Small Business Ideas: મહિલાઓ માટે 5 બેસ્ટ બિઝનેસ આઈડિયા, માત્ર 10000નું રોકાણ અને ઘરે બેઠા જંગી કમાણી

Small Business Ideas For Women From Home : મહિલાઓ માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરીને ઘરેથી નાનો ધંધો શરૂ કરી શકે છે. આ બિઝનેસમાં બહુ મહેનત કરવાની જરૂર નથી, તેમજ તમે તેમને ખૂબ જ સરળતાથી સંભાળી શકો છો.

Written by Ajay Saroya
December 11, 2025 16:58 IST
Small Business Ideas: મહિલાઓ માટે 5 બેસ્ટ બિઝનેસ આઈડિયા, માત્ર 10000નું રોકાણ અને ઘરે બેઠા જંગી કમાણી
Small Business Ideas For Women : મહિલા માટે ઓછા રોકાણ વાળા બિઝનેસ આઈડિયા. (Photo: Freepik)

Small Business Ideas For Women Form Home : જો તમે 50 વર્ષના છો અને ઘરે બેસીને પૈસા કમાવવા માંગો છો, તો તે એકદમ સરળ છે. તમે માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કરીને તમારા ઘરેથી નાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ વ્યવસાયમાં વધારે મહેનત કરવાની પણ જરૂર નથી, અને તમે તેમને ખૂબ સરળતાથી શરૂ કરી શકો છો. અહીં અમે તમને આવા 5 બિઝનેસ આઈડિયા જણાવી રહ્યા છીએ.

અથાણાં અને પાપડ બનાવવાનો બિઝનેસ

અથાણાં અને પાપડ બનાવવાનો ધંધો સૌથી સહેલો અને સૌથી નફાકારક બિઝનેસ છે. દરેક ઘરમાં અથાણાં અને પાપડ બનાવવામાં આવે છે. જો તમારી પાસે 10,000 રૂપિયા છે, તો તમે મસાલા, તેલ, મેંદા અને પેકિંગ જેવી વસ્તુઓ ખરીદો. પછી તમે તમારા ઘરના રસોડામાં જ અથાણાં અને પાપડ બનાવવાનું અને તેને વેચવાનું શરૂ કરી શકો છો. તમારા પડોશમાં, સંબંધીઓ અને દુકાનોમાં સપ્લાય કરો અને મોટી કમાણી કરી શકો છો.

અગરબત્તી બનાવવાનો ધંધો

અગરબત્તીનો ઉપયોગ માત્ર તહેવારોમાં જ નહીં પરંતુ દરરોજ થાય છે. આનો અર્થ એ છે કે તેની માંગ હંમેશા રહે છે. અગરબત્તી બનાવવાનો પાવડર, સુગંધિત તેલ, વાંસની સળી, પાણી, મિક્સિંગ માટે વાસણો 10,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. હવે તો અગરબત્તી બનાવવાના મશીન આવી ગયા છે. કોઇ મંદિર કે તમારી સોસાયટીની આસપાસની દુકાનોમાં અગરબત્તીની સપ્લાય કરીને સારી કમાણી કરી શકી શકાય છે.

ટિફિન સર્વિસ બિઝનેસ

તમે ઘરે બેઠા 50 વર્ષની ઉંમરે સરળતાથી ટિફિન સર્વિસ શરૂ કરી શકો છો. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે રસોઇ બનાવવાના વાસણ અને અનાજ – કરિયાણાની જરૂર પડશે. આ સાથે જ તમારે ભોજન પહોંચાડવા માટે અમુક ટિફિનની જરૂર પડશે. આ બધું 10,000 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. ઓફિસ જનારાઓને તમે ટિફિન આપી શકો છો, વિદ્યાર્થીઓ અથવા એકલા રહેતા લોકોને ટિફિન આપી શકો છો. આ કામ ઘરે બેઠા અને દરરોજ કરવામાં આવે છે, તેથી આવક સતત રહે છે.

હોમ બુટિક

તમે ઘરથી સસ્તા ભાવે બજારમાંથી સાડી, સલવાર સૂટ, દુપટ્ટા અથવા બાળકોના કપડાં ખરીદી અને વેચી શકો છો. 10,000 રૂપિયામાં, તમે 20 – 25 પીસ ખરીદને વેચવાની શરૂઆત કરી શકો છો. આવી ઘણી મહિલાઓ નાના નાના કાપડ માંથ મોટો વ્યવસાય કરે છે.

આર્ટિફિશયલ જ્વેલરી બિઝનેસ

આર્ટિફિશિયલ જ્વેલરીનો જમાનો છે. બજારમાં આર્ટિફિશયલ જ્વેલરીની બહુ માંગ રહે છે. આ વ્યવસાય 10000 રૂપિયામાં આરામથી શરૂ કરી શકાય છે. કારણ કે આ વ્યવસાય શરૂ કરવા માટે ઓછી મૂડીની જરૂર પડે છે. આ વ્યવસાયને વધુ સારી રીતે ચલાવવા માટે, માર્કેટ રિસર્ચ કરવું, યોગ્ય વિક્રેતા, ઓનલાઇન / ઑફલાઇન માર્કેટિંગ (ઇન્સ્ટાગ્રામ, ફેસબુક) પસંદ કરવું અને સારી બિઝનેસ સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ