Spoke vs Alloy Wheel : સ્પોક વ્હીલ કે એલોય વ્હીલ? શહેર અને ગામડાના રસ્તા, એડવેન્ચર રાઇડ માટે ક્યા વ્હીલ્સ ઉત્તમ રહે છે?

Spoke Wheel vs Alloy Wheels Comparison : ઘણા લોકો નવી બાઈક, મોટરસાયકલ ખરીદતી વખતે સ્પોક વ્હીલ અને એલોય વ્હીય બંને માંથી ક્યા ઉત્તમ હોય છે, તેના વિશે મૂંઝવણ અનુભવે છે. તમારા વિસ્તારના રોડ રસ્તાઓ અને રાઇડિંગ સ્ટાઇલ અનુસાર ટાયરની પસંદગી કરવી જોઇએ.

Spoke Wheel vs Alloy Wheels Comparison : ઘણા લોકો નવી બાઈક, મોટરસાયકલ ખરીદતી વખતે સ્પોક વ્હીલ અને એલોય વ્હીય બંને માંથી ક્યા ઉત્તમ હોય છે, તેના વિશે મૂંઝવણ અનુભવે છે. તમારા વિસ્તારના રોડ રસ્તાઓ અને રાઇડિંગ સ્ટાઇલ અનુસાર ટાયરની પસંદગી કરવી જોઇએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
spoke wheel vs alloy wheels | spoke wheel vs alloy wheels difference | spoke wheel | alloy wheels

Spoke Wheel vs Alloy Wheels for Bike : બાઈક માટે સ્પોક વ્હીલ અન એલોય વ્હીલ ફાયદા અને નુકસાન (Photo: Social Media)

Spoke Wheel vs Alloy Wheels Pros and Cons: બાઈક, મોટરસાયકલમાં બે પ્રકારના ટાયર વિકલ્પ સ્પોક વ્હીલ અને એલોટ વ્હીલ ઉપલબ્ધ છે. બંને પ્રકારના ટાયરની ડિઝાઇન, બનાવટ અને ફાયદા નુકસાન અલગ અલગ છે. જેમા શહેરના રસ્તાઓ અને એડવેન્ચર રાઇડ માટે અલગ વ્હીલની જરૂર પડે છે. ઘણી વખત લોકો નવી બાઈક ખરીદતી વખતે મૂંઝવણમાં હોય છે કે, સ્પોક વ્હીલ કે એલોય વ્હીલ માંથી ક્યો વિકલ્પ પસંદ કરવો. અહીં તમારી Spoke અને Alloyના તફાવત, ફાયદા નુકસાન વિશે વિસ્તૃત જાણકારી આપી છે.

Advertisment

સ્પોક અને એલોય વ્હીલની ખાસિયત

એલોય વ્હીલ વજનમાં હળવા હોય છે, આથી તે બાઈકનું વજન ઓછું કરવાની સાથે સાથે પર્ફોર્મન્સ સુધારે છે. એલોય વ્હીલમાં ટ્યુબલેસ ટાયર ફિટ કરવા સરળ છે. ટ્યુબલેસ ટાયરનું પંચર પણ સરળતાથી બની જાય છે. ઝડપી એક્સેલેરેશન, ઉત્તમ બ્રેકિંગ અને સસ્પેન્શન એલોય વ્હીલની સૌથી મોટી ખાસિયત છે. પરંતુ તેમનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે ખરાબ રસ્તાઓ, ખડકો અથવા ઉબડખાબડ રસ્તાઓ પર સરળતાથી તૂટી શકે છે, જે તમારી મુસાફરીમાં મુસીબતનું કારણ બની શકે છે.

બીજી બાજુ, સ્પોક વ્હીલ સૌથી ખરાબ ભૂપ્રદેશ પર પણ મજબૂત રહે છે. જો વ્હીલને જોરદાર ફટકો લાગે તો પણ તે માત્ર વળી જાય છે, પરંતુ અંદરની ટ્યુબ હવાને નિયંત્રિત રાખે છે. સ્પોક વ્હીલ રિપેરિંગ કરવા પણ સરળ છે અને હવે ટ્યુબલેસ સ્પોક વ્હીલ્સ પણ આવી ગયા છે, જે સુવિધાજનક છે.

એડવેન્ચર રાઇડ માટે મોટરસાયકલમાં ક્યું વ્હીલ યોગ્ય છે?

તમારા માટે કયું વ્હીલ સેટઅપ યોગ્ય છે? તેની જવાબ તમારી રાઇડિંગ સ્ટાઇલમાં રહેલો છે. જો તમે વારંવાર ઓફ-રોડિંગ કરો છો, તો સ્પોક વ્હીલ્સ યોગ્ય પસંદગી છે. પરંતુ જો તમારી મોટાભાગની રાઇડિંગ શહેરમાં અથવા હાઇવે પર હોય અને તમે ઓછી ઓફ રોડિંગ કરો છો, તો એલોય વ્હીલ્સ તમારા માટે વધુ સારા છે. હા, જો તમે ક્યારેય સ્પોક વ્હીલ વાળી બાઇક સાથે ઓફ રોડિંગ નથી કરતા તો કોઈ નુકસાન નહીં થાય. પરંતુ એલોય વ્હીલ્સ સાથે ઓફ રોડિંગ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

Advertisment
Auto news બિઝનેસ