scorecardresearch

શેર બજાર IPO : LIC સહિત 16 IPOમાં રોકાણકારોને જંગી નુકસાન, માત્ર બે કંપનીમાં જ બમણું રિટર્ન મળ્યું

Stock market IPO return: વર્ષ 2022-23માં શેર બજારમાં લિસ્ટેડ થયેલા 38 IPOમાંથી 22 ઇશ્યૂમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે જ્યારે 16 IPOમાં નુકસાન સહન કરવું પડ્યું છે. ક્યાં IPOમાં કેટલી કમાણી થઇ અને શેમાં નુકસાન થયું, વાંચો એનાલિસિસ રિપોર્ટ

Stock market ipo
વર્ષ 2022-23માં શેર બજારમાં લિસ્ટેડ થયેલા 38 IPOમાંથી 22 ઇશ્યૂમાંથી રોકાણકારોને પોઝિટિવ રિટર્ન જ્યારે 16 IPOમાં નુકસાન સહન કરવું પડ્યું છે.

નાણાંકીય વર્ષ 2022-23 ભારતીય શેર બજારના રોકાણકારો માટે અત્યંત નિરાશાજનક રહ્યું છે. ભૂ-રાજકીય તણાવને કારણે ઘણી બધી કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે અને આઇપીઓમાં રોકાણકારો પાયમાલ થયા છે. જેમાં વર્ષ 2022-23માં સરકારી માલિકીની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) સહિત એલિન ઇલેક્ટ્રોનિક અને ઉમા પાઇપ્સ કંપનીમાં રોકાણકારો સૌથી વધુ પાયમાલ થયા છે. એલઆઇસીના પબ્લિક ઇશ્યૂમાં રોકાણ કરનાર ઇન્વેસ્ટરોને 44 ટકાનું જંગી નુકસાન થયું છે. તો એલિન ઇલેક્ટ્રોનિક અને ઉમા પાઇપ્સ કંપનીના શેર લિસ્ટિંગથી લઇ અત્યાર સુધીમાં અનુક્રમે 52.06 અને 45.87% તૂટ્યા છે.

22 IPOમાં પોઝિટિવ રિટર્ન, માત્ર બે કંપનીમાં મૂડી બમણ થઇ

વર્ષ 2022-23 આઇપીઓના રોકાણકારો એકંદરે સરેરાશ રહ્યું છે. વર્ષ 2022-23માં બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેઇન બોર્ડ પર 38 IPO લિસ્ટેડ થયા છે. જેમાંથી 22 કંપનીઓના શેરમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે, જો કે માત્ર બે કંપનીના શેરમાં જ રોકાણને બમણાં કરતા વધારે રિટર્ન મળ્યું છે. જેમાં હીરીઓમ પાઇપ્સ કંપનીના શેરમાં 221 ટકા અને વિનસ પાઇસ કંપનીના શેરમાં 122 ટકા જેટલું જંગી રિટર્ન મળ્યું છે. તો 8 આઇપીઓમાં 30થી 65 ટકા અને 7 આઇપીઓમાં 11 ટકાથી 30 ટકા રિટર્ન મળ્યું છે.

ક્રમકંપનીનું નામલિસ્ટિંગ તારીખઇશ્યૂ પ્રાઇસહાલનો બંધ ભાવરિટર્ન
1હરીઓમ પાઇપ13/05/22153492+221.57%
2વિનસ પાઇપ- ટ્યુબ24/05/22326725+122.64%
3કેન્સ ટેકનોલોજી22/11/22587963+64.05%
4આર્ચીન કેમિકલ21/11/22407647+59.19%
5ગ્લોબલ હેલ્થ16/11/22336511+52.17%
6રૂચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ08/04/22650924+42.2%
7એથર ઇન્ડસ્ટ્રીઝ3/06/22642904+40.95%
8વરંડા લર્નિંગ સોલ્યુશન્સ11/04/22137191+39.42%
9ડ્રીમફોલ્ક્સ સર્વિસિસ6/09/22326436+33.99%
10રેઇનબો ચિલ્ડ્રન મેડીકેર10/05/22542722+33.35%
11પ્રુડન્ટ કોર્પોરેટ20/05/22630818+29.88%
12પારાદીપ ફોસ્ફેટ27/05/224251.13+21.74%
13બીકાજી ફૂડ્સ16/11/22300362+20.7%
14સિરમા SGS ટેકનોલોજી26/08/22220259+18.05%
15ફાઇવ સ્ટાર બિઝનેસ21/11/22474544+14.79%
16ઇલેક્ટ્રોનિક્સ માર્ટ17/10/225966+13.41%
17કેમ્પસ09/05/22292326+11.75%
18ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ15/11/22368402+9.28%
19દિવગી ટોર્કટ્રાન્સ14/03/23590640+8.47
20ઇટોસ લિમિટેડ30/05/22878949+8.14%
21સુલા વાઇનયાર્ડ્સ22/12/22357361+1.18%
22લેન્ડમાર્ક કાર્સ23/12/22506509+0.59%

LIC સહિત 16 IPOમાં રોકાણકારોને નુકસાન

વર્ષ 2022-23માં રોકાણકારોને રડાવનાર IPOની વાત કરીયે તો બીએસઇના મેઇન બોર્ડ પર લિસ્ટેડ થયેલા કુલ 38માંથી 16 કંપનીમાં નુકસાન થયું છે. જેમાં એલિન ઇલેક્ટ્રોનિક્સના આઇપીઓમાં 52 ટકા, ઉમા એક્સપોર્ટ્સમાં 46 ટકા અને એલઆઇસીના શેરમાં 44 ટકા જેટલું જંગી નુકસાન સહન કરવું પડ્યું છે.

ક્રમકંપનીનું નામલિસ્ટિંગ તારીખઇશ્યૂ પ્રાઇસહાલનો બંધ ભાવઘટાડો
1એલિન ઇલેક્ટ્રોનિક30/12/22247118-52.06
2ઉમા એક્સપોર્ટ્સ07/04/226836.81-45.87%
3LIC17/05/22949532-43.93%
4ધર્મરાજ કોર્પ08/12/22237140-40.61
5આઇનોક્સ ગ્રીન23/11/226541.14-36.71%
6ડેલ્હીવેરી24/05/22487325-33.12%
7DCX સિસ્ટમ્સ11/11/22207143-30.75%
8KFin Tech29/12/22366280-23.25%
9અબાન હોલ્ડિંગ23/12/22270212-21.17%
10તમિલનાડુ મર્કેનટાઇલ બેંક15/09/22510403-20.88%
11Tracxn ટેકનલોજી20/10/228066-17.43%
12ક્રિસ્ટોન રિયલ્ટર્સ24/11/22541455-15.88%
13eMudhra01/06/22258215-15.68%
14યુનિપાર્ટ્સ ઇન્ડિયા12/12/22577526-8.83
15રેડિયન્ટ કેશ4/01/239490.66-3.55%
16હર્ષા એન્જિનિયર્સ26/10/22330329-0.11%

LICના IPOમાં રોકાણકારોને 44 ટકા નુકસાન

વીમા ધારકોની મૂડીને સુરક્ષા કવચ આપતી ભારતીય સૌથી મોટી સરકારી વીમા કંપની LIC તેના શેરધારકોની મૂડીનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે કારણે કે, તેમાં રોકાણકારોની 44 ટકા મૂડી સાફ થઇ ગઇ છે. LICનો પબ્લિક ઇશ્યૂ ભારતીય શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો IPO છે. LICનો IPO 4 મે, 2022ના રોજ ખૂલ્યો હતો અને 9 મે, 2022ના રોજ બંધ થયો હતો, કંપનીએ આઇપીઓ મારફતે રોકાણકારોને 949 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસે 22,13,74,920 ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને 21000 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા.

જો કે લિસ્ટિંગના દિવસે જ LICના આઇપીઓમાં રોકાણ ઇન્વેસ્ટરો માટે ખોટોનો સોદો બની ગયો હતો. લિસ્ટિંગના દિવસ એલઆઇસીનો શેર 949 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસ સામે બીએસઇ ખાતે 875 રૂપિયાના ભાવે બંધ થયો હતો. આમે લિસ્ટિંગના દિવસ જે રોકાણકારોને LICમાં પ્રતિ ઇક્વિટી શેર દીઠ 73 રૂપિયાનું નુકસાન થયું હતું. લિસ્ટિંગ બાદથી LICનો સતત ઘટી રહ્યો છે અને 29 માર્ચ, 2023ના રોજ LICનો શેર બીએસઇ પર 530 રૂપિયાન ભાવે બંધ થયો હતો, જે તેનો અત્યાર સુધીનો સૌથી નીચો ભાવ છે. આ ભાવે કંપનીની માર્કેટ3,36,584 કરોડ રૂપિયા રહી હતી.

IPO દ્વારા 9 વર્ષમાં સૌથી ઓછા નાણાં ઉભા કરાયા

વર્ષ 2022-23 IPOના રિટર્નની દ્રષ્ટિએ એકંદરે નિરાશાજનક રહેવાની સાથે સાથે ભંડોળ એક્ત્રિકરણની રીતે પણ બહું જ ખરાબ રહ્યું છે. વર્ષ 2022-23માં કંપનીઓએ જાહેર ભરણું એટલે કે IPO મારફતે 38 કંપનીઓએ 52116 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે, જે છેલ્લા નવ વર્ષમાં સૌથી ઓછા છે, તો વાર્ષિક તુલનાએ 50 ટકા ઓછા છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ 2021-22માં ભારતરીયશરેબજારમાં 53 કંપનીએ પબ્લિક ઇશ્યૂ મારફતે રેકોર્ડ બ્રેક 1,11,547 રૂપિયા એક્ત્ર કર્યા હતા.

Web Title: Stock market ipo return in fy23 lic uma exports elin electronic worst ipo

Best of Express