Startups: સ્ટાર્ટઅપ શરૂ કરવા પૈસાની જરૂર છે? સરકારની આ યોજનાઓ આપશે લોન

Govt Loan Scheme For Startups: સ્ટાર્ટઅપના મામલે ભારત દુનિયાભરમાં ટોચનું સ્થાન ધરાવે છે. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વિવિધ સરકારી યોજનાઓ આર્થિક સહાય કરે છે. તમે પણ આ યોજનાનો ફાયદો ઉઠાવી સ્ટાર્ટઅપ શરૂ કરી ઉદ્યોગસાહસિક બની શકો છો.

Govt Loan Scheme For Startups: સ્ટાર્ટઅપના મામલે ભારત દુનિયાભરમાં ટોચનું સ્થાન ધરાવે છે. સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વિવિધ સરકારી યોજનાઓ આર્થિક સહાય કરે છે. તમે પણ આ યોજનાનો ફાયદો ઉઠાવી સ્ટાર્ટઅપ શરૂ કરી ઉદ્યોગસાહસિક બની શકો છો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
startups | startups funding | Govt Loan Scheme For Startups

Startups : સ્ટાર્ટઅપ્સ (Photo: Freepik)

Govt Loan Scheme For Startups: સ્ટાર્ટઅપ્સ શરૂ કરવામાં ભારત સમગ્ર દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. ટેકનોલોજીના વિકાસ સાથે ભારત સ્ટાર્ટઅપ્સ હબ તરીકે વિકસી રહ્યું છે. નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન માટે સરકાર પણ સ્ટાર્ટઅપ્સને સહાય કરી રહી છે. પરિણામે ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટું સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બની ગયો છે. જો તમે પણ પોતાનું સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માંગો છો તો સરકાર તમને નાણાંકીય સહાય પુરું પાડશે. અહીં સ્ટાર્ટઅપ્સને નાણાંકીય સહાય કરતી 3 સરકારી લોન યોજના વિશે જાણકારી આપવામાં આવી છે.

Advertisment

Pradhan Mantri MUDRA Yojana (PMMY) : પ્રધાનમંત્રી મુદ્રા યોજના

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. પીએમએમવાય યોજના હેઠળ નોન કોર્પોરેટે, બિન કૃષિ નાના અને સુક્ષ્મ ઉદ્યોગોને લોન સહાય આપવામાં આવે છે. કોમર્શિયલ બેંક, રિજનલ રૂરલ બેંક, સ્મોલ ફાઈનાન્સ બેંક અને MFI અને એનબીએફસી તરફથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળે છે. આ સરકારી લોન યોજનામાં અલગ અલગ 4 કેટેગરી શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ હેઠળ લોન આપવામાં આવે છે. જો તમે સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માંગો છો અને પૈસાની જરૂરી છે તો તમે વડાપ્રધાન મુદ્રા યોજનાનો ફાયદો ઉઠાવી શકો છો.

Startup India Seed Fund Scheme (SISFS) : સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ

સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS) પીએમ નરેન્દ્ર મોદીએ 16 જાન્યુઆરી, 2021માં શરૂ કરી હતી. સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલના 5 વર્ષ પુરાં થવાના અવસરે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સને પ્રોટોટાઇપના વિકાસ, પ્રુફ ઓફ કોન્સેપ્ટ્, પ્રોડક્ટ ટેસ્ટ, બજારમાં પ્રવેશ હેતુ નાણાંકીય સહાય મળે છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ હેઠળ ભારતમાં ન્યુ એજ ટેકનોલોજી ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટઅપ સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ યોજના હેઠળ 10 લાખ થી 1 કરોડ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે.

Advertisment

Credit Guarantee Scheme for Startups (CGSS) : સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરેંટી સ્કીમ

DPIIT પાસેથી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે. સીજીએસએસ યોજના હેઠળ લોન પર ગેરંટી આપવાની જવાબદારી નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની (NCGTC) ની છે. તે મેમ્બર ઇન્સ્ટિટ્યૂશન (MI) ને લોન પર ગેંરટી પાસે છે. આ યોજના હેઠળ 10 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરરંટી આપવામાં આવે છે. તે ટ્રાન્જેક્શન બેઝ્ડ કે અંબ્રેલા બેસ્ડ હોઇ શકે છે.

બેંક બિઝનેસ