Solar Air Conditioner : આ એસી ખરીદો, લાઇટના બિલની ચિંતા નહીં રહે

Solar Air Conditioner : આ ત્રણ સોલાર એસી તમારા માટે બેસ્ટ બની શકે છે. આજે જ તમારું શ્રેષ્ઠ એસી પસંદ કરો અને તમારા વીજળીના બિલને શૂન્ય કરો અને તમારા ઘરને બરફ જેટલું ઠંડુ રાખો

Written by Ashish Goyal
Updated : May 13, 2025 22:04 IST
Solar Air Conditioner : આ એસી ખરીદો, લાઇટના બિલની ચિંતા નહીં રહે
સોલાર એસી એક પ્રકારનું એર કન્ડીશનર છે જે સૌર ઉર્જા પર ચાલે છે (પ્રતિકાત્મક તસવીર)

Solar Air Conditioner: દેશમાં સખત ગરમી પડી રહી છે. પંખો હોય તો પણ ઘરની અંદર પણ પરસેવો વળી રહ્યો છે. આવા સમયે એસી ઘણા કામ આવે છે. જોકે એસીના કારણે વીજળીના બીલથી ચિંતા રહે છે. જોકે હવે એવી ટેકનોલોજીવાળા એસી બજારમાં આવ્યા છે જે વીજળી વગર ઘરને બરફની જેમ ઠંડું રાખશે. હા, તમે સાચું સાંભળ્યું – સોલાર એસી, હવે શહેરોથી ગામડાઓ સુધી દરેક જગ્યાએ આ એસી ની ભારે માંગ છે.

સોલાર એસી શા માટે શ્રેષ્ઠ છે?

સોલાર એસી એક પ્રકારનું એર કન્ડીશનર છે જે સૌર ઉર્જા પર ચાલે છે. પરિણામે તે દિવસના કોઈપણ સમયે સીધા સૂર્યપ્રકાશમાંથી ગરમી શોષી લે છે અને ઘરને ઠંડુ રાખે છે. પરિણામે વીજળીનું બિલ શૂન્યની નજીક આવી જાય છે.

બજારમાં વાયરલ થયેલા 3 સોલાર એસી

NEXUS SOLAR AC : સ્પ્લિટ અને વિન્ડો બંને મોડેલમાં ઉપલબ્ધ છે. વિન્ડોની કિંમત 34,500 રૂપિયાથી શરૂ થાય છે. અને સ્પિલ્ટ 35,718 રૂપિયા છે. તેમાં AI ટેકનોલોજી છે, તાપમાનને આપમેળે નિયંત્રિત કરી શકે છે. હોમ ડિલિવરી અને ઇન્સ્ટોલેશન સુવિધાઓ છે. આ બ્રાન્ડનું સ્પ્લિટ એસી ફક્ત 5 મિનિટમાં રૂમને ઠંડુ કરી શકે છે અને તેનું જાળવણી પણ ઓછી છે. કંપનીની વેબસાઇટ પર બધા મોડેલો અને કિંમતોની યાદી છે.

EXALTA SOLAR AC: તેની કિંમત 46 હજાર રૂપિયાથી શરૂ થાય છે. સૌથી વધુ કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા છે. તેનું મહત્તમ કામ કરવાનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ છે. તે ડ્યુઅલ કૂલિંગ અને હીટિંગ મોડમાં ચાલે છે. આખું વર્ષ AC વાપરનારાઓ માટે આ AC શ્રેષ્ઠ છે.

MOSETA SOLAR AC : આ એસીની કિંમત 35,650 રૂપિયાથી શરૂ થાય છે. સૌથી વધુ કિંમત 2 લાખ 37 હજાર રૂપિયા છે. તેમાં ઇન્વર્ટર ટેકનોલોજી છે. હોમ ડિલિવરી અને ઇન્સ્ટોલેશન સુવિધાઓ ઉપલબ્ધ છે. મજબૂત ઠંડક ક્ષમતા છે અને ઓછો અવાજ કરે છે. આ એસી વીજળી બિલ વિના ઘરને ઠંડુ રાખે છે.

આ પણ વાંચો – આ મોડ ખૂબ જ બેસ્ટ છે, 10 કલાક એસી ચલાવવાથી પણ વીજળીનું બિલ ઓછું આવે છે, ખબર છે?

શૂન્ય વીજળી બિલ વિશે શું?

સોલાર પેનલ્સની મદદથી એસી દિવસના મોટાભાગના સમય માટે વીજળી વિના ચલાવી શકાય છે. જો બેટરી બેકઅપ અથવા ઇન્વર્ટર જોડાયેલ હોય તો આ AC રાત્રે પણ કામ કરે છે

આ ત્રણ સોલાર એસી તમારા શ્રેષ્ઠ બજેટ મિત્ર બની શકે છે. આજે જ તમારું શ્રેષ્ઠ એસી પસંદ કરો અને તમારા વીજળીના બિલને શૂન્ય કરો અને તમારા ઘરને બરફ જેટલું ઠંડુ રાખો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ