SIP Top Up: પગારમાં વધેલી રકમનું અહીં રોકાણ કરો, 10 વર્ષ બાદ વેલ્યૂએશન જોઇ દંગ થઇ જશો

Best Salary Increment Investment Benefits: જો પગાર વધારાની રકમનો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો સમાંયતર તમે આકર્ષક વળતર સાથે એક મોટું ભંડોળ બનાવી શકો છો. સેલેરીમાં ઇન્ક્રિમેન્ટની રકમના રોકાણ માટે ટોપ અપ એસઆઈપી શ્રેષ્ઠ વિકલ્પ છે.

Best Salary Increment Investment Benefits: જો પગાર વધારાની રકમનો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો સમાંયતર તમે આકર્ષક વળતર સાથે એક મોટું ભંડોળ બનાવી શકો છો. સેલેરીમાં ઇન્ક્રિમેન્ટની રકમના રોકાણ માટે ટોપ અપ એસઆઈપી શ્રેષ્ઠ વિકલ્પ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pigi bank, SIP Top Up scheme | mutual fund scheme | mutual fund investment | Best SIP Scheme | salary increment investment options

પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

SIP Top Up Investment Benefits: તાજેતરમાં ઘણા કર્મચારીઓના પગાર વધ્યા છે. પગાર વધવાથી કર્મચારીઓ ખુશ છે. સરેરાશ 5 ટકા થી 10 ટકા કે તેનાથી વધારે પગાર વધારો હોઇ શકે છે. જો વધેલા પગારનો યોગ્ય રીતે રોકાણ કરવામાં આવે તો આકર્ષક વળતર સાથે સમયાંતરે મોટું નાણાકીય ભંડોળ બનાવી શકાય છે. આ માટે મ્યુચ્યુઅલ ફંડ SIP અને દર વર્ષે તેમા ટોપ અપ સારો વિકલ્પ છે.

Advertisment

ટોપ-અપ SIP શું છે?

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક સિસ્ટમ છે, જ્યાં તમારા પૈસા એક જ સમયે એક સ્કીમમાં રોકાણ કરવાને બદલે, તમે માસિક ધોરણે રોકાણ કરો છો. એસઆઈપી સ્કીમ હેઠળ માસિક રોકાણ માટે લઘુત્તમ અથવા કોઈપણ રકમ નક્કી કરી શકાય છે. તેમજ દર વર્ષે આ રકમ એક નિશ્ચિત ટકાવારીમાં વધારો કરવાની રીતને ટોપ-અપ SIP કહેવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, જો તમે 5000 રૂપિયાની માસિક SIP સાથે રોકાણ કરવાનું શરૂ કર્યું અને 1 વર્ષ માટે દર મહિને 5000 રૂપિયા સ્કીમમાં જમા કરાવી રહ્યા છો. જ્યારે 13મા મહિનામાં તમે સમગ્ર વર્ષ (13 થી 24 મહિના) માટે આ રકમ 10 ટકા વધારવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આવી સ્થિતિમાં 13મા મહિનાથી 5000 રૂપિયાના બદલે 5500 રૂપિયા માસિક જમા કરવામાં આવશે. પછી 25મો મહિનો એટલે કે 2 વર્ષ પુરા થયા બાદ તમે ફરી 5500 રૂપિયાના 10 ટકા રોકાણની રકમ વધારી શકો છો. આ રીતે તમે ટોપ અપ એસઆઈપીમાં રોકાણની રકમ દર વર્ષે વધારી શકો છો.

Mutual Fund scheme | Mutual Fund investmet | mf direct plan | mf regular plan | best mutual funds scheme
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કાળજીપૂર્વક યોગ્ય ફંડ સ્કીમ પસંદ કરવી જોઇએ. (Photo - Freepik)
Advertisment

ઉદાહરણ 1: 10 વર્ષ માટે SIP ટોપ-અપ

  • SIPમાં શરૂઆતમાં માસિક રોકાણ : 5000 રૂપિયા
  • સમયગાળો : 10 વર્ષ
  • અંદાજિત વળતર: 12 ટકા
  • પ્રત્યેક 1 વર્ષે 10 ટકા ટોપ અપ
  • 10 વર્ષમાં કુલ રોકાણ: 956245 रुपये
  • 10 વર્ષ બાદ SIP વેલ્યૂ : 1687163 રૂપિયા (આશરે 17 લાખ રૂપિયા)
  • કુલ ફાયદો : 730918 રૂપિયા (આશરે 7.30 લાખ રૂપિયા)

ઉદાહરણ 2: 15 વર્ષ માટે SIP ટોપ-અપ

  • SIPમાં પ્રારંભિક માસિક રોકાણ : 5000 રૂપિયા
  • સમયગાળો : 15 વર્ષ
  • અપેક્ષિત વળતર : 12 ટકા
  • દર 1 વર્ષે 10 ટકા ટોપ અપ
  • 15 વર્ષમાં કુલ રોકાણ: 1906349 રૂપિયા
  • 15 વર્ષ પછી SIP વેલ્યૂ : 4341925 રૂપિયા (આશરે 43.50 લાખ રૂપિયા)
  • કુલ ફાયદો : 2435576 રૂપિયા (આશરે 24.35 લાખ રૂપિયા)

ઉદાહરણ 3: 20 વર્ષ માટે SIP ટોપ-અપ

  • SIPમાં પ્રારંભિક માસિક રોકાણ : 5000 રૂપિયા
  • સમયગાળો : 20 વર્ષ
  • અંદાજિત વળતર : 12 ટકા
  • દર 1 વર્ષે 10 ટકા ટોપ અપ
  • 20 વર્ષમાં કુલ રોકાણ : 3436500 રૂપિયા
  • 20 વર્ષ બાદ SIP મૂલ્ય: 9944358 રૂપિયા (આશરે 1 કરોડ રૂપિયા)
  • કુલ ફાયદો : 6507858 રૂપિયા (આશરે 65 લાખ રૂપિયા)
Investment Tips | personal finance tips | investment tips for beginners | how to save money | Saving Tips

એસઆઈપી ટોપ-અપ કરવાના ફાયદા

સામાન્ય રીતે, આવક પણ સમય સાથે વધે છે. જો તમે તમારી વધેલી આવકનો એક નાનો હિસ્સો રોકાણ કરવાનું ચાલુ રાખો છો, તો ચોક્કસ વય પછી તમે તમારા ઘણા નાણાકીય લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકો છો. જેઓ ધીમે ધીમે રોકાણ કરવાનું શરૂ કરે છે અને તેમની આવક વધારવાની સાથે તેમનું રોકાણ વધારવા માગે છે તેમના માટે ટોપ અપ SIP એ એક સારો વિકલ્પ છે. બંને પ્રથમ વખત અને અનુભવી રોકાણકારો ટોપ અપ SIP પસંદ કરી શકે છે.

આ પણ વાંચો | કેટલા વર્ષ સુધી PF ભરવાથી પેન્શન માટે હકદાર બની શકાય છે? લઘુત્તમ માસિક પેન્શન 7500 કરવા માંગ

(નોંધ: અમે અહીં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપતા નથી. અહીં SIP કેલ્ક્યુલેટર પર આધારિત માહિતી છે. બજાર જોખમને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Investment