Smartphone Tips : સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદવો છે? મોબાઇલમાં આ બાબત જરૂર ચેક કરવી, નહીંત્તર પછતાશો

Second Hand Mobile Buying Tips In Gujarati : જો તમે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તો, અમુક બાબતો ચેક કરવી જરૂરી છે. નહીંત્તર તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા રહે છે.

Second Hand Mobile Buying Tips In Gujarati : જો તમે સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તો, અમુક બાબતો ચેક કરવી જરૂરી છે. નહીંત્તર તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા રહે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Second Hand Smartphone Buying Guide | Second Hand Mobile Buying Tips | Used Phone Buying Guide | Smartphone tips

Second Hand Smartphone Buying Guide : સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે કાળજી રાખવી જોઇએ. (Photo: Freepik)

Second Hand Mobile Buying Tips In Gujarati : સ્માર્ટફોન આજના સમયમાં એક આવશ્યક ચીજ બની ગઇ છે. ઘરે બેઠાં સ્માર્ટફોન વડે ઘણા બધા કામકાજ ઓનલાઇન પતાવી શકાય છે. બજારમાં અલગ અલગ કિંમતના ઘણા બધા સ્માર્ટફોન અ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનને હાલ સ્ટેટ્સ સિમ્બોલ તરીકે જોવા મળે છે. ઘણા લોકો લાંબા સમય સુધી એક જ સ્માર્ટફોન વાપરે છે તો અમુક લોકોને લેટેસ્ટ સ્માર્ટફોન વાપરવાનો શોખ હોય છે. બજારમાં નવા સ્માર્ટફોનની સાથે સાથે સેકન્ડ હેન્ડ ફોન પણ મોટા પ્રમાણમાં વેચાય છે.

Advertisment

સેકન્ડ હેન્ડ મોબાઇલ ઘણી વખત ચોરાયેલા હોય છે, તેની બેટરી ખરાબ હોય છે અથવા અંદરના પાર્ટ્સ બદલી નાંખેલા હોય છે. જો તપાસ્યા વગર સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદશો તો પાછળથી પછતાવો થશે. જો તમે પણ સેકેન્ડ હેન્ડ મોબાઇલ ખરીદવાનું વિચારો છો તો, તે ખરીદતા પહેલા આ બાબત ચકાસવી જરૂરી છે.

સેકન્ડ હેન્ડ મોબાઇલ ખરીદતી વખતે તેની ફિઝિકલ કન્ડિશન ધ્યાનથી જુઓ. મોબાઇલની સ્ક્રીનમાં સ્ક્રેચ, ડેડ પિક્સલ, ક્રેક, કેમેરા લેન્સ પર સ્ક્રેચ અને બોડી પર ડાઘ તો નથી ને. જો આવી કઇ પણ નિશાની દેખાય તો સમજવું કે ભવિષ્યમાં સ્માર્ટફોનમાં મોટી ખરાબી આવી શકે છે.

યુઝ્ડ સ્માર્ટફોન ખરીદતી વખતે તેના હાર્ડવેર અને બેટરી પર્ફોર્મન્સ ટેસ્ટ કરવો જોઇએ. આ દરમિયાન સ્પીકર, માઇક્રોફોન, વોલ્યૂમ બટન, કેમેરા, ચાર્જિંગ પાર્ટ અને બેટરી બેકઅપની તપાસ કરો. જો કોઇ મુશ્કેલી દેખાય તો આવા સેકેન્ડ હેન્ડ ફોન ખરીદવા જોઇએ નહીં.

Advertisment

આ બધી બાબતની તપાસ કર્યા બાદ સ્માર્ટફોનને ફેક્ટરી રિસેટ કરો. ત્યાર પછી જુનો એકાઉન્ટ ડિલિટ કર્યા બાદ જ તે ખરીદવો. જો તમે આવું નહીં કરો તો પાછળથી મુશ્કેલી ઉભી થઇ શકે છે.

આ પણ વાંચો | સ્માર્ટફોન ખરીદતી વખતે માત્ર RAM અને કેમેરા જ નહીં, આ 7 બાબત બરાબર સમજીને નિર્ણય લો

આ તમામ બાબતની તપાસ કર્યા પછી સેકન્ડ હેન્ડ મોબાઇલ ખરીદો. તમે સ્માર્ટફોન ઓનલાઇન ખરીદો કે ઓફલાઇન, વેચનાર પાસેથી મોબાઇલ ફોનનું બિલ અને અન્ય ડોક્યુમેન્ટ લઇ લો. જો આ બધી બાબતનું ધ્યાન રાખવામાં આવે તો છેતરપિંડીથી બચી શકાય છે અને ઓછી કિંમતમાં સારો સ્માર્ટફોન ખરીદી શકાય છે.

ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન