Loan Application: લોનની અરજી વારંવાર રિજેક્ટ થાય છે? આ પગલાં અનુસરો, તમારા ક્રેડિટ સ્કોરની સાથે સાથે લોન મંજૂરી થવાની શક્યતા વધી જશે

Loan Application Rejection Reason: લોન અરજી રિજેક્ટ થવાના ઘણા કારણો હોઇ શકે છે. અહીંયા જણાવેલા અમુક પગલાં તમારી લોન એપ્લિકેશનને મંજૂર થવામાં મદદ કરશે.

Loan Application Rejection Reason: લોન અરજી રિજેક્ટ થવાના ઘણા કારણો હોઇ શકે છે. અહીંયા જણાવેલા અમુક પગલાં તમારી લોન એપ્લિકેશનને મંજૂર થવામાં મદદ કરશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Loan Application | Loan Application Rejection Reason | Credit Score For Loan | Personal Finance Tips | Personal Loan

લોનની અરજી રિજેક્ટ થવા પાછળ ઘણા બધા કારણો હોઇ શકે છે. (Photo - Freepik)

Loan Application Rejection: લોન અરજી રિજેક્ટ થવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે. સામાન્ય રીતે, લોનના પેમેન્ટમાં વિસંગતતા અથવા વિલંબ પ્રાથમિક કારણ માનવામાં આવે છે. ઉપરાંત, કેવી રીતે નકારાત્મક ક્રેડિટ ઇતિહાસ લોન મંજૂરીને અસર કરે છે તે અંગે જાગૃતિનો અભાવ પણ લોન એપ્લિકેશન રિજેક્ટ થવાનું કારણ બની શકે છે. જો તમે તાજેતરમાં પણ તમારી લોન અરજી રિજેક્ટ થઇ હોય તો તેની પાછળના કારણોને સમજવા અને યોગ્ય પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisment

તમારા ક્રેડિટ સ્કોર પર આ રિજેક્શનની અસરનું નિરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. કારણ કે વારંવાર અસ્વીકાર તમારા સ્કોર બગાડી શકે છે અને તેની રિકવરીમાં ઘણા મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. જો તમારી લોનની અરજી નકારી કાઢવામાં આવી હોય, તો અહીં જણાવેલી ટીપ્સ અપનાવીને, તમે રિજેક્શનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો (Steps to take for loan application rejection).

home loan | home loan interest rates | home loan rates | bank loan
હોમ લોન

અસ્વીકાર થવાના કારણ શોધો

લોનની અરજી કેમ નકારી કાઢવામાં આવી તે જાણો. ધિરાણ આપતી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ મોટાભાગે કારણો જણાવતી હોય કરે છે, જેનો ઉપયોગ તમે પાત્રતા વધારવા માટે તમારી અરજીમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે કરી શકો છો. ઉદાહરણ તરીકે, જામીનગીરી આપવાથી તમારી તકો વધી શકે છે. 700થી ઓછો ક્રેડિટ સ્કોર, અપૂરતી આવક, હાલની લોન, અગાઉની લોનના રિપેમેન્ટમાં વિલંબ અથવા પેમેન્ટ ન કરવું, સમસ્યાગ્રસ્ત જોબ હિસ્ટ્રી જેવા વિવિધ પરિબળોને લીધે લોન અરજી રિજેક્ટ થઈ શકે છે. તમારા ક્રેડિટ રિપોર્ટમાં ભૂલો, જેમ કે તમારું PAN ભૂલથી કોઈ અન્યની ડિફોલ્ટ લોન સાથે લિંક થઈ ગયું છે, તે પણ રિજેક્શન માટે જવાબદાર હોઈ શકે છે. તમારી ક્રેડિટ સ્થિતિ સુધારવા માટે ચોક્કસ કારણને સમજવું મહત્વપૂર્ણ છે.

સમયસર લોનની ચૂકવણી

સારી ક્રેડિટ પ્રોફાઇલ જાળવવા માટે, સમયસર લોનના હપ્તા અથવા EMIની ચુકવણી કરવી મહત્વપૂર્ણ છે. આમ કરવાથી લોન એપ્લિકેશન રિજેક્ટ થવાની શક્યતા ઘટી જાય છે. 750થી ઉપરનો ક્રેડિટ સ્કોર બેસ્ટ લોન ઓફરનો દરવાજો ખોલે છે. તો તેનાથી ઓછો ક્રેડિટ સ્કોર અસ્વીકારનું કારણ બને છે, તો તેને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. લોનની તાત્કાલિક અને સંપૂર્ણ ચુકવણી ધીમે ધીમે તમારા ક્રેડિટ સ્કોરમાં વધારો કરે છે. નીચા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો (CUR)ને પણ જાળવી રાખો અને તમારા સ્કોર પર પ્રતિકૂળ અસરોને રોકવા માટે હાલના ક્રેડિટ કાર્ડને બંધ કરવાનું અથવા નવા માટે અરજી કરવાનું ટાળો.

Advertisment

દેવું-આવક ગુણોત્તર અંદાજ

ધિરાણ આપતી બેંકો અથવા નાણાકીય સંસ્થાઓની પહોંચી લોન માટે અરજી કરતા લોકોની બાકી લોનની રકમની માહિતી સુધી હોય છે અને લોનના હપ્તા એટલે કે ઇએમઆઈ ભરવા માટે તમારી આવકમાંથી કેટલા ટકા રકમનો ઉપયોગ થાય છે તે જાણવા માટે ધિરાણ આપનાર બેંકો કે નાણાકીય સંસ્થાઓ સંબંધિત બેંકો પાસેથી સ્ટેટમેન્ટ નીકળાવે છે. બેંકો સામાન્ય રીતે એવા લોન અરજદારોને પસંદ કરે છે જેઓ લોનની ચુકવણી માટે ખર્ચ માટે આવકની 30%-40% કરતા વધુ રકમ ફાળવતા નથી. જો તમારી વર્તમાન પ્રતિબદ્ધતાઓ આ મર્યાદા સુધી પહોંચે છે અથવા તેનાથી વધી જાય છે, તો નવી લોન મેળવવી પડકારજનક બની શકે છે, જે સંભવિતપણે લોન અરજીને નકારવામાં પરિણમી શકે છે. આવા કિસ્સાઓમાં, ઉંચી ડિસ્પોઝેબલ ઇન્કમ અનુકૂળ હોય છે.

દસ્તાવેજમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં

નામ, સરનામું, સહી, PAN, આધાર અને લોન અરજી માટે જરૂરી દસ્તાવેજો જેવી આવશ્યક વિગતોમાં ચોકસાઈ અને સુસંગતતાની ખાતરી કરો. આ બિન-નાણાકીય પાસાઓમાં અસંગતતા કે ભૂલ બિનજરૂરી રિજેક્શન તરફ દોરી શકે છે, જેનાથી લોનની મંજૂરીની શક્યતા ઘટી જાય છે.

Credit Score | High Credit Score Benefits | personal finance tips | cibil score
ક્રેડિટ સ્કોર વ્યક્તિની નાણાંકીય સદ્ધરતા દર્શાવતી આંકડાકીય માહિતી છે. (Express Photo)

લોન માટે વારંવાર અરજી કરવાનું ટાળો

જ્યારે તમે વારંવાર લોન અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, ત્યારે ધિરાણ આપનાર બેંક અથવા નાણાકીય સંસ્થા તમારા ક્રેડિટ ઇતિહાસની કડક તપાસ કરે છે. વારંવાર પૂછપરછ તમારા ક્રેડિટ સ્કોરને નજીવો ઘટાડે છે. આવી સ્થિતિમાં, ટૂંકા ગાળામાં ઘણી બધી લોન અરજીઓ તમારા ક્રેડિટ સ્કોરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. વારંવાર રિજેક્શન ઘણીવાર એક પેટર્ન સૂચવે છે, જે ભવિષ્યમાં લોન એપ્લિકેશન સફળ થવાની શક્યતા ઓછી કરી દે છે. તમારા સ્કોરને સુરક્ષિત રાખવા અને વધુ રિજેક્શન ટાળવા માટે, ઘણી બધી લોન અરજીઓ કરવાનું ટાળો.

ક્રેડિટ સ્કોરની નિયમિતપણે ચકાસણી કરો

લોન ડિફોલ્ટ અથવા પેમેન્માં વિલંબને કારણે થતા ફેરફારો વિશે અપડેટ રહેવા માટે દર મહિને તમારા ક્રેડિટ સ્કોરની ચકાસણી કરવું મહત્વપૂર્ણ છે. તમે એક્સપિરિયન અથવા CIBIL પાસેથી દર મહિને ક્રેડિટ રિપોર્ટ મેળવી શકો છો. તે ક્રેડિટ એક્ટિવિટી, પેમેન્ટ હિસ્ટ્રી અને લોનની સ્થિતિનું વ્યાપક અવલોકન પ્રદાન કરે છે. તમારા નાણાકીય તંદુરસ્તીનો આ સ્નેપશોટ તમને તમારા સ્કોરની પ્રગતિને ટ્રૅક કરવા અને તેને વધારવા માટે માહિતીસભર નિર્ણયો લેવાની મંજૂરી આપે છે. નિયમિત મોનેટરિંગ એ વિસંગતતાઓ અથવા ભૂલોને શોધવામાં પણ મદદ કરે છે જે તમારા સ્કોરને નુકસાન પહોંચાડી શકે છે, જે તમને સંબંધિત ક્રેડિટ બ્યુરો સાથે આ મુદ્દાઓને સંબોધિત કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચો | કેટલા ક્રેડિટ સ્કોરને શ્રેષ્ઠ ગણાય છે? ઉંચા ક્રેડિટ સ્કોરથી લોન અને વ્યાજદરમાં કેવી રીતે ફાયદો કરાવે છે? જાણો

જ્યારે ક્રેડિટ સ્કોર સુધરે ત્યારે લોન માટે ફરીથી અરજી કરો

લોન અરજી અસ્વીકારની અસરમાંથી બહાર આવવામાં અને તમારો ક્રેડિટ સ્કોર રિકવર કરવામાં સમય લાગી શકે છે. જો કે, જો તમારો સ્કોર પહેલેથી જ સારો છે, તો તેને સુધારવામાં સામાન્ય રીતે ઓછો સમય લાગે છે. સમયસર લોનની ચુકવણી અને સાવચેતીભર્યા નાણાંકીય વ્યવહાર એક ક્ષતિગ્રસ્ત સ્કોરને વધારવામાં યોગદાન આપે છે.

(આ લેખમાં જણાવેલી માહિતી Bankbazaar.comના સીઇઓ અધિલ શેટ્ટીના અંગત મંતવ્યો છે.)

Investment બેંક બિઝનેસ હોમ લોન