/indian-express-gujarati/media/media_files/2026/01/06/simple-energy-gen-2-launch-price-2026-01-06-17-19-19.jpg)
Simple Energy Gen 2 Launch Price : સિમ્પલ વન જેન 2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થયા છે. Photograph: (Simple Energy)
Simple Energy Gen 2 Launch In India : ભારતમાં એક પાવરફુલ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર Simple Energy Gen 2 લોન્ચ થયું છે, જે સિંગલ ચાર્જમાં 400 કિમી સુધી IDC રેન્જ આપતું હોવાનો કંપનીએ દાવો કર્યો છે. બેંગ્લોર સ્થિત ઓટોમોટિવ કંપનીએ Simple Energy આટલી લાંબી રેન્જ આપતું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી સૌને ચૌંકાવી દીધા છે. પાવરફુલ બેટરી, ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ અને એડવાન્સ ફીચર્સથી સજ્જ સિમ્પલ એનર્જી જેન 2 ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતના રોડ પર ધૂમ મચાવી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલા, ટીવીએસ અને બજાજ ચેતકના ઇલેક્ટ્રિક ટુ વ્હિલરને ટક્કર આપશે.
Simple Energy Gen 2 રેન્જ
Gen 2 લોન્ચ સાથે સેમ્પલ એનર્જી હવે કૂલ ચાર સ્કૂટર મોડલ ઓફર કરી રહી છે, જેમા Simple One Gen 2, Simple OneS Gen 2 અને નવું Simple Ultra શામેલ છે. કંપનીનું ધ્યાન અલગ અલગ પ્રકારના વાહન ચાલકની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ઇલેક્ટ્રિક સ્કૂટર તૈયાર કરવાનો છે. જેથી દરેક ચાલકને સારી રેન્જ, પર્ફોર્મન્સ અને વિશ્વાસપાત્ર ટેકનોલોજી મળી શકે.
Simple Ultra આ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સીરિઝનું સૌથી મોટું આકર્ષણ છે, જેમા 6.5 kWh બેટરી આવે છે, જે અત્યાર સુધીના ઇલેક્ટ્રિક સ્કૂટરની સૌથી મોટી બેટરી છે. તેની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે અને તે 0 થી 40 ટકા પ્રતિ કલાકની સ્પીડ માત્ર 2.77 સેકન્ડમાં પકડી લે છે. પર્ફોર્મન્સના મામલે આ ભારતનું સૌથી ઝડપી ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે માત્ર Simple OneS થી પાછળ છે. સિમ્પલ અલ્ટ્રા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર શો રૂમ પર જ બુક કરી શકાય છે.
Simple OneS Gen 2
સિમ્પલ વન્સ જેન 2 ઇલેક્ટ્રિક સ્કૂટર પહેલા કરતા વધારે રેન્જ અને ઉત્કૃષ્ઠ રાઇડિંગ અનુભવ સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેની IDC રેન્જ વધીને 190 કિમી થઇ ગઇ છે, તેમા3.7 kWh ની બેટરી આવે છે, જે 6.5 kW પીક પાવર અને 52 Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે અને તે 0 થી 40 કિમી પ્રતિ કલાકન સ્પીડ માત્ર 3 સેકન્ડમાં મેળવી લે છે. તેનું વજન ઘટીને 118 કિલો કરવામાં આવ્યું છે અને બ્રેકિંગ દૂર પણ ઘટીને 18.49 મીટર થઇ ગઇ છે.
Gen 2 માં શું નવું અપડેટ છે?
Simple One Gen 2 ઇલેક્ટ્રિ સ્કૂટરમાં ડિઝાઇન અને ફીચર્સ મામલે ઘણા ફેરફાર કરાયા છે. હવે 1 લીટરના ગ્લવ બોક્સ, અલગ ચાર્જિંગ પોર્ટ, નવું મિનિમલિસ્ટ ડેશબોર્ડ અને વધારે રાઇડર ફ્રેન્ડલી કન્ટ્રોલ્સ મળે છે. ઉપરાંત ટ્રેક્શન કન્ટ્રોલ, ચાર લેવલ રિજેનેરેટિવ બ્રેકિંગ અને ક્રૂઝ કન્ટ્રોલ જેવા એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્ય છે. સ્કૂટરનું વજન 8 કિલો ઓછું થયું છે અને તેના કર્બ વેટ 129 કિલોગ્રામ છે, અંડરસીડ સ્ટોરેજ વધીને 35 લીટર થયું અને સીટની ઉંચાઇ 780 મિમી રાખવામાં આવી છે.
પર્ફોર્મન્સ અન રાઇડિંગ મોડ્સ
નવા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 4.5 kWh બેટરી વેરિયન્ટ 6.4 kW પાવર અને 52 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 5 kWh વેરિયન્ટ 8.8 kW પાવર અને 72 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને સ્કૂટરમાં છ રાઇડિંગ મોડ્સ મળે છે - Eco X, Eco, Ride, Air, Sonic અને Sonic X. બ્રેકિંગ માટે બંને ટાયરમાં CBS ડિસ્ક બ્રેક આવે છે, જેને એડવાન્સ રિજેનેગેટિવ બ્રેકિંગ સપોર્ટ કરે છે.
ડિજિટલ અને કનેક્ટેડ રાઇડિંગ અનુભવ
સિમ્પલ વન જેન 2 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 7 ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે મળે છે, જ્યારે OneS Gen 2 વેરિયન્ટમાં નોન ટચ ડિસ્પ્લે આવેછે. બંને સ્કૂટર 5G e SIM, LTE કનેક્ટિવિટી અને બ્લૂટુથ સપોર્ટ કરે છે. તેમા કોલ મેનેજમેન્ટ, એપ ઇન્ટિગ્રેશન, કસ્ટમ થીમ્સ અને ઓવર ધ એર અપડેટ્સની સુવિધા મળે છે. Simple One Gen 2 મં ઇન બિલ્ટ મેપ નેવિગેન જ્યારેOneS Gen 2 માં ટર્ન બાય ટર્ન નેવિગેશન આપવામાં આવ્યું છે.
સેફ્ટી, સ્ટોરેજ અને ટેક્નોલોજી ફીચર્સ
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં Find My Vehicle, TPMS, ઇન્ટેલિજન્ટ રિજેનેરેટિવ બ્રેકિંગ અને Park Assist જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સિસ્ટમ Android 12 પર ચાલે છે. Simple One Gen 2 ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં 32 GB સ્ટોરેજ અને OneS Gen 2 વેરિયન્ટમાં 8 GB સ્ટોરેજ મળે છે. IP65 રેટિંગ સાથે આ સ્કૂટર દરેક સિઝનમાં વિશ્વાસપાત્ર પર્ફોર્મન્સ આપવાનો દાવો કરે છે.
કિંમત, ઉપલબ્ધતા અને ખાસ ઓફર
Simple Energy Gen 2 ઇલેક્ટ્રિક સ્કૂટર રેન્જ મર્યાદિત સમય માટે 1,39,999 રૂપિયાની આરંભિક કિંમત પર ઉપલબ્ધ છે. આ સ્કૂટર ભારતના 61 થી વધારે શહેરમાં હાજર Simple Energy શોરૂમ પર મળશે. ગ્રાહક Amazon અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઇન પણ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી શકે છે.
| વેરિયન્ટ | કિંમત |
| Simple Energy Gen 2 | 1.40 લાખ રૂપિયા |
| Simple Ones | 1.40 લાખ રૂપિયા |
| Simple One (4.5 kWh) | 1.70 લાખ રૂપિયા |
| Simple One (5 kWh) | 1.78 લાખ રૂપિયા |
લાઇફટાઇમ વોરંટી અને ચાર્જિંગ સપોર્ટ
Simple Energy એ ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં પહેલીવાર મોટર અને બેટરી પર લાઇફટાઇમ વોરંટી આપવાની ઘોષણા કરી છે. ઉપરાંત હોમ ચાર્જર પર 3 વર્ષ કે 30,000 કિમીની વ્હીકલ વોરંટી અને 3 વર્ષ કે 20,000 કિમીની ચાર્જર વોરંટી આપી છે. તમામ સ્કૂટર 750W ના પોર્ટેબલ હોમ ચાર્જરને સપોર્ટ કરે છે, જેનાથી બેટરી ચાર્જિંગ સરળતાથી થઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us