Silver Investment: ચાંદીમાં રોકાણ માટે બે નવા વિકલ્પ, જોખમી પરિબળો સહિત તમામ વિગત જાણો

Silver Investment Options Tips: ચાંદીમાં રોકાણ માટે બે નવા સિલ્વર ઇટીએફ અને FOF ના નવા ફંડ ઓફમાં સબ્સક્રિપ્શન ખુલ્યું છે. ચાંદીમાં રોકાણની સરળ રીત, જોખમી પરિબળ અને મિનિમમ રોકાણ સહિત તમામ વિગત જાણો.

Silver Investment Options Tips: ચાંદીમાં રોકાણ માટે બે નવા સિલ્વર ઇટીએફ અને FOF ના નવા ફંડ ઓફમાં સબ્સક્રિપ્શન ખુલ્યું છે. ચાંદીમાં રોકાણની સરળ રીત, જોખમી પરિબળ અને મિનિમમ રોકાણ સહિત તમામ વિગત જાણો.

author-image
Ajay Saroya
New Update
Silver ETF | Silver Price | Silver Investment Options Tips

Silver ETF : સિલ્વર ઇટીએફ ચાંદીમાં રોકાણ કરવાનો એક વિકલ્પ છે. Photograph: (Freepik)

Silver ETF, FOF New Fund Offer : ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે બે નવા વિકલ્પો સામે આવ્યા છે. ચાંદીના રોકાણ માટે સિલ્વર ઇટીએફ (Silver ETF) પણ ઉપલબ્ધ છે. એન્જલ વન એસેટ મેનેજમેન્ટ કંપનીએ ચાંદીમાં રોકાણ કરતી બે નવી પેસિવ સ્કીમ શરૂ કરી છે. એન્જલ વન સિલ્વર ઇટીએફ (Angel One Silver ETF) અને એન્જલ વન સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ્સના (Angel One Silver ETF FOF) નામે લોન્ચ કરવામાં આવેલી આ બંને સ્કીમના નવા ફંડ ઓફર એટલે કે એનએફઓ સબ્સ્ક્રિપ્શન 9 ફેબ્રુઆરીએ ખુલ્યું છે.

Advertisment

ઇટીએફનું સબ્સ્ક્રિપ્શન 19 ફેબ્રુઆરી 2026 સુધી ખુલ્લું રહેશે, જ્યારે એફઓએફ માટે સબ્સ્ક્રિપ્શનની અંતિમ તારીખ 23 ફેબ્રુઆરી 2026 છે. બંને સિલ્વર ઇટીએફ સ્કીમ એવા રોકાણકારો માટે રચાયેલ છે જેઓ ચાંદીની લગડી કે સિક્કા ખરીદ્યા વગર તેમાં રોકાણ કરવા માંગે છે.

ચાંદી તરફ રોકાણકારો કેમ આકર્ષિત થયા?

છેલ્લા કેટલાક વર્ષોમાં ચાંદીમાં રોકાણકારોનો રસ નોંધપાત્ર વધ્યો છે. હકીકતમાં ચાંદીને માત્ર કિંમતી ધાતુ માનવામાં આવતી નથી. સૌર ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો અને ડેટા સેન્ટર જેવી નવી ટેકનોલોજીમાં પણ તેનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. તેથી, તેની ઔદ્યોગિક માંગ પણ મજબૂત રહે છે. બીજી તરફ મર્યાદિત પુરવઠાને કારણે ભાવમાં પણ વધારો જોવા મળે છે.

10 વર્ષમાં સરેરાશ 25 ટકા વળતર

AMFIના ડેટા અનુસાર, ભારતમાં સિલ્વર ETFની એસેટ અંડર મેનેજમેન્ટ ડિસેમ્બર 2025 સુધીમાં 72,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. 31 જાન્યુઆરી, 2026 સુધીના આંકડા જોતા, છેલ્લા 10 વર્ષ દરમિયાન ચાંદીનું સરેરાશ વાર્ષિક વળતર (CAGR) રૂપિયામાં લગભગ 25.8 ટકા રહ્યું છે. તે સ્પષ્ટ છે કે રોકાણકારો પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા તેમજ ફુગાવા સામે હેજિંગ માટે ચાંદીને જોઈ રહ્યા છે.

Advertisment

ભૌતિક ચાંદીમાં રોકાણ સંબંધિત સમસ્યાઓ

ચાંદીમાં રોકાણ આકર્ષક લાગે છે, પરંતુ ભૌતિક ચાંદીમાં રોકાણ કરવું દરેક માટે સરળ નથી. ચાંદીની લગડી, સિક્કા કે દાગીના ખરીદવા, સુરક્ષિત સંગ્રહ કરવાના, શુદ્ધતાની ચકાસણી અને મેકિંગ ચાર્જ જેવી ઘણી સમસ્યાઓ છે. આ સિવાય મોટી માત્રામાં ચાંદી રાખવામાં આવે તો ચોરાઇ જવાની ચિંતા પણ રહે છે. સિલ્વર ઇટીએફ અને એફઓએફ જેવા મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોને આ મુશ્કેલીઓ વિના ચાંદીમાં રોકાણ કરવાની તક આપે છે. રોકાણ ડિજિટલ સ્વરૂપમાં કરવામાં આવે છે અને ભાવ સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત સાથે સીધી રીતે જોડાયેલી છે. જો કે, એ પણ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે ચાંદીના ભાવમાં ભારે વધઘટ થાય છે. તેથી, તે ભૂતકાળનું વળતર ભવિષ્યમાં પણ મળતું રહેશે તેની બાંયધરી આપતું નથી.

રોકાણમાં વિવિધતા

સિલ્વર ઇટીએફ અને સિલ્વર ઇટીએફ એફઓના લોન્ચિંગ પ્રસંગે એન્જલ વન એએમસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ હેમેન ભાટિયાએ જણાવ્યું હતું કે તેમની સિલ્વર ઇટીએફ અને સિલ્વર એફઓએફ રોકાણકારોને ચાંદીમાં સરળ, પારદર્શક અને ઓછા ખર્ચે રોકાણનો વિકલ્પ આપવાનો પ્રયાસ છે. "ચાંદી આધુનિક આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સંપત્તિ બની રહી છે. નવી પેઢીના ઉદ્યોગો અને જટિલ તકનીકોમાં તેની વધતી ભૂમિકાને કારણે તેની માંગ લાંબા સમય સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, ચાંદીમાં રોકાણ પોર્ટફોલિયોને વૈવિધ્યીકરણ અને મજબૂત બનાવવાનું સાધન બની શકે છે. ”

ETF અને FOF વચ્ચે તફાવત

એન્જલ વન સિલ્વર ઇટીએફ ચાંદીના સ્થાનિક ભાવો પર સીધી નજર રાખશે અને તેના યુનિટ્સ NSE પર લિસ્ટ થયા પછી શેરની જેમ ખરીદી અને વેચી શકાય છે. એન્જલ વન સિલ્વર ઇટીએફ એફઓએફ એક ફંડ્સ ઓફ ફંડ્સ છે જે એન્જલ વન સિલ્વર ઇટીએફમાં રોકાણ કરશે. આનો ફાયદો એ છે કે તેમાં રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટની જરૂર રહેશે નહીં.

જે લોકો ઇટીએફમાં રોકાણ કરે છે તેમને રિયલ ટાઇમ કિંમત મળશે અને એક્સચેન્જ દ્વારા લિક્વિડિટી મળશે. એફઓએફ એ રોકાણકારો માટે છે જે બજારમાં સીધા ખરીદવા અને વેચવાને બદલે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચાંદીમાં રોકાણ કરવા માંગે છે.

ચાંદીમાં રોકાણ સામેના જોખમ 

ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ, ડોલરની વધઘટ, ઔદ્યોગિક માંગ અને આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિઓથી પ્રભાવિત થાય છે. તેથી, ચાંદીમાં રોકાણ કરતા ઇટીએફ અને ફંડ્સમાં ખૂબ જ તીવ્ર વધઘટ જોવા મળી શકે છે. લાંબા ગાળ માટે રોકાણ કરવાથી બજારની અસ્થિરતાનું જોખમ અમુક અંશે ઓછું થવાની સંભાવના છે. પરંતુ વળતરની કોઈ ખાતરી હોતી નથી.

આ પણ વાંચો : PF ક્લેમ સેટલમેન્ટ કેટલા દિવસમાં થાય છે? જાણો ઓનલાઇન ક્લેમ કરવાની સરળ રીત

રોકાણ કરતા પહેલા આટલું ધ્યાન રાખો

આ સ્કીમ એવા રોકાણકારો માટે વધુ યોગ્ય ગણી શકાય છે જેઓ તેમના પોર્ટફોલિયોમાં કોમોડિટી ઉમેરવા માંગે છે અને લાંબા ગાળા માટે નાણાંનું રોકાણ કરવા તૈયાર છે. ટૂંકા ગાળામાં સલામત વળતર મેળવવા માંગતા રોકાણકારો માટે આ સ્કીમ ખૂબ જોખમી હોઈ શકે છે. ચાંદીના ભાવમાં ઝડપથી વધઘટ થાય છે, તેથી તમારે સિલ્વર ઇટીએફ અથવા એફઓએફમાં રોકાણ કરતા પહેલા તમારી જોખમ લેવાની ક્ષમતા સમજવી આવશ્યક છે.

Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે રજૂ કરવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી કોઇ પણ રીતે રોકાણ કરવાની સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, તેથી નાણાકીય - રોકાણ સબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંત પાસેથી સલાહ લેવી.

Investment સોનું ચાંદી બિઝનેસ