Smartphone Security: હાલમાં, સમગ્ર વિશ્વમાં લાખો લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ, લગભગ 2.5 અબજ સ્માર્ટફોન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે એટલે કે વિશ્વની લગભગ એક તૃતીયાંશ વસ્તી SMS, ટેક્સ્ટ, ફોટો ટ્રાન્ઝેક્શન અને ઑડિયો-વિડિયો કૉલ્સનો ઉપયોગ કરી રહી છે. હવે જ્યારે હેકિંગ અને સાયબર ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે પહેલો પ્રશ્ન એ છે કે, તમારા સ્માર્ટફોનને કેવી રીતે સુરક્ષિત રાખવો? અમે તમને મોબાઈલ પ્રોટેક્શન સંબંધિત 7 ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ તમે તમારા સ્માર્ટફોનમાં તમારી પ્રાઈવસીને સુરક્ષિત રાખવા માટે કરી શકો છો.
તમારી ડિવાઈસને પાસવર્ડથી લૉક રાખો (Lock your device with a passcode)
સ્માર્ટફોન સુરક્ષા માટે આ પ્રથમ પગલુ છે. જો કોઈ તમારો ફોન હાથમાં લઈ લે અને ફોન લોક ન હોય તો કોઈ પણ વ્યક્તિ તમારી એપમાંથી ડેટા લઈ શકે છે. જેથી તમારા ફોન પર પાસકોડ સેટ કરો અને જ્યારે પણ તમને તેની જરૂર હોય ત્યારે તેને અનલૉક કરો. આ સિવાય ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ મોટાભાગના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. તમે આ સુરક્ષા સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકો છો.
શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો (Avoid suspicious links)
જો તમને ઇમેઇલ અથવા ટેક્સ્ટમાં કોઈ લિંક પ્રાપ્ત થાય છે, તો તેના પર એકદમ વિશ્વાસ કરશો નહીં. તમને આ લિંક કોણે મોકલી છે અને જો તમે તે યુઝરને જાણતા નથી તો તે લિંક પર ક્લિક કરવાનું વિચારશો નહીં. ખોટા ઈમેલ, ટેક્સ્ટ અને મેસેજ દ્વારા લોકોને છેતરવું એ સૌથી સામાન્ય સાયબર ક્રાઈમ પદ્ધતિ છે અને તેને ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે.
તમારા ફોનનું સોફ્ટવેર તરત જ અપડેટ કરો (Update your software immediately)
જ્યારે પણ તમારા ડિવાઈસ માટે સોફ્ટવેર અથવા સુરક્ષા અપડેટ રોલઆઉટ કરવામાં આવે છે, ત્યારે તેને તરત જ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો. આ અપડેટ્સમાં મોટાભાગે સિક્યોરિટી ફિક્સ, વલ્નરેબિલીટી પેચ અને અન્ય જરૂરી ફિક્સ હોય છે.
દરેક એકાઉન્ટ માટે યુનક પાસવર્ડનો ઉપયોગ કરો (Use unique passwords for every account online)
દરેક એકાઉન્ટ માટે સમાન પાસવર્ડનો ઉપયોગ કરશો નહીં. જ્યારે સાયબર ક્રિમિનલોને યુઝરનો એક પાસવર્ડ ખબર પડી જાય છે, ત્યારે તેઓ તે યુઝરના દરેક એકાઉન્ટમાં સેંઘ કરવાનો પ્રયાસ કરે છે. તેથી માત્ર બધા એકાઉન્ટમાં એક જ પાસવર્ડનો ઉપયોગ કરીને આ જોખમ ન લેશો. યુનિક અને ક્રેક કરવા માટે મુશ્કેલ પાસવર્ડ બનાવવાની શ્રેષ્ઠ રીત છે પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવો. પાસવર્ડ મેનેજરનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા બધા પાસવર્ડ યાદ રાખે છે. આ ઉપરાંત, તમે તમારા પાસવર્ડ તરીકે યાદગાર વાક્યો અથવા પાસ ફ્રેઝ પણ બનાવી શકો છો. જો તમારે તમારા પાસવર્ડ્સ લખવાની જરૂર પડતી હોય, તો પણ તેને તમારા કમ્પ્યુટર પર ક્યારેય સેવ ન કરશો.
ખુલ્લા Wi-Fi નેટવર્ક્સ પર VPN નો ઉપયોગ કરો (Use a VPN on open Wi-Fi networks)
કેટલીકવાર આપણે ઓપન Wi-Fi નો ઉપયોગ કરવાની જરૂર પડે છે. જ્યારે પણ આપણે બહાર હોઈએ અથવા ક્યાંક મોલ, ઓફિસ કે રેલ્વે સ્ટેશન પર હોઈએ ત્યારે ઓપન વાઈ-ફાઈનો ઉપયોગ કરવાનું ટાળો પરંતુ જો તમારે કોઈ બેંકિંગ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારા મોબાઈલમાં VPN એપનો ઉપયોગ કરો. આમ કરવાથી તમારી ઓનલાઈન ઓળખ છતી થતી નથી અને સાયબર ક્રિમિનલોની નજરમાં આવ્યા વિના તમે સુરક્ષિત રીતે ઓપન વાઈ-ફાઈનો ઉપયોગ કરી શકો છો.
હંમેશા વિશ્વસનીય એપ સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરો (Download apps from reputable app stores)
iPhone અને iPad માટે, Apple App Store પરથી એપ ડાઉનલોડ કરો, જ્યારે Android ઉપકરણો માટે, Google Play Store પરથી એપ ડાઉનલોડ કરો. માલવેર ડેવલપર્સ માટે નકલી મેલિશસ એપ બનાવવી અને તેમને થર્ડ-પાર્ટ સાઈટ પર ઉપલબ્ધ કરાવવી ખૂબ જ સામાન્ય છે જેથી જ્યારે કોઈ એપ ડાઉનલોડ કરો, ત્યારે તમારો સમગ્ર ડેટા અથવા ડિવાઈસ હેક થઈ જાય છે. જેથી અધિકૃત એપ સ્ટોર વધુ સુરક્ષિત છે અને એપ ડેવલપર્સ માટે સખત નિયમો અને શરતો ધરાવે છે.
તમારો ડેટા ક્લાઉડ પર બેકઅપ લો (Backup your data to the cloud)
જો તમે તમારો ડેટા ક્લાઉડ પર સ્ટોર કરો છો, તો તમે તમારા ટેન્શનને ઘણું ઓછું કરી શકો છો. જો તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો પણ તમારી બધી એપ્સ, ડેટા, ફોટા અને વીડિયોનું બેકઅપ લઈ શકાય છે.