Silver Record High : ચાંદીનો ભાવ ₹ 2 લાખ નજીક પહોંચ્યો, સોના કરતા બમણું રિટર્ન

Gold Silver Rate Today : સોના કરતા ચાંદીના ભાવ ઝડપથી વધીને 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે. વર્ષ 2025માં ચાંદી 117 ટકા ઉછળી છે અને આગામી સમયમાં તેજી યથાવત રહેવાની ધારણા છે.

Gold Silver Rate Today : સોના કરતા ચાંદીના ભાવ ઝડપથી વધીને 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે. વર્ષ 2025માં ચાંદી 117 ટકા ઉછળી છે અને આગામી સમયમાં તેજી યથાવત રહેવાની ધારણા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Silver Price In India | Silver rate today | silver price all time high

Silver Price : ચાંદીના ભાવમાં તેજી યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. (Photo: Social Media)

Silver Price All Time High : ચાંદીમાં આગઝરતી તેજીનો માહોલ છે. ચાંદીના ભાવ સતત વધીને 2 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચ બનાવવાની તૈયારીમાં છે. છેલ્લા ઘણા દિવસથી ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. ચાંદી જેમ સોનાની કિંમત પણ વધી રહી છે. 2025માં ચાંદીમાં 110 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉછાળો, ડોલર સામે રૂપિયાની નબળાઈ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી બુલિયન માર્કેટમાં તેજીને વેગ મળ્યો છે.

Advertisment

ચાંદી ₹ 2 લાખ નજીક

ચાંદીના ભાવ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વાયદા બજારમાં એમસીએક્સ ચાંદીનો ભાવ વધીને 1,98,444 રૂપિયા બોલાયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. હાલ ચાંદી 1400 રૂપિયાના ઘટાડે 1,97,540 રૂપિયા બોલાઇ રહ્યો છે. એમસીક્સ ગોલ્ડ વાયદો સાધારણ ઘટાડે 1,32,400 રૂપિયા પ્રત 10 ગ્રામ છે.

દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવ સતત બીજા દિવસે રેકોર્ડ સ્તરે પહોંચ્યા. બુધવારે ચાંદી ₹ 11,500 વધીને ₹ 1.92 લાખ પ્રતિ 1 કિલો થઈ હતી. ત્યારબાદ ગુરુવારે ફરી ચાંદી ₹ 2,400 મોંઘી થતા પ્રતિ 1 કિલોનો ભાવ 1,94,400 રૂપિયા થયો હતો. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ચાંદી ₹ 1.04 લાખ રૂપિયા મોંઘી થઇ છે. ટકાવારીની રીતે રોકાણકારોને ચાંદીમાં 117 ટકાનું વળતર મળ્યું છે.

અમદાવાદના ઝવેરી બજારમાં ગુરુવારે સોનાના ભાવ 800 રૂપિયા વધ્યા હતા. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 1,32,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. પાછલા દિવસે સોનાનો ભાવ 1,32,000 રૂપિયા હતો. તો ચાંદી 2000 રૂપિયા મોંઘી થઇ હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 1,84,000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.

Advertisment

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, HDFC સિક્યોરિટીઝના રિસર્ચ વિશ્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું કે ચાંદીની તેજીનું સૌથી મોટું કારણ મજબૂત ભૌતિક અને રોકાણલક્ષી માંગ છે. તેમણે ઉમેર્યું કે, "ચાંદીના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે કારણ કે બજારમાં પુરવઠો ખૂબ જ મર્યાદિત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદી રેકોર્ડ સ્તરે છે, અને નબળા રૂપિયાને કારણે સ્થાનિક ભાવમાં વધારો થયો છે."

પરમારે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે ચાંદીએ સોના કરતાં વધુ વળતર મેળવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ચીનમાં તેજી, ઔદ્યોગિક ઉપયોગ વધતો જાય છે અને આંતરરાષ્ટ્રીય પુરવઠાની અછતને કારણે ચાંદી વધુ મજબૂત બની છે. તેમણે ઉમેર્યું હતું કે, "સ્થાનિક બજારમાં ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે, અને આગામી દિવસોમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 210,000 સુધી પહોંચી શકે છે."

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ