/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Sony-Reon-Pockt-5-Portable-AC.jpg)
સોની દ્વારા લોન્ચ રિઓન પોકેટ 5 પ્રોટેબલ એસી ડિવાઈસ ગળામાં પહેરી શકાશે
સૌથી સસ્તું પોર્ટેબલ AC, Sony Reon Pockt 5 : Sony એ ખાસ કરીને ગરમીથી પરેશાન ગ્રાહકોને ધ્યાનમાં રાખીને એક હાઇ-ટેક ગેજેટ લોન્ચ કર્યું છે. સોનીનું નવું ગેજેટ બોડી એર કંડિશનર છે, જે ગમે ત્યાં પહેરી શકાય છે. આ પોર્ટેબલ AC ને તમે તમારા શર્ટની પાછળ ફીટ કરી શકો છો. સોનીએ આ નવીન ટેક્નોલોજી વડે હલચલ મચાવી છે અને સૌથી મહત્વની વાત એ છે કે, હવે લોકો પરંપરાગત હેન્ડ પંખાને બદલે આ એસી દ્વારા ગરમીથી રાહત મેળવી શકશે.
Sony Reon Pocket 5 એ સ્માર્ટ વેરેબલ થર્મો ડિવાઈસ કીટ છે, જે 23 એપ્રિલે રિલીઝ થઈ હતી. Rheon Pocket 5 એ પહેરવા યોગ્ય સાથે આબોહવા નિયંત્રણ સિસ્ટમ છે, જે તમે જ્યાં પણ હોવ ત્યાં વ્યક્તિગત આરામ આપી શકે છે.
યુઝર્સ આ રીઓન પોકેટને તેમની ગરદનની પાછળની બાજુએ પહેરી શકે છે. આ ડિવાઈસ યુઝર્સના શરીરનું તાપમાન જાણવા માટે થર્મોસ મોડ્યુલ અને તાપમાન, ભેજ અને ગતિ સેન્સરનો ઉપયોગ કરે છે.
રીઓન પોકેટ 5 શું છે?
રિઓન પોકેટ 5 ઉનાળાના ગરમ દિવસો માટે 5 કૂલિંગ લેવલ અને શિયાળા માટે 4 વોર્મિંગ લેવલ ઓફર કરે છે. આ સુવિધાને કારણે, આ ગેજેટને ભીડભાડવાળી ટ્રેન અને એરોપ્લેનના કોલ્ડ કેબિન જેવા અલગ-અલગ પરિસ્થિતિગત સ્થળોએ લઈ જઈ શકાય છે. અહેવાલો અનુસાર, આ ઉપકરણને Reon Pocket Tag સાથે પણ જોડી શકાય છે.
રીઓન પોકેટ ટેગ એ ખૂબ નાનું અને પહેરી શકાય તેવું ડિવાઈસ છે, જે રિમોટ સેન્સર જેવા કાર્યો સાથે આવે છે. આ ટેગ તમારી આસપાસની પરિસ્થિતિઓને શોધી કાઢે છે અને ગરદનના એકમને પાછા રિપોર્ટ કરે છે, જેથી તાપમાનને શરતો અનુસાર ગોઠવી શકાય. રીઓન પોકેટ 5 સ્વતંત્ર રીતે કામ કરે છે. જ્યારે રિઓન ટેગ તમને વધુ વ્યાપક અભિગમ સાથે વ્યક્તિગત સુવિધા આપે છે.
આ પણ વાંચો - શાનદાર પોર્ટેબલ એર કુલર સસ્તામાં ખરીદવાનો મોકો, ઇએમઆઈ થી પેમેન્ટ ચૂકવો, વીજળીની થશે બચત
રીઓન પોકેટ 5 કેવી રીતે ખરીદવું?
રીઓન પોકેટ 5 સોનીની વેબસાઇટ પરથી £139 (આશરે રૂ. 15,000)માં પ્રી-ઓર્ડર કરી શકાય છે. પ્રી-ઓર્ડર ડિવાઈસ 15મી મે સુધીમાં આવી જશે. આ ગેજેટના પેકેજમાં રીઓન પોકેટ 5, રીઓન પોકેટ ટેગ અને સફેદ નેકબેન્ડનો સમાવેશ થશે. જેઓ સ્ટાઇલિશ દેખાવા માંગે છે, સોની કેટલાક વધારાના પૈસા ચૂકવીને બેજ કલરમાં નેકબેન્ડ ઓફર કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us