલ ઇન્ડેક્સના આધારે વ્યૂહાત્મક ફાળવણી માટે ચાંદીને ખૂબ જ આકર્ષક સંપત્તિ બનાવે છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.





