/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-29T212320.262.jpg)
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજદરમાં ત્રિમાસિક ધોરણે ફેરફાર કરે છે. (Photo : Canva)
Small Savings Scheme Interest Rate for October December 2023: નાની બચત યોજનાના થાપણદારો અને રોકાણકારોને સરકારે તહેવારો પહેલા જ મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે નાની બચત યોજનાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. સરકારે માત્ર એક જ બચત યોજનાના વ્યાજદરમાં વધારો કર્યો જ્યારે અન્ય તમામ બચત યોજનાના વ્યાજદર સ્થિર રાખ્યા છે. આ વ્યાજદર 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2023 સુધી અમલમાં રહે છે. તમને જણાવી દઇયે કે, સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાના વ્યાજદરમાં સંશોધન કરે છે. જાણો નાની બચત યોજનાના નવા વ્યાજદર
કઇ નાની બચત યોજનાના વ્યાજદર વધાર્યા (Small Savings Scheme Interest Rate)
નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર- ડિસેમ્બર 2023 ત્રિમાસિક માટે નાની બચત યોજનાના નવા વ્યાજદરની જાહેરાત કરી છે. જેમાં માત્ર એક જ બચત સેવિંગ્સ સ્કીમના વ્યાજદરમાં વધારો કર્યો છે. સરકારે પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટના વ્યાજદરમાં 0.2 ટકાનો વધારો કર્યો છે. હવે 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર 6.5 ટકાના બદલે 6.7 ટકા વ્યાજદર વધશે.
પોસ્ટ ઓફિસ, SCSS, કેવીપી જેવી નાના બચત યોજનાના વ્યાજદર (Post Office Saving Scheme, PPF, KVC, SCSS Interest Rate)
કેન્દ્ર સરકારે 5 વર્ષની રિકવિંગ ડિપોઝિટ સિવાયની અન્ય તમામ નાની બચત યોજનાના વ્યાજદર સ્થિર રાખ્યા છે. એટલે કે આ બચત યોજનાના થાપણદારોને અગાઉના વ્યાજદર જેટલું જ રિટર્ન મળશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2023 માટે બચત થાપણના વ્યાજદર 4 ટકા સ્થિર રાખ્યા છે. તેવી જ રીતે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર 8.2 ટકા, મંથલી ઇન્કમ એકાઉન્ટ સ્કીમના 7.4 ટકા, નેશનલ સેવિંગ સર્ટિફિકેટના 7.2 ટકા અને પબ્લિક પ્રોવિડન્ડ ફંડ સ્કીમના સભ્યોને 7.1 ટકા વ્યાજદર મળશે. તો કિશાન વિકાસ પત્રના થાપણદારોને 7.5 ટકા અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.0 ટકા વ્યાજદર મળશે. નોંધનિય છે કે પીપીએફના વ્યાજદરમાં 1 એપ્રિલ, 2020થી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/durga.jpg)
આ પણ વાંચો | 1 ઓક્ટોબરથી ટીસીએસ, ડેબિટ- ક્રેડિટ કાર્ડ, એલઆઇસી પોલિસીના નિયમો બદલાશે; જાણો તમારા ખિસ્સા અને બચત પર કેવી અસર થશે?
નાની બચત યોજનાના નવા વ્યાજદર
| વિવિધ નાની બચત યોજના | નવા વ્યાજદર |
|---|---|
| બચત ખાતું | 4.0 ટકા વ્યાજદર |
| 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ | 6.9 ટકા વ્યાજદર |
| 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ | 7.0 ટકા વ્યાજદર |
| 3 વર્ષની સમય થાપણ | 7.0% વ્યાજ |
| 5 વર્ષની સમય થાપણ | 7.5% વ્યાજ |
| 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ | 6.7 ટકા વ્યાજદર |
| સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ | 8.2 ટકા વ્યાજદર |
| માસિક આવક ખાતાની યોજના | 7.4 ટકા વ્યાજદર |
| નેશનલ સેવિંગ સર્ટિફિકેટ | 7.7 ટકા વ્યાજદર |
| પબ્લિક પ્રોવિડન્ટ ફંડ | 7.1 ટકા વ્યાજદર |
| કિસાન વિકાસ પત્ર | 7.5% વ્યાજદર |
| સુકન્યા સમૃદ્ધિ યોજના | 8.0 ટકા વ્યાજદર |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us