Silver Hallmark Rules: સોના બાદ ચાંદી પર હોલમાર્કિંગ લાગુ થશે, જાણો ગ્રાહકને શું ફાયદો થશે?

Hallmarkin Rules On Silver: સોના બાદ હવે ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ નિયમ લાગુ થવાનો છે. ચાંદીની શુદ્ધતા માટે 6 ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે અને 6 અંકનો HUID છપાયેલો હશે.

Hallmarkin Rules On Silver: સોના બાદ હવે ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ નિયમ લાગુ થવાનો છે. ચાંદીની શુદ્ધતા માટે 6 ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે અને 6 અંકનો HUID છપાયેલો હશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Silver Hallmark Rules | BIS Hallmark Rules | Gold Hallmark Rules | Silver Jewellry Hallmarking Rules

Silver Hallmark Rules : ચાંદી માટે હોલમાર્ક નિયમ લાગુ થવાના છે. (Photo: Social Media)

Silver Jewellry Hallmarking Rules In India : સોના બાદ હવે ચાંદીમાં પણ હોલમાર્ક નિયમ લાગુ થવાના છે. કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બર 2025થી ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ લાગુ કરશે. ભારતમાં હાલ ચાંદીના દાગીના પર હોલમાર્ક સ્વેચ્છિક છે, ફરજિયાત નહીં. હોલમાર્કની પ્રક્રિયા સોના જેમ જ હશે. હોલમાર્ક લાગુ થતા ચાંદીમાં પણ શુદ્ધતાના નિયમ અમલ થશે.

Advertisment

ચાંદી ની શુદ્ધતા માટે 6 પ્યોરિટી સ્ટાન્ડર્ડ

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) એ ચાંદી માટે 6 શુદ્ધતા સ્તર નક્કી કર્યા છે. ચાંદીના પ્યોરિટી સ્ટાન્ડર્ડ 900, 800, 835, 925, 970 અને 990 છે. હવે ચાંદીના દાગીના પર 6 આંકડાનો હોલમાર્ક યુનિટ આઈડી (HUID) આપવામાં આવશે. આ આઈડી થી ચાંદીના દાગીનાની શુદ્ધતા કેટલી છે જે સરળતાથી જાણી શકાશે. ચાંદીના દાગીના અસલી છે કે નકલી તે જાણી શકાશે.

હોલમાર્કિંગ શું છે?

હોલમાર્કિંગ એટલે મેટલની શુદ્ધતાની ગેરેંટી. આ એક શુદ્ધતા ચકાસણીની પ્રક્રિયા છે, જેમા સોના ચાંદી જેવી કિંમતી ધાતુની શુદ્ધતાની તપાસ કરી તેને પ્રમાણિત કરવામાં આવે છે. BIS હોલમાર્કિંગની પ્રક્રિયા અને માપદંડ નક્કી કરે છે. હોલમાર્કિંગ થી ગ્રાહક એટલી શુદ્ધતાની સોના ચાંદીની ચીજ મળશે, જેની માટે તેણે પૈસા ચૂકવ્યા છે.

ગ્રાહકને શું ફાયદો થશે?

નવા નિયમ લાગુ થવાથી ગ્રાહકો છેતરપીંડિથી બચી શકશે. ઘણી વખત હોલમાર્ક વગરના દાગીનામાં અન્ય ધાતુની ભેળસેળની શક્યતા રહે છે. પરંતુ હવે હોલમાર્ક વાળી ચાદીમાં આનું જોખમ રહેશે. સોથી ખાસ વાત કે, ગ્રાહક BIS Care App પર જઇ વેરફાઇ HUID ફીચર્સથી તરત જ તપાસી શકશે કે દાગીના પર છપાયેલો હોલમાર્ક અસલી છે કે નકલી.

Advertisment

સોના પર હોલમાર્ક 2021થી લાગુ

ભારતમાં સરકારે વર્ષ 2021થી સોના માટે હોલમાર્ક ફરજિયાત બનાવ્યું છે. ભારતમાં સોનાની લગડી, સિક્કા અને દાગીના સહિત સોનાની તમામ ચીજો માટે હોમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. તેનાથી બુલિયન માર્કેટમાં પારદર્શિતા આવે છે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે છે.

બિઝનેસ સોનું ચાંદી