SIP Investment Tips : મૂડીબજારમાં ઇક્વિટી હોય કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરવામાં હંમેશા જોખમ રહેલું છે. આમાં રોકાણ કરતી વખતે, તમે વળતરના જૂના રેકોર્ડ જોઈ શકો છો, પરંતુ કોઈ ખાતરી આપી શકતું નથી કે તમને ભવિષ્યમાં આટલું વળતર મળશે. પરંતુ કેટલીક બાબતો એવી છે, જો તમે તેના પર ધ્યાન આપો તો સારા પરિણામ મળવાની શક્યતા વધી જાય છે.
રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો વિકલ્પ બની શકે છે. અહીં તમે નાની રકમનું રોકાણ કરીને પણ સારી કમાણી કરી શકો છો. રોકાણની આ એક અનુકૂળ રીત છે, જે ફંડ મેનેજરોની દેખરેખ હેઠળ કરી શકાય છે. એક વ્યાવસાયિક ફંડ મેનેજર તમારા નાણાંનું સંચાલન કરે છે અને તમારા માટે કયા શેર અથવા બોન્ડમાં રોકાણ કરવું તે નક્કી કરે છે.

SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) એ એક રોકાણની વ્યૂહરચના છે જે રોકાણકારને નિયમિત અને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવામાં મદદ કરે છે. રૂપિયાની સરેરાશ પડતર દ્વારા તે માર્કેટ ટાઈમની જરૂરિયાતને દૂર કરે છે. સાથે જ આમાં ચક્રવૃદ્ધિનો સંપૂર્ણ ફાયદો પણ મળી શકે છે. આવી સ્થિતિમાં, તમે અમુક ખાસ પ્રકારની SIP દ્વારા મહત્તમ લાભ મેળવી શકો છો.
ટોપ-અપ એસઆઈપી (Top-up SIP)
ટોપ અપ સિપ (Top-up SIP) દ્વારા તમે ચોક્કસ સમયે (દૈનિક, માસિક અને ત્રિમાસિક) પર ચોક્કસ ફંડમાં રોકાણ કરી શકો છો. આમાં એવી સુવિધા છે કે જેમ જેમ તમારી આવક વધે છે તેમ તમે SIPમાં રોકાણ કરાતી રકમ પણ વધારી શકો છો. SIP ટોપ-અપ તમને સમયાંતરે માસિક રોકાણની રકમ વધારવાની મંજૂરી આપે છે. SIP ટોપ-અપ દર વર્ષે ટકાવારી અથવા ચોક્સ રકમ તરીકે નિશ્ચિત કરી શકાય છે. ટોપ-અપ સિપમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે અને તેને 500 રૂપિયાના ગુણાંકમાં ગમે તેટલી વધારી શકાય છે.
ફેક્સિબલ એસઆઈપી (Flexible SIP)
ફ્લેક્સી SIP રોકાણકારને દર મહિને તેમના રોકાણની રકમ બદલવાની મંજૂરી આપે છે. જો રોકાણકારો નિશ્ચિત રકમનું રોકાણ કરવા માંગતા ન હોય અને તેમના રોકાણ પર વધુ નિયંત્રણ પસંદ કરતા હોય, તો તેઓ ફ્લેક્સી SIP પસંદ કરી શકે છે. ફ્લેક્સી એસઆઈપી દ્વારા, રોકાણકાર તેની એસઆઈપીની રકમ વધારી કે ઘટાડી શકે છે. રોકાણકારે તેના રોકાણ માટે ડિફોલ્ટ રકમ નક્કી કરવી પડશે. SIP તારીખના 7 દિવસ પહેલા, વ્યક્તિ પાસે તે મહિના માટે SIP રકમ બદલવાનો વિકલ્પ હોય છે. જો SIP રકમ બદલવાની ન હોય તો રોકાણ માટે ડિફોલ્ટ રકમ પસંદ કરવામાં આવે છે.
સ્માર્ટ એસઆઈપી (Smart SIP)
સ્માર્ટ રોકાણકારો તે છે જેઓ એવા સમયે રોકાણમાં વધારો કરે છે જ્યારે બજાર ઘટી રહ્યું હોય. તેમજ એવા સમયે જ્યારે માર્કેટની વેલ્યૂએશન વાજબી હોય છે, ત્યારે તેઓ રોકાણ કરવાનું ચાલુ રાખે છે અથવા તેને હોલ્ડ રાખે છે. જ્યારે બજાર ખૂબ મોંઘું બની જાય છે, ત્યારે તેઓ વધારાના રોકાણ અથવા વેચાણ કરવાનું ટાળે છે.

એવી જ રીતે, જ્યારે બજાર સસ્તું બને છે ત્યારે સ્માર્ટ એસઆઈપી તમારી માસિક એસઆઈપી રકમને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં બમણી કરે છે. તે જ સમયે, જ્યારે વાજબી મૂલ્ય હોય છે, ત્યારે તેઓ રોકાણ કરવાનું ચાલુ રાખે છે. તેમજ એવા સમયે, જ્યારે બજાર મોંઘું થાય છે, ત્યારે નવું રોકાણ અટકાવી દેવામાં આવે છે અથવા પ્રોફિટ બુકિંગ કરવામાં આવે છે.
પર્પેચ્યુઅલ એસઆઈપી (Perpetual SIP)
આવી એસઆઈપી સ્કીમમાં તમે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે તમે સામાન્ય રીતે દર મહિન તમારી પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સમયાંતરે રોકાણ કરો છો. જો તમે અંતિમ તારીખનો ઉલ્લેખ નથી કરતા તો, SIP મ્યુચ્યુઅલ ફંડને પર્પેચ્યુઅલ SIP કહેવામાં આવે છે. જ્યારે તમે એસઆઈપી મેનડેટ પર સહી કરો છો ત્યારે તમારી પાસે સમાપ્તિ-તારીખની કૉલમ ખાલી છોડી દેવાનો વિકલ્પ હોય છે. જો આ કૉલમ ખાલી છોડી દેવામાં આવે, તો તેનો અર્થ એ છે કે રોકાણકારે પર્પેચ્યુઅલ એસઆઈપી પસંદ કરી છે. આ SIP રોકાણકારને જ્યારે પણ જરૂરી હોય ત્યારે અથવા જ્યારે રોકાણકારે તેના નાણાકીય લક્ષ્યો હાંસલ કર્યા હોય ત્યારે નાણાં રિડીમ કરવાની મંજૂરી આપે છે. રોકાણની આ પદ્ધતિ સાવધાનીપૂર્વક પસંદ કરવી જોઈએ કારણ કે તેના માટે તમારે સમયાંતરે તમારા ભંડોળના પ્રદર્શન પર નજર રાખવાની જરૂર પડશે.
આ પણ વાંચો | SIPમાં પહેલીવાર રોકાણ કરી રહ્યા છો; ઊંચા વળતર માટે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખો
ટ્રિગર એસઆઈપી (Trigger SIP)
એક SIPમાં ટ્રિગર સુવિધા રોકાણકારોને તેમની જરૂરિયાત, કિંમત અને ઇન્ડેક્સ, ટાર્ગેટ અનુસાર પૂર્વ-નિર્ધારિત તારીખના આધારે લક્ષ્યાંકો નક્કી કરવામાં મદદ કરે છે.
(લેખક: ઓમકેશ્વર સિંઘ, સેમકો સિક્યોરિટીઝના હેડ રેન્ક એમએફ)





