Silver Price Today : ચાંદી એ સર્જ્યો ઇતિહાસ, 1 કિલોની કિંમત પહેલીવાર ₹ 3 લાખ પાર

Silver Price Today Record High : ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 3 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. રોકાણકારોની મજબૂત માંગ અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં જબરદસ્ત તેજીનો માહોલ છે.

Silver Price Today Record High : ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 3 લાખ રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. રોકાણકારોની મજબૂત માંગ અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે બુલિયન માર્કેટમાં જબરદસ્ત તેજીનો માહોલ છે.

author-image
Ajay Saroya
New Update
Silver Price In India | Silver rate today | silver price all time high

Silver Price Today : ચાંદીના ભાવ. (Social Media) Photograph: (Social Media)

Silver Price All Time High: ચાંદી એ ઇતિહાસ બનાવ્યો છે. સોમવારે વાયદા બજારમાં ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 3 લાખ રૂપિયા પ્રતિ કિલોની સપાટીને કુદાવી ગયા હતા. રોકાણકારોની મજબૂત માંગ અને હકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે, ચાંદી પ્રથમ વખત ત્રણ લાખ રૂપિયા પ્રતિ કિલોની સપાટી પાર કરી ગઈ હતી, જેના કારણે બુલિયન માર્કેટમાં ગણગણાટ શરૂ થઇ ગયો છે.

Advertisment

MCX Silver Price : એમસીએક્સ ચાંદી વાયદો 3 લાખ પાર

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર, માર્ચ ડિલિવરી માટે ચાંદી વાયદો 13,553 રૂપિયા અથવા 4.71 ટકા વધીને 3,01,315 રૂપિયા પ્રતિ કિલોની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં, માર્ચમાં ડિલિવરી માટે ચાંદી વાયદો 5.81 ડોલર અથવા 6.56 ટકા વધીને 94.35 ડોલર પ્રતિ ઔંસની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?

બુલિયન એનાલિસ્ટો કહે છે કે, ઔદ્યોગિક માંગમાં વધારો અને અમેરિકન ડોલરની નબળાઈએ ચાંદીના ભાવની તેજીને વધુ ટેકો આપ્યો છે, જેણે તાજેતરના સેશનમાં સોનાને પાછળ છોડી દીધો છે.

Advertisment

19 દિવસમાં ચાંદી ₹ 65,000 ઉછળી

વર્ષ 2025માં પણ ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો. અને 2026માં, અત્યાર સુધીમાં 19 દિવસમાં ચાંદીએ તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યાં છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 65,614 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર, 2025 ના રોજ ચાંદીની કિંમત 2,35,701 રૂપિયા પ્રતિ કિલો હતી. અને આજે તે વધીને 3,01,315 રૂપિયા પ્રતિ કિલોના નવા રેકોર્ડ પર પહોંચી ગયું છે.

સોનું પણ મોંઘું થયું

સોનાના ભાવમાં તેજી પણ અટકવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે (17 જાન્યુઆરી 2026) એમસીએક્સ પર ફેબ્રુઆરી ગોલ્ડ ફ્યુચર્સ 1,42,517 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. આજે એમસીએક્સ પર ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સોના વાયદાનો ભાવ 1,45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ લેવલે પહોંચી ગયા હતા. એટલે કે આજે વાયદા બજારમાં સોનાના ભાવમાં 2600 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે.

ભારત, દુનિયામાં ચાંદીનો સૌથી મોટો આયાતકાર 

2025માં, ભારતે લગભગ 9.2 અબજ ડોલરની ચાંદીની આયાત કરી હતી, જે દેશને દુનિયાનો સૌથી મોટો ચાંદીનો આયાતકાર બનાવે છે. પરંતુ મોટી સમસ્યા એ છે કે ભારત હજુ ચાંદીની પ્રોસેસિંગમાં આત્મનિર્ભર નથી. 

કોમોડિટી સોનું ચાંદી બિઝનેસ