SGB Returns: મોદી સરકારનું સસ્તુ સોનું, 1 લાખના થયા ગયા 2.30 લાખ રૂપિયા; ક્યારે મેચ્યોર થશે? જાણો તમામ વિગત

Sovereign Gold Bond Maturity Returns : સોવરિન ગોલ્ડ બોન્ડના પ્રથમ ઇશ્યૂની મેચ્યોરિટી પર રોકાણકારોને સવા બે ગણું રિટર્ન મળશે. મોદી સરકારે નવેમ્બર 20215માં સોનાની પ્રતિ 1 ગ્રામ દીઠ 2684 રૂપિયાના ભાવે ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કર્યા હતા.

Sovereign Gold Bond Maturity Returns : સોવરિન ગોલ્ડ બોન્ડના પ્રથમ ઇશ્યૂની મેચ્યોરિટી પર રોકાણકારોને સવા બે ગણું રિટર્ન મળશે. મોદી સરકારે નવેમ્બર 20215માં સોનાની પ્રતિ 1 ગ્રામ દીઠ 2684 રૂપિયાના ભાવે ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કર્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold | Sovereign Gold Bond Return | SGB Return | Gold Investment | Digital Gold

સોવરિન ગોલ્ડ બોન્ડ એ ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ છે. (Photo - Freepik)

Sovereign Gold Bond First Tranche Maturity Returns : સોવરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારો માલામાલ થયા છે. મોદી સરકારની આ બોન્ડ ગોલ્ડ સ્કીમનો પ્રથમ ઇશ્યૂ હવે મેચ્યોર થઇ રહ્યો છે. વર્ષ 2015માં સોવરીન ગોલ્ડ બોન્ડનો પ્રથમ ઇશ્યૂ આવ્યો હતો. ગોલ્ડ બોન્ડના પ્રથમ ઇશ્યૂમાં રોકાણ કરનારને આઠ વર્ષની મેચ્યોરિટી પર સવા બે ગણું રિટર્ન મળ્યું છે. એટલ કે વર્ષ 2015માં પ્રથમ ગોલ્ડ બોન્ડ ઇશ્યૂમાં જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો તમને મેચ્યોરિટી પર 2.30 લાખ રૂપિયા મળશે.

Advertisment

સોવરિન ગોલ્ડ બોન્ડ ક્યારે મેચ્યોર થશે? (Sovereign Gold Bond First Tranche Maturity Date)

સોવરિન ગોલ્ડ બોન્ડનો પ્રથમ ઇશ્યૂ નવેમ્બર 2015માં ખુલ્યો હતો. આ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ આઠ વર્ષનો નક્કી કરાયો હતો. આમ આ ગોલ્ડ બોન્ડ 30 નવેમ્બેર મેચ્યોર થશે.

નવેમ્બર 2015માં પહેલીવાર સોવરિન ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ કરાયો હતો ત્યારે સોનાની પ્રતિ 1 ગ્રામ દીઠ કિંમત 2684 રૂપિયા નક્કી કરી હતી. હાલ બોન્ડની રિડમ્પશન પ્રાઇસ જાહેર કરી નથી. તેની રિડમ્પશન પ્રાઇસ ઈન્ડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર થનાર ચાલુ મહિનાના છેલ્લા ત્રણ દિવસના સોનાના સરેરાશ ભાવ પર આધારીત હશે. નોંધનિય છે કે, આજે 99.9 શુદ્ધ સોનાનો પ્રતિ 1 ગ્રામ ભાવ 6147 રૂપિયા છે.

Advertisment
Gold Investment Tips | Gold Investment | Gold ETF | SGB | Gold jewellery | Gold bars coins | why gold buy on Dhanteras Diwali
ભારતમાં ધનતેરસ અને દિવાળીના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. (Photo - Canva)

સોનાના ભાવમાં સવા બે ગણો વધારો ((Sovereign Gold Bond Return)

નોંધનિય છે કે, છેલ્લા આઠ વર્ષમાં ડિજિટલ ગોલ્ડ એટલે ગોલ્ડ બોન્ડની કિંમત સવા બે ગણી થઇ ગઇ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડનો પ્રથમ ઈશ્યૂ 2684 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ઈશ્યૂ કર્યો હતો. તાજેતરમાં રિઝર્વ બેંકે વર્ષ 2017-18 સીરીઝ એક સમયની પહેલા રિડમ્પ્શન માટે 6116 રૂપિયા પ્રતિ યુનિટની રિડમ્પ્શન પ્રાઈસ નક્કી કરી હતી. તે શરૂઆતમાં રોકાણકારોને વાર્ષિક 2.75 ટકા વાર્ષિક વ્યાજ પણ મળ્યું હતું, જો કે ત્યારબાદ તે ઘટાડીને 2.5 ટકા કરવામાં આવ્યું હતું.

સોવરીન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને મળશે 23000 રૂપિયાનું વ્યાજ ((Sovereign Gold Bond Interest)

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વિંટ વેલ્થના સહ- સ્થાપક અને સીઇઓ અજિંક્ય કુલકર્ણીએ જણાવ્યું કે, સોવરીન ગોલ્ડ બોન્ડના પ્રથમ ઈશ્યૂમાં 1 લાખ રૂપિયાના રોકાણ પણ હવે 10.8 ટકા XIRRના આધારે લગભગ 2.30 લાખ રૂપિયાનું થઇ જશે. ઉપરાંત 23000 રૂપિયાનું વ્યાજ પણ મળશે.

સોવરિન ગોલ્ડ બોન્ડના વ્યાજ અને રિટર્નનું ગણિત સમજો (Sovereign Gold Bond Interest Return)

જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસિસના સિનિયર ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ શ્રીરામ બીકેઆર એ જણાવ્યું કે, 30 નવેમ્બર 2015ના રોજ ગોલ્ડ બોન્ડના પ્રથમ ઈશ્યૂની પ્રાઈસ સોનાના પ્રતિ 10 ગ્રામ દીઠ ભાવ 2684 રૂપિયા હતી. તેના પર 2.75 ટકા વ્યાજ મળશે. જો કોઇ વ્યક્તિએ તે સમયે 50 ગ્રામ સોના માટે રોકાણ કર્યુ હશે, તો તે સમયે તેણે 134200 રૂપિયાનું રોકાણ કર્યુ હશે.

Gold Jewellery hallmark | gold bis hallmark | bis care app | Gold Jewellery purity
ભારતમાં માત્ર હોલમાર્ક વાળા સોનાના દાગીનાનું વેચાણનો નિયમ લાગુ થયો છે. (Photo - BIS Web)

હવે 31 ઓક્ટોબર, 2023ના રોજ સોનાનો ભાવ 6137 રૂપિયા પ્રતિ 1 ગ્રામ હતો. આ ભાવે 50 ગ્રામ સોનાની કિંમત 306850 રૂપિયા થાય છે. સાથે જ લગભગ 29221 રૂપિયાનું વ્યાજ પણ મળશે. આમ 8 વર્ષ બાદ ગોલ્ડ બોન્ડના આ રોકાણકારને 336071 રૂપિયા મળશે.

સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે? (What Is Sovereign Gold Bond)

સોવરિન ગોલ્ડ બોન્ડ એ સરકારી જામીનગીરી છે, જે રિઝર્વ બેંક દ્વારા રોકાણકારોને જારી કરવામાં આવે છે. ગોલ્ડ બોન્ડ એ હાજર સોનાના રોકાણનો એક વિકલ્પ છે, જેને ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ પણ કહેવામાં આવે છે. એસજીબીને મેચ્યોરિટી પીરિયડની પહેલા પર ઉપાડી શકાય છે. તેને બોન્ડ ઈશ્યૂ કર્યાના 5 વર્ષ થાય ત્યારે રોકાણ પાછું ખેંચી શકાય છે. ડીમેટમાં હોવાથી સ્ટોક એક્સચેન્જ પર તેનું ટ્રેડિંગ થઇ શકે છે. આવા ગોલ્ડ બોન્ડ અન્ય વ્યક્તિને પણ ટ્રાન્સફર કરી શકાય છે.

આ પણ વાંચો | સોનું ફરી ઐતિહાસિક ટોચે, ચાંદીમાં 1000નો ઉછાળો; જાણો દિવાળી બાદ સોનું – ચાંદી કેટલા મોંઘા થયા

સોવરીન ગોલ્ડ બોન્ડમાં કેટલું રોકાણ કરી શકાય? (Sovereign Gold Bond Investment Limit)

સોવરીન ગોલ્ડ બોન્ડમાં એક રોકાણકારોને એક ગ્રામ અને તેની ગુણાંકમાં ગોલ્ડ બોન્ડ ઈશ્યૂ કરાય છે. ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું એક ગ્રામ સોનાનું રોકાણ કરવું જરૂરી છે અને મહત્તમ રોકાણ મર્યાદા 4 કિલોગ્રામ છે.

સોનું ચાંદી આરબીઆઇ બિઝનેસ Investment