Smartphones launching in india in may 2024: સ્માર્ટફોન ખરીદવો છો? ચાલુ મે મહિનામાં એક થી એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવાની તૈયારીમાં છે. મોટોરોલા, રિયલમી, ઇન્ફિનિક્સ જેવી સ્માર્ટફોન કંપનીઓએ એપ્રિલ 2024 માં ભારતમાં તેમના સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. હવે મે મહિનામાં પણ નવા સ્માર્ટફોનની શ્રેણી અકબંધ રહેવા જઈ રહી છે. સેમસંગ, iQOO અને Infinix જેવી બ્રાન્ડે પોતાના અપકમિંગ ડિવાઇસ વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત ગૂગલ, વનપ્લસ જેવી કંપનીઓ પણ દેશમાં નવા ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચાલો અમે તમને મે 2024 માં લોન્ચ થઇ રહેલા અમુક બહુપ્રતિક્ષિત ફોન વિશે વિગતવાર જણાવીએ …
ગૂગલે પિક્સલ 8એ સ્માર્ટફોનના લોન્ચિંગની તારીખની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કંપની આ મહિને યોજાનારી I/O 2024 ડેવલપર્સ કોન્ફરન્સમાં નવો ફોન રજૂ કરે તેવી સંભાવના છે. પિક્સલ 8એ કંપનીનો નવો કોમ્પેક્ટ સ્માર્ટફોન હોઈ શકે છે જેમાં ફ્લેગશિપ પિક્સેલ 8 પ્રો વાળા ટેન્સર Tensor G3 ચિપસેટ મળે તેવી સંભાવના છે.
લેટેસ્ટ માહિતી અનુસાર, ગૂગલ પિક્સલ 8એ સ્માર્ટફોનમાં 6.1 ઇંચની સ્ક્રીન હશે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ હશે. ઉપરાંત નવા ફોનને IP67 રેટિંગ અને વાયરલેસ ચાર્જિંગ સાથે લોન્ચ કરવામાં આવે તેવી આશા છે. ડિવાઇસને 7 વર્ષથી સોફ્ટવેર અપડેટ્સ મળી રહ્યા હોવાના અહેવાલો પણ છે. આ હેન્ડસેટને દેશમાં 50,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરી શકાય છે.
સેમસંગ ગેલેક્સી એ55 (Samsung Galaxy F55)
સેમસંગ ગેલેક્સી એફ55 સ્માર્ટફોન સાથે સાઉથ કોરિયન કંપની ઘણા વર્ષો બાદ ફરી એકવાર ફોનમાં વીગન લેધર બેક પેનલ આપી રહી છે. આ મિડ રેન્જ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર અને 6.7 ઇંચની 120 હર્ટ્ઝ એમોલેડ સ્ક્રીન હોઇ શકે છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 આધારિત વનયુઆઈ 6.1 સાથે આવશે અને ઓછામાં ઓછા 4 મોટા એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડ મેળવવાની અપેક્ષા છે.
કિંમતની વાત કરીએ તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજવાળા ગેલેક્સી એફ 55 સ્માર્ટફોનના બેઝ વેરિયન્ટને ભારતમાં 25000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવી શકાય છે.
ઇન્ફિનિક્સ જીટી 20 પ્રોર (Infinix GT 20 Pro)
જો તમે સસ્તા ગેમિંગ સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા છો, તો ઇનફિનિક્સ જીટી 20 પ્રો એક પરફેક્ટ ઓપ્શન બની શકે છે. આ ફોન જીટી 10 પ્રોનું અપગ્રેડેડ વેરિયન્ટ છે જે ગયા વર્ષે આવ્યું હતું અને તેમાં મીડિયાટેક ડિમેન્સિટી 8200 પ્રોસેસર, 12 જીબી સુધીની રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.
આ સ્માર્ટફોન માં 6.78 ઇંચની OLED સ્ક્રીન છે જે 144 રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ ૩૬૦ હર્ટ્ઝ છે. મે મહિનાના બીજા સપ્તાહમાં લગભગ 25,000 રૂપિયાની કિંમત પર હેન્ડસેટ ઉપલબ્ધ કરાવી શકાય છે.
આઈક્યૂOO ઝેડ9એક્સ (iQOO Z9x)
આઈક્યૂOO ઝેડ9એક્સ સ્માર્ટફોન 16 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. આ બજેટ સ્માર્ટફોનને iQOO 12 જેવું કેમેરા મોડ્યુલ આપી શકાય છે. લીક થયેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે ડિવાઇસમાં સ્નેપડ્રેગન 6 જેન 1 પ્રોસેસર, 12 જીબી સુધીની રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવશે.
આ ડિવાઇસમાં 120 હર્ટ્ઝ એલસીડી ડિસ્પ્લે, 50 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 6000mAhની બેટરી જેવા ફીચર્સ હશે. હેન્ડસેટમાં 44W ફાસ્ટ ચાર્જિંગ મળશે. ફોનની કિંમત 20000 રૂપિયાથી ઓછી હોવાની આશા છે.
પોકો એફ6 (Poco F6)
શાઓમી ઇન્ડિયા દેશમાં સ્નેપડ્રેગન 8એસ Gen 3 પ્રોસેસર સાથેનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કરે તેવી સંભાવના છે. પોકો એફ સિરીઝના ફોન હંમેશાં વેલ્યૂ અને પર્ફોર્મન્સ માટે જાણીતા છે. આ પરંપરા આગામી પોકો એફ 6 સાથે પણ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોકો એફ6 ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલા રેડમી ટર્બો 3નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. બેઝ વેરિઅન્ટની કિંમત 30,000 રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે.
આ પણ વાંચો | રેડમી નોટ 13 પ્રો+ 5G વર્લ્ડ ચેમ્પિયન એડિશન ભારતમાં લોન્ચ, શાનદાર સ્માર્ટફોન ડિસ્કાઉન્ટમાં ખરીદવાનો મોકો
વનપ્લસ નોર્ડ 4 (OnePlus Nord 4)
વનપ્લસ મે મહિનામાં તેની નોર્ડ સિરીઝનું નવું ફ્લેગશિપ ડિવાઇસ લોન્ચ કરી શકે છે. વનપ્લસ નોર્ડ 4માં સ્નેપડ્રેગન 7+ Gen 3 SoC મળવાની આશા છે.
આ સ્માર્ટફોન ઓક્સિજનઓએસ 14, એલર્ટ સ્લાઇડર અને 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ બેઝલ-લેસ ડિસ્પ્લે સાથે આવશે. નોર્ડ 4 ની ડિઝાઇન તાજેતરમાં લોન્ચ થયેલા OnePlus Nord CE 4 જેવું જ હોઈ શકે છે. વનપ્લસ નોર્ડ 3ની કિંમત 30,000 રૂપિયાથી શરૂ થવાની આશા છે.





