SIP Investment : સિપમાં રોકાણ વખતે આ 5 ભૂલ કરવી નહીં, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ વખતે આ બાબત ધ્યાનમાં રાખવી

SIP Investment Tips : સિપમાં રોકાણ એ લાંબા ગાળે અઢળક નાણાં મેળવવાનો બેસ્ટ વિકલ્પ છે,પરંતુ રોકાણકારોએ જંગી રિટર્ન મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતી વખતે કેટલી સામાન્ય ભૂલોને ટાળવી જોઇએ

SIP Investment Tips : સિપમાં રોકાણ એ લાંબા ગાળે અઢળક નાણાં મેળવવાનો બેસ્ટ વિકલ્પ છે,પરંતુ રોકાણકારોએ જંગી રિટર્ન મેળવવા માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતી વખતે કેટલી સામાન્ય ભૂલોને ટાળવી જોઇએ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
SIP Investment Tips | SIP Investment | systematic investment plan | mutual funds investment | personal finance tips | mutual fund sip investment tips

SIP Investment - સિપ એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો લોકપ્રિય વિકલ્પ છે.

SIP and Mutual Funds Investment Tips : સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ એક લોકપ્રિય રોકાણ પ્રક્રિયા છે જ્યાં વ્યક્તિઓ ચોક્કસ સમયગાળા દરમિયાન નિયમિતપણે મ્યુચ્યુઅલ ફંડમાં ચોક્કસ રકમનું રોકાણ કરે છે. સિપ એ લાંબા ગાળે સંપત્તિ સર્જન કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ રોકાણકારોએ શ્રેષ્ઠ પરિણામોની ખાતરી કરવા માટે ઘણી ભૂલો ટાળવી જોઈએ. સિપમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ખાતરી કરો કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના ઉદ્દેશ્ય, રિસ્ક પ્રોફાઇલ અને ચાર્જને સમજી લેવા જોઇએ.

Advertisment

અપુરતું માર્કેટ રિસર્ચ (Market Research)

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતી વખતે થતી સામાન્ય ભૂલોમાં એક છે પુરતા રિસર્ચ કે સંશોધન વગર સિપમાં રોકાણ કરવું. તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો તે સમજવું અગત્યનું છે, જેમાં તેમારે ભૂતકાળના દેખાવ, ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ, રોકાણની વ્યૂહરચના અને ખર્ચ ગુણોત્તરનો સમાવેશ થાય છે. યોગ્ય સંશોધન વિના આંખ આડા કાન કરીને SIPમાં રોકાણથી ઓછું વળતર મળી શકે છે.

નાણાકીય ઉદ્દેશ્ય (Financial Target)

સ્પષ્ટ નાણાકીય ઉદ્દેશ્ય વગર રોકાણ પ્રતિકૂળ હોઈ શકે છે. ચોક્કસ ધ્યેય રાખવાથી તમને રોકાણ કરવાની જરૂર છે તે રકમ અને તમારી SIPનો કાર્યકાળ નક્કી કરવામાં મદદ મળશે. તમે શા માટે રોકાણ કરો છો તે જાણવું મહત્વપૂર્ણ છે. તમારું નાણાકીય લક્ષ્ય શું છે? શું તમે રિટાયરમેન્ટ, બાળકના શિક્ષણ અથવા મકાન ખરીદવાના ડાઉન પેમેન્ટ માટે બચત કરો છો? સ્પષ્ટ ફાઇનાન્સિયલ ટાર્ગેટ રાખવાથી તમને યોગ્ય SIP પસંદ કરવામાં અને તમારા રોકાણો સાથે શિસ્તબદ્ધ રહેવામાં મદદ મળશે.

માર્કેટ ટાઇમિંગ સ્ટ્રેટેજી (market timing strategy)

ટૂંકા ગાળાની બજારની વધઘટના આધારે સિપ શરૂ કરીને અથવા બંધ કરીને માર્કેટને સમય આપવાનો પ્રયાસ કરવો એ એક ભૂલ છે. સિપ સમયાંતરે બજારની અસ્થિરતાને સરેરાશ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. બજાર પર આધારિત રાખવાથી તકો ગુમાવી શકાય છે અને ભાવનાત્મક નિર્ણય લેવાની સંભાવના રહે છે.

Advertisment

રોકાણની રકમ (investment amount)

સિપમાં તમારા દ્વારા રોકાણ કરવામાં આવનાર રકમ તમારા ફાઇનાન્સિયલ ટાર્ગેટ અને જોખમ ઉઠાવવાની ક્ષમતા પર નિર્ભર કરે છે. અલબત્ત તમારા ટાર્ગેટ સુધી પહોંચવા માટે પુરતી રકમનું રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે બહુ ઓછું રોકાણ કરશો તમને તમારા નાણાંકીય ધ્યેય હાંસલ કરવામાં વધારે સમય લાગશે અથવા તો તે હાંસલ થશે નહીં. તમે તમે વધારે રોકાણ કરશો તો તમને દર મહિને માસિક રોકાણ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

રોકાણમાં વિવિધતા (investment diversification)

જોખમ ઘટાડવા માટે રોકાણમાં વિવિધતા એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ડાઇવર્સિફિકેશન મહત્વપૂર્ણ છે. અલબત્ત વધારે ડાઇવર્સિફિકેશનથી રિટર્ન ઘટી શકે છે કારણ કે, મજબૂત પર્ફોર્મન્સ કરનાર ફંડનો પ્રભાવ ઘટી જાય છે. બીજી બાજુ એક ફંડમાં રોકાણ કરવાથી તમે બિનજરૂરી જોખમ પણ સહન કરવો પડી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ ડાઇવર્સિફિકેશન પ્ર્ત્યે સંતુલિત દ્રષ્ટિકોણ જાળવી રાખો.

આ પણ વાંચો |  રક્ષાબંધન પર બહેનને આપો ફાઇનાન્સિયલ ગીફટ, જીવનભર મળશે આર્થિક અને આરોગ્યની સુરક્ષા

રોકાણની સમીક્ષા અને એડજસ્ટમેન્ટ ન કરવું

સિપ લાંબા ગાળાના રોકાણ માટે છે, પરંતુ સમયાંતર પર તમારા પોર્ટફોલિયોની સમીક્ષા કરવી અને જો જરૂરી હોય તો એડજસ્ટ કરવું મહત્વપૂર્ણ છે. તમારી નાણાકીય સ્થિતિ, બજારની સ્થિતિ અને ફંડની કામગીરીમાં ફેરફાર માટે તમારી SIP એલોટમેન્ટમાં એડજસ્ટમેન્ટ કરવાની જરૂર પડી શકે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment