SIP Investment Tips: એસપીઆઈમાં પહેલીવાર રોકાણ કરી રહ્યા છો; ઊંચા વળતર માટે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખો

SIP Investment Tips For First Time Investors : પ્રથમવાર રોકાણ કરનાર માટે મ્યુચ્યુઅલ ફંડ્સના એસઆઈપી પ્લાન સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. સીપમાં રોકાણ કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખવાથી તમને તમારા નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં સરળતા રહેશ

Written by Ajay Saroya
November 13, 2023 16:43 IST
SIP Investment Tips: એસપીઆઈમાં પહેલીવાર રોકાણ કરી રહ્યા છો; ઊંચા વળતર માટે આ પાંચ બાબતો ધ્યાનમાં રાખો
SIP Investment - સિપ એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો લોકપ્રિય વિકલ્પ છે. (Photo - Canva)

SIP Investment Tips For Higher Returns : પ્રથમવાર રોકાણ કરનાર લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ્ સૌથી બેસ્ટ વિકલ્પ છે. તેમાં એક સાથે રોકાણ કરી શકાય છે અથવા ચોક્કસ સમય પર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરી શકો છો. પ્રથમ વખતના રોકાણકારો માટે, ઓછા જોખમ સાથે ઊંચું વળતર મેળવવા માટે SIP એ એક બેસ્ટ વિકલ્પ છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે એકસાથે ઘણા પૈસા રોકાણ કરવાને બદલે માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. તમે તમારી આવક અને નાણાકીય લક્ષ્યાંકો અનુસાર સાપ્તાહિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે તેમા નાણાંનું રોકાણ કરી શકો છો. જો કે, પ્રથમ વખત SIP શરૂ કરતી વખતે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.

તમારા રોકાણના નાણાંકીય લક્ષ્યાંકો ઓળખો

SIP માં રોકાણ કરવાનું શરૂ કરતા પહેલા, તમારા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યાંક ચોક્કસપણે નક્કી કરો. આ બાબત તમને તમારા નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં કેટલા સમયમાં કેટલી રકમનું રોકાણ કરવું પડશે તે જાણવામાં મદદ કરશે. આવા નાણાંકીય લક્ષ્યાંકોમાં કાર ખરીદવા, ઘર ખરીદવું, બાળકોનું શિક્ષણ અથવા લગ્ન વગેરે હોઈ શકે છે. આવી સ્થિતિમાં, એક જ SIPમાં રોકાણ કરવું પુરતું રહેશે નહીં અને દરેક ધ્યેય અનુસાર એકથી વધારે એસઆઈપીમાં નાણાંનું રોકાણ કરી શકાય છે.

mutual funds | Mutual Fund Investment Tips | Mutual Fund returns | SIP
મ્યુચ્યુઅલ ફંડ્સએ માર્કેટમાં રોકાણ કરવાની સરળ અને સુવિધાજનક રીતે છે. (Photo – Canva)

મોંઘવારી પર પણ નજર રાખો

રોકાણ અંગેનો એક સોનેરી નિયમ એ છે કે, રોકાણ કરતી વખતે ફુગાવાને ધ્યાનમાં રાખો. એસઆઈપીમાં રોકાણ શરૂ કરતી વખતે, વ્યક્તિએ વર્તમાન અને ભાવિ અંદાજિત ફુગાવાને ધ્યાનમાં રાખવું જોઈએ. એવું જોવામાં આવ્યું છે કે ઘણા લોકો રોકાણ કરતી વખતે ફુગાવાને ધ્યાનમાં લેતા નથી, જેના કારણે તેમનું અસરકારક વળતર ઘટે છે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ કોઈપણ સમયગાળા માટે રોકાણ કરવા માટે એસપીઆઈની રકમ પસંદ કરતી વખતે ફુગાવાને ધ્યાનમાં રાખવો જોઈએ.

એસઆઈપી રોકાણની યોજના કાળજીપૂર્વક પસંદ કરો

બજારમાં રોકાણ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે – ઇક્વિટી ફંડ, ડેટ ફંડ અથવા હાઇબ્રિડ ફંડ વગેરે. તમે તમારી જોખમની ક્ષમતા, અપેક્ષિત વળતર અને રોકાણના સમયગાળા અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમે વધુ જોખમ લેવાની ક્ષમતા ધરાવો અને ઉચ્ચું વળતર ઈચ્છતા હોવ અને લાંબા ગાળાનું રોકાણ કરવા માંગતા હોવ તો ઈક્વિટી એસેટ ક્લાસમાં નાણાંનું રોકાણ કરવું વધુ સારું છે. જો તમારી ક્ષમતા ઓછું જોખમ લેવાની છે તો ડેટ ફંડમાં રોકાણ કરો અને જેમની જોખમ ક્ષમતા મધ્યમ હોય તેવા રોકાણકારો હાઈબ્રિડ ફંડ પસંદ કરી શકે છે પરંતુ તેમાં વળતર સરેરાશ હોઈ શકે છે. ઉપરાંત યોગ્ય ફંડ પ્લાન અને મ્યુચ્યુઅલ ફંડ કંપની પસંદ કરવી પણ મહત્વપૂર્ણ છે. બજારમાં ઘણી પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે જે ઘણી સ્કીમ્સ ઓફર કરે છે. જો બધા વિકલ્પો સારા વળતર આપતા ન હોય તો તમે કંપનીના ટ્રેક રેકોર્ડ, રોકાણની વેલ્યૂ, ભૂતકાળમાં સ્કીમનો દેખાવ, ફંડ મેનેજરની ક્ષમતા વગેરેના આધારે તમારો નિર્ણય લઈ શકો છો.

sip mutual funds
તમે દર મહિને રૂ. 500 જેટલી નાની રકમ સાથે SIPમાં રોકાણની શરૂઆત કરી શકો છો.

બધા નાણાંનું એક જ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ ન કરવું

એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એ છે કે તમારા સમગ્ર નાણાંને માત્ર એક જ ફંડ સ્કીમમાં રોકાણ કરવાને બદલે એક કરતાં વધુ વિકલ્પોમાં રોકાણ કરો. તમે તમારી જોખમ લેવાની ક્ષમતા અને અંદાજિત વળતર અનુસાર તમારા નાણાંનું રોકાણ કરી શકો છો. જોખમની ક્ષમતા ઉંમર, નાણાકીય જવાબદારીઓ, રોકાણનો કાર્યકાળ, આવક અને જવાબદારીઓ વગેરે પર આધાર રાખે છે. તમારા નાણાંને એક કરતાં વધુ વિકલ્પોમાં રોકાણ કરીને ડાઇવર્સિફિકેશન કરવાથી જોખમ ઘટાડવામાં મદદ મળે છે. આ માટે, તમે વિવિધ એસેટ ક્લાસ, સ્કીમ્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં નાણાંનું રોકાણ કરી શકો છો. જો કે, ચોક્કસ લિમિટથી વધારે ડાઇવર્સિફિકેશન પણ સલાહભર્યું નથી કારણ કે તે વળતર ઘટાડી શકે છે જ્યારે ઓછા વિકલ્પોમાં રોકાણથી જોખમ વધારે રહે છે.

આ પણ વાંચો | આ વખતે દિવાળી પર કરો આ 5 સંકલ્પ, જીવનભર ધન-સંપત્તિનો મળશે આશીર્વાદ

સમય સમય પર તમારા એસઆઈપી રોકાણને ચકાસો

રોકાણનો અર્થ એ નથી કે તમે કોઈ સ્કીમમાં પૈસા રોકો અને પછી તેને ભૂલી જાઓ. નિયમિત સમયાંતરે તેને ટ્રેક કરતા રહેવું મહત્વપૂર્ણ છે. જો તમને લાગતું હોય કે તમારા પૈસા અપેક્ષા મુજબ વધી રહ્યા નથી તો તે કાં તો ફંડની ખોટી પસંદગી અથવા નકારાત્મક બજારની સ્થિતિને કારણે હોઈ શકે છે. જો તમે નિયમિત અંતરાલે તમારા ફંડ્સની કામગીરી પર નજર રાખો છો તો તમે સમયસર તમારા નાણાકીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી પગલાં લઈ શકશો. જે ફંડનું પ્રદર્શન સારું ન દેખાતું હોય તે ફંડમાંથી તમે નાણાં ઉપાડી શકો છો અને તમારી જોખમની ક્ષમતા અનુસાર અન્ય ફંડમાં રોકાણ કરી શકો છો જે તમારા લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ