બાંગ્લાદેશ અને ભારતે મંગળવારે રૂપિયામાં વેપાર લેવડ-દેવડ શરુ કરી છે. બંને દેશોનો ઉદેશ્ય અમેરિકી ડોલર પર નિર્ભરતા ઓછી કરવા અને ક્ષેત્રીય મુદ્રા અને વેપારને મજબૂત કરવાનો છે. આવું પહેલીવાર થાય છે જ્યારે બાંગ્લાદેશે અમેરિકી ડોલર સિવાય બીજી કરન્સીમાં કોઈ દેશ સાથે દ્વિપક્ષીય વેપાર કર્યો છે.
બાંગ્લાદેશ બેંકના ગવર્નર અબ્દુર રઉફ તાલુકદારે રુપિયામાં વેપારની શરુઆતને એક મહાન યાત્રામાં પહેલું પગલું ગણાવ્યું છે. તેમણે લોન્ચિંગ સમારોહમાં કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપારની સ્થિતિમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળી છે. બંને દેશોને તેમના આર્થિક સહયોગથી લાભ થયો છે. સમારોહમાં ભારતીય હાઇ કમિશ્નર પ્રણવ વર્મા પણ સામેલ થયા હતા.
બંને દેશોને શું થશે ફાયદો?
બાંગ્લાદેશ બેંકના ગવર્નરે કહ્યું કે ટકા-રુપિયા બેવડી મુદ્રા કાર્ડની શરુઆત ભારત સાથેના વેપાર દરમિયાન આપ-લે ખર્ચ ઓછો થઈ જશે. આ સપ્ટેમ્બરથી લોન્ચ થવા માટે લગભગ તૈયાર છે. અધિકારીઓએ કહ્યું કે ઔપચારિક વ્યવસ્થા અંતર્ગત હવે બંને દેશો વચ્ચે વેપાર અંતર ઓછું થવા પર શરુઆતમાં વેપાર રૂપિયામાં અને પછી ધીરે-ધીરે બાંગ્લાદેશી મુદ્રા ટકામાં કરવામાં આવશે. બાંગ્લાદેશ અને ભારતની બેંકોમાં વિદેશી મુદ્રા લેનદેનના ઉદેશ્યથી નોસ્ટ્રો ખાતા, બીજા દેશની બેંકમાં એક ખાતું ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું કે વિનિમય દર બજારની માંગ અને પ્રક્રિયામાં સામેલ બેંકોના અનુરૂપ નિર્ધારિત કરવામં આવશે. આંકડાઓ અનુસાર બાંગ્લાદેશથી ભારતની આયાત બે બિલિયન અમેરિકી ડોલરની છે. જ્યારે ભારતથી બાંગ્લાદેશની આયાત 13.69 બિલિયન અમેરિકી ડોલર છે. અનેક અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે વેપાર ખોટના કારણે બાંગ્લાદેશ નવી પ્રણાલીનો લાભ જલ્દી નહીં ઉઠાવી શકે.
ભારત બાંગ્લાદેશ માટે મોટું બજાર
બાંગ્લાદેશ બેંકના ગવર્નરે કહ્યું કે તે માત્ર બે અરબ અમેરિકી ડોલરની આયાત ઉપર ધ્યાન નિકાસ નથી કારણ કે જ્યારે અમે ભારતીય રૂપિયામાં નિકાસ અને આયોત કરીએ છી તો આનાથી બંને દેશોના નિકાસકારો અને આયાતકારો પર પ્રભાવ પડશે. તેમણે કહ્યું કે અમે અમારી નિકાસને અનેક ગણી વધારી શકીએ છીએ. કારણ કે ભારતમાં ગ્રાહક પોતાની મુદ્રામાં વસ્તુઓ ખરીદશે. અને આનાથી અમારું ઉત્પાદન વધશે. ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં અનેક રસ્તાઓ ખુલશે. કારણ કે ભારત એક મોટું બજાર છે. પ્રણય શર્માએ કહ્યું કે છેલ્લા દશકમાં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ખુબજ ફેરફાર આવ્યો છે.
ભારતમાં બાંગ્લાદેશની નિકાસ છેલ્લા ત્રણ વર્ષોમાં સતત એક અરબ ડોલરના આંકડાને પાર કરી ગઈ છે. છેલ્લા નાણાંકિય વર્ષ દરમિયાન પહેલીવાર બે અરબ ડોલરને પાર કરી ગઈ છે. ભારત એશિયામાં બાંગ્લાદેશ માટે મુખ્ય નિર્યાત સ્થળના રૂમાં ઉભર્યું છે.





