/indian-express-gujarati/media/media_files/2026/01/28/silver-price-record-high-2026-01-28-18-01-16.jpg)
Silver Price Record High : ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચ પર પહોંચ્યા છે. Photograph: (Social Media)
Gold Silver Price Today News : સોના ચાંદીમાં આગઝરતી તેજી છે. સોના ચાંદીના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે ઇતિહાસમાં પહેલીવાર ચાંદીના ભાવ 4 લાખ રૂપિય પ્રતિ કિલોની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. તો 10 ગ્રામ સોનાનો ભાવ પણ 1.71 લાખ રૂપિયાના રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વૈશ્વિક બજારમાં પહેલીવાર સોનાના ભાવ 5200 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની સપાટીને સ્પર્શ્યા છે. સોના ચાંદીમાં તેજીથી સામાન્ય વ્યક્તિ માટે કિંમતી ધાતુની ખરીદી હવે સપનું બની ગઇ છે.
ચાંદી 4 લાખ રૂપિયા થઇ!
ચાંદી કુદકે ને ભૂસકે વધી દરરોજ નવી ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી રહી છે. આજે 1 લાખ ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા બોલાયો છે. ન્યુઝ18ના મીડિયા રિપોર્ટ મુજબ આજે હૈદરાબાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 4,00,000 રૂપિયા (4 લાખ) થયો છે. માત્ર 28 દિવસમાં ચાંદીના ભાવમાં 1,44,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે.
આજે અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદીમાં 20 હજારનો ઉછાળો આવ્યો હતો અને 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 3,65,000 રૂપિયા થયો હતો. ગઇકાલે અહીં ચાંદીનો ભાવ 3,45,000 રૂપિયા હતો. તો ચાંદીના દાગીનાનો ભાવ પણ 20000 રૂપિયા વધી 3,64,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.
એમસીએક્સ પર ચાંદી વાયદો 20731 રૂપિયા વધીને 3,77,000 રૂપિયા ઉપર બોલાઇ રહ્યો હતો. તો ગોલ્ડ ફ્યૂચર 6000 રૂપિયા વધીને 1,63,600 રૂપિયા બોલાતો હતો.
સોનાનો ભાવ ₹ 1.71 લાખ પાર
ચાંદી જેમ સોનાના ભાવ દરરોજ વધી રહ્યા છે. અમદાવાદમાં આજે સોનું 6000 રૂપિયા મોંઘુ થયું હતું. 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો ભાવ 6000 રૂપિયા વધીને 1,71,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. ગઇકાલે 24 કેરેટ સોનાનો ભાવ 1,65,500 રૂપિયા હતો. તો 99.5 શુદ્ધ સોનાનો ભાવ 6000 રૂપિયા વધીને 1,71,200 રૂપિયા થયો હતો. 22 કેરેટ હોલમાર્ક સોનાના દાગીનાનો ભાવ 1,68,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us