Smartphone Buying Guide: સ્માર્ટફોન ખરીદતી વખતે માત્ર RAM અને કેમેરા જ નહીં, આ 7 બાબત બરાબર સમજીને નિર્ણય લો

Smartphone Buying Tips In Gujarati : સ્માર્ટફોન ખરીદતી વખતે કેમેરા અને બેટરી સહિત આ 7 બાબત વિશે પુરતી જાણકારી મેળવવી જરૂરી છે. જેથી મોબાઇલ ફોન પર સરળતાથી કામકાજ પતાવી શકાય છે તે પણ કોઇ અવરોધ વગર.

Written by Ajay Saroya
Updated : December 11, 2025 16:13 IST
Smartphone Buying Guide: સ્માર્ટફોન ખરીદતી વખતે માત્ર RAM અને કેમેરા જ નહીં, આ 7 બાબત બરાબર સમજીને નિર્ણય લો
Smartphone Buying Tips : સ્માર્ટફોન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. (Photo: Freepik)

Check 7 Features Before Buying Smartphone in 2025: સ્માર્ટફોન આજના સમયમાં બહુ જરૂરી ડિવાઇસ છે, જેના વડે ઘરે બેઠા ઘણા બધા કામ પતાવી શકાય છે. હાલ દરરોજ ઘણી કંપનીઓ નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે. આવી સ્થિતિમાં માત્ર બ્રાન્ડ જોઇને સ્માર્ટફોન ખરીદવાનો નિર્ણય યોગ્ય નથી. સ્માર્ટફોન ખરીદતી વખતે મોબાઇલ ફોનના કેમેરા અને રેમ સ્ટોરેજ સહિત આ 7 બાબત વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરીછે. સામાન્ય રીતે તમારી જરૂરિયાત મુજબ રેમ, સ્ટોરેજ, કેમેરા અને ફીચર્સ વાળા સ્માર્ટફોનની પસંદગી કરવી જોઇએ. ચાલો જાણીયે સ્માર્ટફોન ખરીદતી વખતે કઇ 7 બાબત વિશે જાણવું જરૂરી છે.

તમને સ્માર્ટફોનમાં કેટલી RAM જોઇએ?

RAM (રેમ)ને સ્માર્ટફોનની એક્ટિવ મેમેરી કહેવાય છે, જે એક સમયમાં ઘણા બધા કામ સરળતાથી કરવામાં મદદ કરે છે. જેવી રીતે કોઇ કામ વધારે લોકો હોય હોય તો ઝડપથી પતી જાય છે. તેવી જ રીતે વધારે RAM હોય તો ફોન વધારે એપ્લિકેશન સાથે પણ સરળતાથી ચલાવી શકાય છે. જો તમારું બજેટ ₹ 15,000 સુધ છે તો 6GB થી 8GB RAM પુરતી છે.

સ્માર્ટફોનમાં ક્યું પ્રોસેસર ઉત્તમ હોય છે?

પ્રોસેસર સ્માર્ટફોનની અસલી તાકત હોય છે, જે તેની સ્પીડ અને સંપૂર્ણ પર્ફોર્મન્સ નક્કી કરી છે. હાલના સમયે Snapdragon 8 Elite Gen 5 અને MediaTek Dimensity 9500 ને સૌથી ઉત્તમ પર્ફોર્મિંગ ચિપસેટ માનવામા આવે છે. ઉપરાંત ચિપની મેનોમીટર સાઇઝ પણ મહત્વપ ધરાવે છે. 3nm ચિપની તુલનામાં 4nm ચિપ વધુ ઝડપી, વધારે એફિશિએન્ટ અને પાવર સેવિંગ હોય છે.

AMOLED અને LCD ડિસ્પ્લે વચ્ચે તફાવત

બજારમાં મુખ્યત્વે LCD અને AMOLED ડિસ્પ્લે વાળા ફોન ઉપલબ્ધ છે. LCD એક પરંપરાહગત ડિસ્પ્લે ટેકનોલોજી છે, જે બેકલાઇટ મારફતે પ્રકાશ આપે છે. તો AMOLED ડિસ્પ્લેમાં પ્રત્યેક પિક્સલ જોતે પ્રકાશ આપે છે, જેનાથી કલર વધુ આકર્ષક અને કુદરતી દેખાય છે, તેમા પાવર પણ ઓછો વપરાય છે. LCD વાળા ફોન AMOLED ની તુલનામાં સસ્તા હોય છે. જો તમે OTT કન્ટેન્ટ વધારે જુઓ છો તો AMOLED ડિપ્લ્સે વાળો સ્માર્ટફોન ખરીદવો જોઇએ.

વધારે રિફ્રેશ રેટ એટલે સ્મૂધ એક્સપીરિયન્સ

રિફ્રેશ રેટનો અર્થ છે સ્ક્રીનને એક સેકન્ડમાં પોતાને કેટલી વખત રિફ્રેશ કરે છે. 60Hz પર સામાન્ય અનુભવ મળે છે, જ્યારે 90Hz અને 120Hz પર સ્ક્રોલિંગ અને એનિમેશન વધારે સ્મૂધ થઇ જાય છે. જો તમે મોબાઇલ ગેમના શોખીન છો તો 144Hz કે 165Hz રિફ્રેશ રેટ વાળો સ્માર્ટફોન ખરીદવો જોઇએ, પણ એ શરતે કે ચિપસેટ અે ગેમ આ સપોર્ટને સંભાળી શકે.

સ્માર્ટફોન કેમેરા મેગાપિક્સલ

સ્માર્ટફોન ખરીદતી વખતે મોટાભાગના લોકો કેમેરાના મેગાપિક્સલને વધારે મહત્વ આપે છે, જ્યારે હકીકત એ છે કે, ફોટોની ગુણવત્તા સેન્સર સાઇઝ અને અપાર્ચર પર વધારે નિર્ભર કરે છે. મોટું સેન્સર અને નાનું અપાર્ચર નંબર ઓછા પ્રકાશમાં પણ ઉત્કૃષ્ટ ફોટો કેપ્ચર કરે છે. આ સાથે જે ફોનમાં અલ્ટ્રાવાઇડ કેમેરા છે કે નહીં, તે પણ ચકાસો. તે ગ્રૂપ ફોટો અને લેન્ડસ્કેપ ફોટોમાં બહુ ઉપયોગી થાય છે.

સ્માર્ટફોન IP રેટિંગ ચેક કરો

સ્માર્ટફોનનું IP Rating એ ક્ષમતા દર્શાવે છે કે, તમારો મોબાઇલની વોટરપ્રફુ અને ડસ્ટ ફ્રી ક્ષમતા કેટલી છે. IP રેટિંગ જેટલું ઉંચું સ્માર્ટફોન પાણી અને ધૂળ સામે એટલી ઉંચી પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. IP68 સૌથી વિશ્વસનીય રેટિંગ મનાય છે. એટલે કે આ સ્માર્ટફોન 15 ફુટ ઉંડા પાણીમાં 30 મિનિટ સુધી ટકી શક છે. એક વાત ધ્યાનમાં રાખો કે ઘણી કંપનીઓ IP રેટિંગ હોવા છતાં પાણીમાં બગડવા પર સ્માર્ટફોનની વોરંટી આપતી નથી.

આ પણ વાંચો | Jolla Phone એટલે પ્રાઇવસીનો પાક્કો વાયદો, Android અને iOS વગર ચાલશે, ખાસિયત જાણી ચોંકી જશો

સ્માર્ટફોન AI ફીચર્સ

હાલના સ્માર્ટફોન નવી ટેકનોલોજી અને એડવાન્સ AI ફીચર્સથી સજ્જ હોય છે. ઘણા ફોનમાં AI ફીચર્સ આવે છે, જે ફોટો એડેટિંગ, ટેક્સ્ટ એડેટિંગ થી લઇ ડોક્યુમેન્ટ બનાવવાનું કામ જાતે કરે છે. એન્ડ્રોઇટ ફોનમાં આ ગૂગલના જેમિની એઆઈ મોડલથી ચાલે છે. ઘણી કંપનીઓ તેના સ્માર્ટફોનમાં પોતાના AI ફીચર્સ આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ