Sony Zee Deal : સોનીનું ઝી સાથે $10 બિલિયનનું મર્જર રદ, સોનીએ લગાવ્યા આવા આરોપો

Sony Zee Deal : ભારતમાં સોની ઝી (Sony Zee) મર્જરથી સ્પોર્ટ્સ, મનોરંજન અને સમાચારોમાં 90 થી વધુ ચેનલો સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં મીડિયા પાવરહાઉસનું નિર્માણ થઇ શકે છે.

Sony Zee Deal : ભારતમાં સોની ઝી (Sony Zee) મર્જરથી સ્પોર્ટ્સ, મનોરંજન અને સમાચારોમાં 90 થી વધુ ચેનલો સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં મીડિયા પાવરહાઉસનું નિર્માણ થઇ શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Sony Zee merger India gujarati news

Sony Zee : સોનીનું ઝી સાથે $10 બિલિયનનું મર્જર રદ, સોનીએ લગાવ્યા આવા આરોપો

Sony Zee Deal : સોની (Sony) એ ઝી એન્ટરટેઈનમેન્ટ (Zee Entertainment) સાથેની તેની ઇન્ડિયન બ્રાન્ચની $10 બિલિયનની ડીલ રદ કરી હતી. રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલ ટર્મિનેશન નોટિસ અનુસાર, ડીલ રદ થવાનું કારણ ઝી ડીલની કેટલીક નાણાકીય શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.ઝી ઇન્ડિયાએ સોનીને લખેલા લેટરમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને જાપાની કંપની સોની પર મર્જરને રદ કરવામાં "બેડ ફેઈથ"નો આરોપ મૂક્યો હતો.

Advertisment

ભારતમાં ઝી-સોની મર્જરથી સ્પોર્ટ્સ, મનોરંજન અને સમાચારોમાં 90 થી વધુ ચેનલો સાથે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્રમાં મીડિયા પાવરહાઉસનું નિર્માણ થશે. પરંતુ સોનીએ 22 જાન્યુઆરીએ યોજનાઓ સમાપ્ત કરી હતી, એક નિવેદનમાં કહ્યું કે તે આમ કરી રહ્યું છે કારણ કે બે વર્ષની વાટાઘાટો પછી "ક્લોઝિંગ કન્ડિશન" થઇ નથી, ન તો સોની કે ઝીએ ટર્મિનેશન નોટિસ કન્ટેન્ટને પબ્લિક કરી હતી.

Sony Zee merger India gujarati news
Sony Zee : સોનીનું ઝી સાથે $10 બિલિયનનું મર્જર રદ, સોનીએ લગાવ્યા આવા આરોપો

આ પણ વાંચો: બેંક હોલીડે : ફેબ્રુઆરીમાં બેંક 11 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો આ તારીખ નહીંત્તર ધક્કો પડશે

Advertisment

રોઇટર્સ દ્વારા સમીક્ષા કરાયેલ, સોનીની નોટિસમાં જણાવાયું છે કે ઝી રોકડમાં કેટલાક નાણાકીય થ્રેશોલ્ડને પહોંચી વળવામાં નિષ્ફળ રહી હતી, જ્યારે ઇન્ડિયન નેટવર્ક દ્વારા "વ્યાપારી સમજદારીના અભાવ" એ તેના નિર્ણયમાં ફાળો આપ્યો હતો.62 પેજની નોટિસમાં, સોનીએ જણાવ્યું હતું કે ડીલના ઘણા ઉલ્લંઘનો "ઉપચારપાત્ર નથી અને પરસ્પર ચર્ચા કરવાના વધુ પ્રયાસો એ ખાલી ઔપચારિકતા હશે, ખાસ કરીને … ડીલ ઇનકાર (ઝી દ્વારા) અને પ્રોટેકશન માટે પ્રપોઝલ પ્રોવાઈડ કરવામાં નિષ્ફળતા"

સોનીએ જણાવ્યું હતું કે, "ઝી દ્વારા કરાયેલા ઉલ્લંઘનો 'ટેક્નિકલ' પ્રકૃતિના નથી અને વ્યવહારો (transactions) પર તેની નોંધપાત્ર અસર પડશે."ઝી એ એક દિવસ પછી, 23 જાન્યુઆરીના રોજ, સોનીને ખાનગી રીતે જવાબ આપ્યો,કે તેણે સોનીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે, અને સોનીની $90 મિલિયનની સમાપ્તિ ફીની માંગ "કાયદેસર રીતે અસમર્થ" છે.

ઝીએ તેના પત્રમાં લખ્યું હતું કે, ''ટર્મિનેશન "અવિશ્વાસથી પ્રભાવિત" હતી અને "કાયદાની દૃષ્ટિએ ખોટી છે,'' ઝીના પ્રવક્તાએ કમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે સોનીએ રોઇટર્સના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: Reliance Industries : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર રેકોર્ડ હાઈ, માર્કેટકેપ 19.59 લાખ કરોડને પાર; જાણો રોકાણકારોએ હવે શું કરવું

ડીલ તૂટી ત્યારથી ઝીના શેર લગભગ 30% ઘટ્યા

તેનો બિઝનેસ વર્ષોથી સંકટમાં હતો. ઝીની જાહેરાતની આવક 2022-23 નાણાકીય વર્ષ માટે ઘટીને $488 મિલિયન થઈ છે જે પાંચ વર્ષ અગાઉ લગભગ $600 મિલિયન હતી. રોકડ અનામત તે સમયગાળામાં $116 મિલિયનથી ઘટીને $86 મિલિયન થઈ ગયું હતું.સોનીએ તેની ટર્મિનેશન નોટિસમાં જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધીમાં ઝીની રોકડ સ્થિતિ 4.76 અબજ રૂપિયા ($57.26 મિલિયન) હતી, જે મર્જર કરારની "જરૂરિયાતો કરતાં ઘણી ઓછી" હતી.

રોઇટર્સે ગયા અઠવાડિયે રિપોર્ટ આપ્યો હતો કે સોની ઝીના સીઇઓ પુનિત ગોએન્કા વિશે પણ ચિંતિત છે - જે મર્જ કરેલ એન્ટિટીના વડા તરીકે સુયોજિત હતા, જે કંપનીના ફન્ડના ડાઉટફુલ ડાયવર્ઝન માટે નિયમનકારી તપાસનો સામનો કરી રહ્યા છે - આરોપોને તેણે નકારી કાઢ્યા છે.સોનીની ટર્મિનેશન નોટમાં જણાવાયું હતું કે ઝી "તમામ બાકી મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી ટાઇમલાઈનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હતું.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ