Silver Price Forecast : ચાંદીએ 2023ના પ્રથમ ચાર મહિનામાં રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. જો કે, ઊંચા ભાવ દેખાડ્યા બાદ ચાંદી સમયથી અસ્થિર છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિપોર્ટ અનુસાર, દરેક મોટા ઘટાડા પછી સ્થાનિક ચાંદીના ભાવમાં ઉંચી મૂવમેન્ટ જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર ચાંદીનો આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહેશે. છેલ્લા કેટલાક મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા ચાર મહિનામાં ચાંદીના ભાવમાં કુલ 11 ટકાની તેજી આવી છે અને રિપોર્ટમાં એવો અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી 12 મહિનામાં ચાંદી પણ 85000 રૂપિયા ભાવને સ્પર્શી શકે છે.
ચાંદીના ભાવ 85,000ને સ્પર્શશે
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ (MOFSL) ને અપેક્ષા છે કે ચાંદીમાં તેજી ચાલુ રહેશે અને આગામી થોડાક ક્વાર્ટરમાં 15 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. બ્રોકિંગ ફર્મ 70,500 રૂપિયા પર તાત્કાલિક સપોર્ટ સાથે નીચલા સ્તરે સતત ખરીદી કરવાની ભલામણ કરે છે, જ્યારે મજબૂત મધ્ય-ગાળાનો સપોર્ટ ₹68,000 છે. એટલું જ નહીં, રિપોર્ટ અનુસાર, ચાંદીના ભાવ આગામી 12 મહિનામાં ₹82,000 અને ત્યારબાદ ₹85,000 સુધી પહોંચી શકે છે.
ચાંદીના ભાવ 4 મહિનામાં 11 ટકા વધ્યા
વર્ષ 2023ની શરૂઆતમાં ચાંદીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. પ્રથમ ચાર મહિનામાં લગભગ 11 ટકાનો વધારો થયો હતો અને કુલ મળીને 6 ટકાનો વધારો જાળવવામાં આવ્યો હતો. પ્રારંભિક તેજી યુએસ બેન્કિંગ અને ડેટ સેક્ટરમાં ચિંતાઓથી પ્રેરિત હતી, પરંતુ ફેડરલ રિઝર્વની “આક્રમક ધિરાણનીતિ” તેજીને થોડી ધીમી કરી. જેના કારણે કિંમતી અને ઔદ્યોગિક બંને ધાતુઓને અસર થઈ છે. યુએસ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ઘટીને 3.2 ટકા આવ્યો છે, જે જુલાઈ 2022માં 9.1 ટકાની ટોચ પર હતો. એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં ચાંદીમાં વધુ તેજી જોવા મળશે.
ચાંદીમાં ઉછાળો કેમ આવ્યો?
ચાંદીમાં ઉછાળા પાછળ ભૌગોલિક-રાજકીય તણાવ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ઉપરાંત ડોલર ઇન્ડેક્સ 99.60થી ઝડપથી ઉછળીને 104ના લેવલે પહોંચી ગયો. યુએસ ફેડ રિઝર્વે વર્ષ 2023માં અમેરિકા માટે તેની વૃદ્ધિનું અનુમાન વધાર્યું છે, જે સોફ્ટ લેન્ડિંગનો સંકેત આપે છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના ડેટા સૂચવે છે કે ત્રીજા વર્ષે માર્કેટ બેલેન્સ ડેફિસિટ રહી શકે છે, જે ચાંદીના ભાવને વધુ ટેકો આપશે. બીજી તરફ, સૌર ઉર્જા, ઇલેક્ટ્રિક વાહન (EV), અને 5G જેવી ગ્રીન ટેકનોલોજીમાં ચાંદીની માંગ બજાર માટે વધુ આશા લાવે છે.
આ પણ વાંચો | સોનાના ભાવ દિવાળીમાં ક્યાં પહોંચશે, હાલના ભાવે ખરીદી કરવી કે કેમ? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી
ચાંદીના ભાવ આગામી સમયમાં હજી વધશે?
ઔદ્યોગિક માંગમાં વધારો ગ્રીમ ટેક્નોલોજીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તહેવારોની સિઝનમાં સ્થાનિક માંગને પગલે ચાંદીના ભાવમાં વધવાની ધારણા છે. જો કે, મંદીની ચિંતા હળવી થઈ છે. કારણ કે જો અર્થવ્યવસ્થાના વિકાસમાં કોઈ અનિશ્ચિતતા હશે તો સેફ હેવન તરીકે ચાંદીની માંગ વધશે. ઔદ્યોગિક અને કિંમતી ધાતુના ફંડામેન્ટલ્સ બંનેથી પ્રભાવિત હોવાથી, ચાંદીને બેવડા લાભથી ફાયદો થાય છે. ઐતિહાસિક રીતે, સ્થાનિક ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડા પછી વધારો જોવા મળ્યો છે અને અહેવાલમાં તેવી જ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.





