SSY Calculator, Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) લાંબા ગાળે મોટું ભંડોળ ઊભું કરવા માટે એક શાનદાર બચત યોજના છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પોસ્ટ ઓફિસની સૌથી વધુ વ્યાજ ચૂકવતી નાની બચત યોજના છે. ચાલુ ત્રિમાસિક ગાળા માટે આ સ્કીમમાં વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે આ સ્કીમમાં દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમને લગભગ 19 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. સાથે જ તમારી કુલ 9,00,000 રૂપિયાની મુખ્ય રકમ વધારાની હશે.
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કરીને દીકરીઓને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહી છે. સુકન્યા યોજના હેઠળ, ખાતું નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસની શાખામાં ખોલી શકાય છે. આ યોજના હેઠળ 2 દીકરીઓ માટે અલગથી એકાઉન્ટ ખોલી શકાશે. જોડીયા બાળકોની સ્થિતિમાં 2થી વધુ એકાઉન્ટ શક્ય છે. આ એકાઉન્ટ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી માટે શરૂ કરી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના : આ યોજનાનો સૌથી મોટો ફાયદો શું છે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકતી મુદત 21 વર્ષ છે. પરંતુ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારે માત્ર 15 વર્ષ માટે જ રોકાણ કરવાનું છે. 15 વર્ષથી લઈને 21 વર્ષ એટલે કે 6 વર્ષ વધારે રાહ જોયા પછી એકાઉન્ટ મેચ્યોર થાય છે. પરંતુ આ 6 વર્ષ દરમિયાન તમારી રકમ પરનું વ્યાજ આ યોજના માટે નિશ્ચિત વ્યાજ દરે તમારા ખાતામાં ઉમેરાતું રહે છે. આ સ્કીમમાં તમને કમ્પાઉન્ડિંગનો લાભ પણ મળે છે.
આ પણ વાંચો – 40 વર્ષ સુધી કોઇ રોકાણ કર્યું નથી, આ સ્કીમ તમને 20 વર્ષમાં 1 કરોડ ફંડ સાથે 1 લાખ રૂપિયા પેન્શન આપશે
SSY Calculator : માસિક 5000 રૂપિયાના રોકાણ પર
- SSYમાં વ્યાજ દર: 8.2% વાર્ષિક
- માસિક રોકાણ: 5,000 રૂપિયા
- 1 વર્ષમાં રોકાણ: 60,000 રૂપિયા
- 15 વર્ષમાં કુલ રોકાણ: 9,00,000 રૂપિયા
- 21 વર્ષની મેચ્યોરિટી પર કુલ રકમ: 27,73,059 રૂપિયા
- વ્યાજ લાભ: 18,73,059 રૂપિયા
એસએસવાય કેલ્ક્યુલેટરઃ મહત્તમ રોકાણ
- એસએસવાયમાં વ્યાજ દરઃ 8.2 ટકા વાર્ષિક
- માસિક રોકાણઃ 12,500 રૂપિયા
- 1 વર્ષમાં રોકાણઃ 1,50,000 રૂપિયાઃ
- 15 વર્ષમાં કુલ રોકાણ : 22,50,000 રૂપિયા
- 21 વર્ષની મેચ્યોરિટી પર કુલ રકમઃ 69,27,578 રૂપિયા
- વ્યાજ લાભ: 46,77,578 રૂપિયા
સુકન્યા સમૃદ્ધિ યોજના : સંપૂર્ણપણે કરમુક્ત યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના પણ પીપીએફ જેવી સંપૂર્ણ કરમુક્ત યોજના છે. સુકન્યા યોજનાને EEE એટલે કે ત્રણ અલગ અલગ સ્તર પર ટેક્સમાં છૂટ મળે છે. પ્રથમ, આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ, વાર્ષિક રોકાણ પર 1.50 લાખ સુધીની છૂટ. બીજું, તેમાંથી મળતા રિટર્ન પર કોઈ ટેક્સ નથી. ત્રીજું, પાકતી મુદતે મળતી રકમ કરમુક્ત છે.
(સ્ત્રોત- એસએસવાય કેલ્ક્યુલેટર, ઇન્ડિયા પોસ્ટ)





