scorecardresearch

થાપણદરો માટે ખુશીના સમાચાર : અઢી વર્ષ બાદ નાની બચત યોજનાઓના વ્યાજદર વધ્યા, જાણો હવે કેટલું વ્યાજ મળશે

small saving scheme interest rate : સરકારે લગભગ અઢી વર્ષ બાદ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.1 ટકાથી 0.3 ટકા (100 બેઝિસ પોઇન્ટ એટલે 1 ટકા) સુધીનો વધારો કર્યો છે. નાની બચત યોજનાઓના આ વ્યાજદર ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક માટે લાગુ રહેશે

થાપણદરો માટે ખુશીના સમાચાર : અઢી વર્ષ બાદ નાની બચત યોજનાઓના વ્યાજદર વધ્યા, જાણો હવે કેટલું વ્યાજ મળશે

small saving scheme interest rate : નાના બચત યોજનાઓ (small saving scheme)માં રોકાણ કરનાર લોકો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. સરકારે લગભગ અઢી વર્ષ બાદ નાની બચત યોજનાઓના વ્યાજદર (small saving scheme interest rate)માં 0.1 ટકાથી 0.3 ટકા (100 બેઝિસ પોઇન્ટ એટલે 1 ટકા) સુધીનો વધારો કર્યો છે. એક બાજુ લોનના વ્યાજદરો વધી રહ્યા છે જ્યારે નાની સરકારી બચત યોજનાઓના વ્યાજદર (interest rate) વધતા લોકોને થોડીક રાહત મળી છે. નાની બચત યોજનાઓના આ વ્યાજદર ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક માટે લાગુ રહેશે.

નાની બચત યોજનાઓમાં પોસ્ટ ઓફિસની વિવિધ યોજનાઓ (post office saving scheme), બચત થાપણો (saving deposit), કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (Senior Citizen Savings Scheme), મંથલી ઇન્કમ એકાઉન્ટ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Savings Certificate) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (Public Provident Fund Scheme) (PPFS), સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કિમ (Sukanya Samriddhi Account Scheme) વગેરેનો સમાવેશ થાય છે. નાની બચત યોજનાઓના વ્યાજદરની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે. અંદાજ કોરોના મહામાર આવ્યા બાદ સરકારે પહેલી વાત નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પહેલીવાર વધારો કર્યો છે.

નાની બચત યોજનાઓવ્યાજદર જુલાઇ- સપ્ટેમ્બર 2022વ્યાજદર ઓક્ટોબરથી ડિસેમ્બર 2022
બચત થાપણો 4.0%4.0%
1 વર્ષ5.5%5.5%
2 વર્ષ 5.5%5.7%
3 વર્ષ 5.5%5.8%
5 વર્ષ 6.7%6.7%
5 વર્ષ રિકરિંગ ડિપોઝિટ5.8%5.8%
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ7.4%7.6%
મંથલી ઇન્કમ એકાઉન્ટ6.6%6.7%
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ6.8%6.8%
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમ7.1%7.1%
કિસાન વિકાસપત્ર6.9% (124 મહિના)7.0% (123 મહિના)
સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ7.6%7.6%
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમના ફાયદાઓઃ-
આ યોજના (post office saving scheme)ની મુદ્દત 5 વર્ષની છે પરંતુ 5 વર્ષ બાદ નવા વ્યાજદરના હિસાબે તેને આગળ લંબાવી શકાય છે, એટલે કે આજીવન મંથલી ઇન્કમનો લાભ મળશે.
આ યોજના હેઠળ બેન્ક એફડી (bank FD)ની તુલનામાં વધારો રિટર્ન મળી રહ્યુ છે.
જો તમે દર મહિને પૈસા ન ઉપાડો તો તે તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં રહેશે અને મૂળ રકમમાં આ પૈસા ઉમેરાતા તેના આધારે વ્યાજ મળશે.
કોઇ પણ પોસ્ટ ઓફિસ (posr office)માં આ યોજનાનુ ખાતું ખોલાવી શકાશે.

Web Title: Small saving scheme interest rate post office saving scheme bank interest rate

Best of Express