Income Tax In Budget: સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે? કરદાતાને ઈન્કમ ટેક્સ બચાવવામાં કેવી રીતે કરે છે મદદ

Standard Deductions Limit: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી છે. જો કરદાતા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો ફાયદો ઉઠાવે તો 12.75 લાખ સુધીની આવક પર ટેક્સ બચાવી શકે છે.

Written by Ajay Saroya
February 01, 2025 16:22 IST
Income Tax In Budget: સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે? કરદાતાને ઈન્કમ ટેક્સ બચાવવામાં કેવી રીતે કરે છે મદદ
Income Tax Slabs In Budget 2025: બજેટ 2025માં નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રજૂ થયા છે.

Income Tax Slab In Budget 2025: બજેટ 2025માં નિર્મલા સીતારમણ મધ્યમ વર્ગ અને કરદાતાને મોટી રાહત આપી છે. બજેટમાં નોકરીયાત પગારદાર કરદાતાને ખુશખબર આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ સુધી વાર્ષિક આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. દેશના મોટા નાગિરક વર્ગ એટલે કે મધ્યમ વર્ગ માટે આ એક મોટી રાહત છે. તમને જણાવી દઈએ કે સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ કરદાતાએ 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ચૂકવવો પડશે હીં.

તમને જણાવી દઈએ કે ગત બજેટ 2024માં નાણામંત્રીએ સ્ટાન્ડર્ડ ડિડક્શન હેઠળ કર કપાત 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી હતી. પેન્શનરો માટે ફેમિલી પેન્શન પર કપાત 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

What is Standard Deduction? સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે શું? (સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે)

સ્ટાન્ડર્ડ ડિડક્શન, જેમ નામ સૂચવે છે, તે એક નિશ્ચિત રકમ છે જે પગારદાર વ્યક્તિની કુલ આવકમાંથી પહેલેથી જ બાદ કરી દેવામાં આવે છે. ત્યાર પછીની આવક પર ઈન્કમ ટેક્સની ગણતરી કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનથી વ્યક્તિની કરપાત્ર આવક ઘટે છે અને ઓછો ઈન્કમ ટેક્સ ચૂકવવો પડે છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં કઈ કલમ હેઠળ રાહત મળે છે?

આવકવેરા કાયદા 1961ની કલમ 16 હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. કરદાતાની વાર્ષિક આવક વધી હોય કે ઓછી, તેમને માત્ર એક નિશ્ચિત રકમ સુધી જ કર કપાત મળે છે.

આ વધુ વાંચો | બજેટમાં 12 લાખ સુધી આવક ટેક્સ ફ્રી અને નવા ઈન્કમ ટેક્સ સ્લેબની સરળ સમજૂતી

સ્ટાન્ડર્ડ ડિડક્શન ક્યારે શરૂ થયું?

સ્ટાન્ડર્ડ ડિડક્શનની શરૂઆત સૌ પ્રથમ 1974માં કરવામાં આવી હતી. પરંતુ પાછળથી આ જોગવાઈ બંધ કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્રીય બજેટ 2018માં સ્ટાન્ડર્ડ ડિડક્શન ફરી રજૂ કરવામાં આવ્યું છે. નવી કર પ્રણાલી અને જૂની ટેક્સ રિઝિમ પસંદગી કરનારા બંને કરદાતાને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. વર્ષ 2018થી સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ 5000 રૂપિયા સુધીની હતી અને હવે તેને 25000 રૂપિયાથી વધારીને 75000 રૂપિયા કરી દેવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ