tock Market Crash : શેરબજારની 5 દિવસની મંદીમાં રોકાણકારોને 14 લાખ કરોડનું નુકસાન; ચૂંટણી પૂર્વે બજાર ઘટશે કે વધશે? જાણાં માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

Stock Market Outlook: સ્ટોક માર્કેટ પ્રી-ઇલેક્શન રેલી માટે કોન્સોલિડેશન મોડમાં પ્રવેશી રહ્યું હોવાનું દેખાય છે. ઐતિહાસિક રીતે, ભારતીય શેરબજારોમાં ચૂંટણી પરિણામોના લગભગ છ મહિના પહેલા પ્રી-ઇલેક્શન વોલેટાલિટી શરૂ થઇ જાય છે

Stock Market Outlook: સ્ટોક માર્કેટ પ્રી-ઇલેક્શન રેલી માટે કોન્સોલિડેશન મોડમાં પ્રવેશી રહ્યું હોવાનું દેખાય છે. ઐતિહાસિક રીતે, ભારતીય શેરબજારોમાં ચૂંટણી પરિણામોના લગભગ છ મહિના પહેલા પ્રી-ઇલેક્શન વોલેટાલિટી શરૂ થઇ જાય છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
એચડીએફસી બેંક શેર બે દિવસમાં 11 ટકા તૂટ્યો; શેર ખરીદવો કે વેચવો? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

બોમ્બે સ્ટોક એક્સચેન્જ - સેન્સેક્સ.

Stock Market Outlook: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ બગડી રહ્યું છે, જેની અસર ભારતીય બજારો પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. 25 ઓકટોબરે પણ ભારતીય બજારમાં મંદી આગળ વધી હતી. બધુવારે બીએસઇ સેન્સેક્સમાં 522 પોઇન્ટનો ઘટાડો નોંધાયો અને 64049ની સપાટી પર બંધ થયા હતા. તો એનએસઇ નિફ્ટી 50 બેન્ચમાર્ક પણ 160 પોઇન્ટ ઘટીને 19122ની સપાટીએ બંધ થયો હતો.

Advertisment

છેલ્લા 5 દિવસથી માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન બીએસઇ લિસ્ટેડ કંપનીઓના માર્કેટકેપમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જો 25 ઓક્ટોબર, બુધવારની જ વાત કરીએ તો શેરબજારના ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. આ સાથે ભારતીય શેરબજારમાં સતત પાંચ દિવસના ઘટાડાના પરિણામે રોકાણકારોની સંપત્તિમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધારે ધોવાણ થયું છે.

BSE | BSE Sensex | Stock Market Crash | Share Market | Bombay Stock Exchange
શેર બજારમાં કડાકો બોલાયો છે. (Photo - ieGujarati)

રોકાણકારોએ શેરહજારમાં 5 દિવસમાં 14 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા (BSE Marketcap)

ગત સપ્તાહ એટલે કે 18 ઓક્ટોબરથી શેરબજાર સતત ઘટી રહ્યું છે. 19 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 5 ટ્રેડિંગ દિવસ થયા છે, જેમાં રોકાણકારોની લગભગ 14 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું છે. 17 ઓક્ટોબરે બજાર બંધ થયું ત્યારે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 323.82 લાખ કરોડ રૂપિયા હતું, જે 25 ઓક્ટોબરે બજાર બંધ થયા બાદ 309.22 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. આમ છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સપંત્તિમાં કુલ 14.6 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.

Advertisment

શેરબજારમાં મંદી આગળ વધશે કે અટકશે? (Sensex Nifty Outlook)

સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીણા કહે છે કે ભારતીય બજાર હાલમાં કરેક્શન મોડલ એટલે કે મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. અગાઉનું પ્રદર્શન કરતા બ્રોડ માર્કેટ સેગમેન્ટમાં પણ હવે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, જેની અપેક્ષા હતી. આ કરેક્શનને માળખાકીય બુલ માર્કેટના માળખામાં નિયમિત ઘટના ગણવામાં આવે છે, જે મિડકેપ, સ્મોલકેપ અને એસએમઈ સેક્ટરમાં તેજી બાદ નોંધપાત્ર ઘટાડો છે. આ એડજસ્ટમેન્ટને આંશિક રીતે, યુએસ બોન્ડની યીલ્ડમાં વધઘટ અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ચિંતાઓના જવાબદાર ગણાવી શકાય છે.

SEBI | SEBI Nominees Deadline | Demat MF Account Nominees Deadline | Mutual Funds Nominees Deadline | Stock market | Share Market | Stock trading | Share market news | Business News
સેબીએ શેર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે તેમના નોમિની એટલે કે વારસદાર નક્કી કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. (Photo: Canva)

ચૂંટણી પૂર્વે શેરબજાર ઘટશે કે વધશે? (Pre Election Rally In Share Market)

જો કે, એવું લાગે છે કે શેરબજાર ચૂંટણી પહેલાની રેલી માટે કોન્સોલિડેશન તબક્કામાં પ્રવેશી રહ્યું છે. ઐતિહાસિક રીતે, ભારતીય બજારો ચૂંટણી પરિણામોના લગભગ છ મહિના પહેલા ચૂંટણી પૂર્વે વધઘટ શરૂ કરે છે. આવી સ્થિતિમાં દિવાળીની આસપાસ પ્રી-ઇલેક્શન રેલીઓ શરૂ થવાની અપેક્ષા રાખવી વ્યાજબી છે.

આ પણ વાંચો |માર્કેટ ટ્રેન્ડથી વિપરીત ચાલ રમે છે કોન્ટ્રા ફંડ્સ, છતાં 1 વર્ષમાં 16 થી 26 ટકા રિટર્ન, રોકાણ કરતા પહેલા જાણી લો વિગત

સ્ટોક માર્કેટના ટ્રેન્ડ્સ વિશે વાત કરીયે તો બજારમાં હજી વધુ ઘટવાની અપેક્ષા છે. નિફ્ટી સંભવિત રીતે તેની 200-દિવસની મૂવિંગ એવરેજ (DMA) 18,800 ની આસપાસ ટેસ્ટ કરી રહ્યું છે. આ અપેક્ષિત પ્રી- ઇલેક્શન રેલીમાં ભાગ લેવા માંગતા રોકાણકારો માટે ખરીદીની આકર્ષક તક પૂરી પાડી શકે છે. બજારની વધઘટ દરમિયાન રોકાણકારો માટે શાંત રહેવું અને ગભરાટથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. તો બીજી બાજુ, શેરબજારમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા માટે નીચા ભાવે સારા ફંડામેન્ટલવાળા અને ક્વોલિટી સ્ટોક્સની યાદી તૈયાર કરવી જોઈએ.

બિઝનેસ Investment શેર બજાર