Silver Rate Today: ચાંદી ₹ 4 લાખ પાર, જાન્યુઆરીમાં ₹ 1.70 લાખનો ઉછાળો; સોનું પણ રેકોર્ડ હાઇ

Gold Silver Price Record High: સોના ચાંદીમાં આગઝરતી તેજી છે. માત્ર જાન્યુઆરીમાં 1 કિલો ચાંદીમાં 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો ઉછાળો આવ્યો છે. તો 10 ગ્રામ સોનાની કિંમત 35000 રૂપિયા વધી છે.

Gold Silver Price Record High: સોના ચાંદીમાં આગઝરતી તેજી છે. માત્ર જાન્યુઆરીમાં 1 કિલો ચાંદીમાં 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો ઉછાળો આવ્યો છે. તો 10 ગ્રામ સોનાની કિંમત 35000 રૂપિયા વધી છે.

author-image
Ajay Saroya
New Update
Silver Price All Time High | Gold Silver Rate | Silver Rate Record High

Silver Price Record High : ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર ₹ 4 લાખની સપાટી કુદાવી ગયા છે. Photograph: (Financial Express)

Gold Silver Price All Time High: સોના ચાંદીના ભાવ બધા રેકોર્ડ તોડી આસમાને પહોંચ્યા છે. આજે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 4 લાખ રૂપિયાને વટાવી ગયા હતા. એમસીએક્સ વાયદા બજારોમાં પણ ચાંદીના ભાવ 4 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. એકલા જાન્યુઆરી મહિનામાં ચાંદીની કિંતમાં અધધધ 50 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે. વૈશ્વિક નિશ્ચિતતા પગલે વૈશ્વિક બુલિયન બજારોમાં પણ તેજીનો માહોલ છે.

Advertisment

MCX ચાંદી ₹ 4 લાખ પાર, જાન્યુઆરીમાં ₹ 1.70 લાખનો ઉછાળો 

ચાંદીના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. આજે એમસીએક્સ ચાંદી વાયદો 18884 રૂપિયા જેટલો વધીને 4,04,250 રૂપિયા પ્રતિ કિલો બોલાતો હતો. તો એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર 12822 રૂપિયા વધી 1,78,737 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડિંગ કરી રહ્યો છે. 

જાન્યુઆરી મહિનાના 29 દિવસમાં ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો દીઠ 1.70 લાખ રૂપિયાનો ઐતિહાસિક ઉછાળો આવ્યો છે, તો સોનું 35000 રૂપિયા જેટલું મોંઘુ થયું છે. 31 જાન્યુઆરીના રોજ સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 2.33 લાખ રૂપિયા હતી. તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,37.500 રૂપિયા હતો. 

Silver Price Record High | gold silver price |
Silver Price Record High : ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. Photograph: (Social Media)
Advertisment

વૈશ્વિક બુલિયન બજારમાં તેજી

વૈશ્વિક બુલિયન બજારમાં આગઝરતી તેજીનો માહોલ છે. હાજર સોનું 2.1 ટકા વધી 5511.79 પ્રતિ ટ્રોય ઔંસ બોલાઇ રહ્યું છે, જેની પહેલા સોનું 5591.61 ડોલર ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યુ હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 27 ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે સમગ્ર વર્ષ 2025માં સોનું 64 ટકા વધ્યું હતું. તો વર્ષ 2026માં ચાંદી 60 ટકાથી વધુ ઉછળી છે.

કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ