વિશ્વના ટોચના અરબપતિઓની સંપતિમાં ભારે ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. દુનિયાના સૌથી ઘનિષ્ઠ વ્યક્તિ એલન મસ્ક અને દુનિયાના ચોથા નંબરના અમીર વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિ માત્ર એક જ દિવસમાં 12.41 બિલિયન ડોલર ઓછી થઇ ગઇ છે. આ સાથે મુકેશ અંબાણીને પણ ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અહેવાલમાં જાણીએ કે શા કારણથી આ અરબપતિઓ આટલો મોટો ઝટકો લાગ્યો છે.
સંપત્તિમાં ઘટાડા પાછળનું કારણ
ખરેખર તો વિશ્વના ઘનિષ્ઠ વ્યકિતઓની સંપતિમાં ઘટાડો આવવા પાછળનું તથ્ય ટેસ્લા, અદાણી ગ્રુપ તેમજ મુકેશ અંબાણીના શેયરોમાં આવેલો ઘટાડો છે. બ્લૂમવર્ગના રિપોર્ટ અનુસાર, ભારતના સૌથી અમિર વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો આવ્યો છે. શેયરના ભાવ તળિયે જતા રહેવાના કારણે તેમની સંપત્તિમાં 2.11 બિલિયન ડોલર એટલે કે આશરે 17, 400 કરોડ રુપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
વિશ્વના ઘનિષ્ઠ વ્યક્તિઓની સંપત્તિમાં ભારે ઘટાડો
જ્યારે ટેસ્લા કંપનીના CEO અને વિશ્વના સૌથી અમિર વ્યક્તિ એલન મસ્કને માત્ર એક જ દિવસમાં 10.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 85 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે વિશ્વના બીજા નંબરના અમીર વ્યક્તિ જેફ બેજોસને પણ એક દિવસમાં 5.92 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જ્યારે દુનિયાના ત્રીજા નંબરના અમીર બર્નાર્ડ અરનોલ્ટને એક દિવસમાં 4.85 ડોલરનુ નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે.
મુકેશ અંબાણીને પણ ભારે નુકસાન
દુનિયાના ટોપ 10 અમીર વ્યક્તિની યાદીમાં મુકેશ અંબાણી 10માં નંબર પર છે. જેની કુલ સંપતિ લગભગ 83.6 બિલિયન ડોલર છે અને તેની સંપતિમાં છેલ્લા 24 કલાકમાં 93.7 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. તમને જણાવી દઇએ કે, ટોપ 10માં અમીરોની લિસ્ટમાં બીજા ભારતીય છે. આ સિવાય મુકેશ અંબાણી ભારત અને એશિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ છે.
અબજોપતિ પાસે આટલી સંપત્તિ
અદાણી ગ્રુપના ચેરમેન અને ટેસ્લાના CEO એલન મસ્કની સંપત્તિમાં આટલો મોટો ઘટોડો થયો હોવા બાદ ગૌતમ અદાણીની સંપતિ વિશે વાત કરીએ તો હવે તેમની સંપત્તિ કુલ 125 બિલિયન ડોલર છે. જ્યારે એલન મસ્કની કુલ સંપત્તિ 210 બિલિયન ડોલર છે. તો જેફ બેજોસ પાસે કુલ 137 બિલિયન ડોલરની સંપત્તિ અને બર્નાર્ડ અરનોલ્ટ પાસે કુલ 131 બિલિયન ડોલરની સંપત્તિ છે.
એલન મસ્કે જૂની ઓફર રજૂ કરી
ઉલ્લેખનીય છે કે, ટેસ્લાની CEO એલન મસ્કે તાજેતરમાં ટ્વિટર ખરીદવાને લઇ જૂની ઓફર રજૂ કરી છે. ત્યારે ટૂંક સમયમાં ટ્વિટરને લઇ મોટી ડીલ થવાની સંભાવના છે. તો ગૌતમ અદાણીએ તાજેતરમાં રાજસ્થાનમાં 60 હજાર કરોડનો નિવેશમે ચર્ચામાં છે.