Smartphone Charger Safety Tips : સ્માર્ટફોન આજના સમયમાં માનવ જીવન માટે બહુ ઉપયોગી વસ્તુ છે. સ્માર્ટફોન વડે ઘરે બેઠા બેઠા ઘણા કામકાજ સરળતાથી પતાવી શકાય છે. તેમ છતાં ઘણા લોકો સ્માર્ટફોનની સેફ્ટી પ્રત્યે ઉદાસીન વલણ દાખવે છે. મોટાભાગના સ્માર્ટફોન સાથે કંપનીનું ચાર્જર આવે છે, જો કે ઘણા લોકો કંપની સિવાય અન્ય ચાર્જર વડે મોબાઇલ ચાર્જ કરે છે, જે ખરાબ વાત છે. મોબાઇલ ચાર્જર પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા સરકારી એજન્સી કન્ઝ્યુમર અફેર્સ (જાગો ગ્રાહક જાગો) ના X એકાઉન્ટ પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમા લોકોને અમુક પ્રકારના ચાર્જર વડે મોબાઇલ ચાર્જ ન કરવાની સલાહ આપી છે.
ઘણા લોકો કંપનીનું ચાર્જર ખોવાઇ કે ખરાબ થઇ જતા અન્ય કંપનીના ચાર્જર વડે સ્માર્ટફોન ચાર્જ કરે છે. આવા મોબાઇલ ચાર્જરને સબ સ્ટાન્ડર્ડ ચાર્જર કહેવાય છે., જે કોઇ પણ પ્રકારના સુરક્ષા માપદંડોનું પાલન કરતા નથી. આવા સસ્તા ચાર્જર મોબાઇલને નુકસાન પહોંચાડી શકે છે.
કન્ઝ્યુમર અફેર્સે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, સ્માર્ટફોન માટે ચાર્જર CRS માર્ક વગરનો ક્યારે ખરીદવો નહીં. CRS માર્ક વગરનું ચાર્જર તમારા મોબાઇલ ફોન અને તમારા જીવન માટે જોખમી સાબિત થઇ શકે છે. પોસ્ટમાં દેખાડ્યું છે કે, CRS માર્ક કેવું હોય છે.
સબ સ્ટાન્ડર્ડ ચાર્જર કેવા હોય છે?
- ચાર્જર ઉપર કોઇ બ્રાન્ડનું નામ છપાયેલું ન હોવું અથવા નકલી બ્રાન્ડ નામ હોય
- સર્ટિફિકેટ ન હોવું, તેના પર CRS માર્ક ન હોવો
- ખરાબ ગુણવત્તાના કમ્પોનન્ટ હોય છે
- અસલી ચાર્જર જેવી બનાવટ હોય
સબ સ્ટાન્ડર્ડ ચાર્જર થી સ્માર્ટફોનને શું નુકસાન થાય છે?
હકીકતમાં, સબ સ્ટાન્ડર્ડ ચાર્જરના કારણે તમારો સ્માર્ટફોન ખરાબ થઇ શકે છે. સ્માર્ટફોનમાં એક ચાર્જિંગ કેપેસિટી હોય છે. આવી સ્થિતિમાં સ્માર્ટફોનની બેટરી ઝડપથી ગરમ થાય છે, જેનાથી મોબાઇલને નુકસાન થઇ શકે છે.





