Smartphone Safety Tips: મોબાઈલ વરસાદના પાણીમાં પલળી ગયો છે તો ગભરાશો નહીં, આ 4 ટીપ્સ તમારા ફોનને બગડતા બચાવશે

Top 5 Tips to Keep Your Smartphone Safe in Monsoon: મોબાઈલ ફોન ચોમાસામાં વરસાદના પાણીથી સુરક્ષિત રાખવું જરૂરી છે. અહીં આપેલી 4 ટીપ્સ અનુસરી તમારા મોબાઇલને બગડતા બચાવી શકાય છે.

Top 5 Tips to Keep Your Smartphone Safe in Monsoon: મોબાઈલ ફોન ચોમાસામાં વરસાદના પાણીથી સુરક્ષિત રાખવું જરૂરી છે. અહીં આપેલી 4 ટીપ્સ અનુસરી તમારા મોબાઇલને બગડતા બચાવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mobile care Tips in Monsoon | smartphone safety tips in monsoon

Tips to Keep Your Smartphone Safe in Monsoon : ચોમાસામાં મોબાઈલ ફોન સુરક્ષિત રાખવાની ટીપ્સ. (Photo: Freepik)

Safety Tips To Protect your Smartphone During Monsoon: આજના સમયમાં મોબાઈલ ફોન બહુ ઉપયોગી ચીજ બની ગઇ છે. સ્માર્ટફોનથી આંગળીના ટેરવાં પર ઘણા બધા કામકાજ બેઠા બેઠા થઇ જાય છે. સ્માર્ટફોન વાપરતી વખતે બહુ સાવધાની રાખવી જરૂરી છે, ખાસ કરીને ચોમાસાના વરસાદમાં મોબાઈલની અંદર પાણી ઘુસી જવાથી બગડી શકે છે. ચોમાસાના વરસાદનું પાણી સ્માર્ટફોનની અંદર જંતુ રહેતો ગભરાશો નહીં, અહીં આપેલી 4 ટીપ્સ વડે તમારા મોબાઇલને બગડતા બચાવી શકાય છે.

Advertisment

સ્માર્ટફોન સ્વિચ ઓફ કરો

સ્માર્ટફોનમાં પાણી જતું રહે તો સૌથી પહેલા મોબાઇલ સ્વિચ ઓફ કરી દો. ફોન સ્વિચ ઓફ ન કરવામાં આવે તો શોર્ટ સર્કિટ થઇ શકે છે. જો પાણીમાં પડી ગયા બાદ ફોન ઓટોમેટિક બંધ થઇ જાય તો ચાર્જિંગમાં લગાવી મોબાઇલ ચાલુ કરવાની કોશિશ કરવી નહીં, ફોનની અંદરનું પાણી સુકાય ત્યાં સુધી રાહ જુઓ.

હેર ડ્રાયર કે બ્લોઅર વાપરવો નહીં

વરસાદનું પાણી મોબાઇલ ફોનમાં જતું રહે તો ઘણા લોકો હેર ડ્રાયર કે બ્લોઅર વડે પાણી સુકવવાની કોશિશ કરી છે, જે યોગ્ય રીત નથી. ગરમ હવાથી મોબાઇલના પાર્ટ્સને નુકસાન થઇ શકે છે. આથી પાણીમાં પલળેલા ફોનને સ્વિચ ઓફ કરી પંખાની હવામાં સુકાવા દો. જો ફોન ચાલુ ન થાય તો સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.

ચોખાના ડબ્બામાં ફોન મૂકો

ફોનની અંદરનું પાણી શોષવા અને ભેજ દૂર કરવા માટે મોબાઇલને ચોખાના ડબ્બામાં મૂકવો જોઇએ. પાણીમાં ભીના થયેલો મોબાઇલ ફોન 24 થી 48 કલાક સુધી ચોખા ભરેલા વાસણમાં મૂકી રાખો. ચોખા ફોનમાં રહેલું પાણી શોષી લેશે.

Advertisment

વોટરપ્રુફ બેગ વાપરો

ચોમાસામાં વરસાદના પાણીથી મોબાઈલ ફોન સુરક્ષિત રાખવા વોટરપ્રુફ બેગનો ઉપયોગ કરવો જોઇએ. ઉપરાંત પાણી વાળા ભીના હાથે ફોનની સ્કીનને ટચ કરવાનું ટાળો. ભેજ વાળી જગ્યા પર મોબાઇલ ફોન મુકવો જોઇએ નહીં.

સ્માર્ટફોન ચોમાસું વરસાદ ટેકનોલોજી બિઝનેસ