Share Market: સેન્સેક્સ 320 પોઇન્ટ વધીને બંધ, ઈન્ડ્સઇન્ડ બેંક શેર ટોપ ગેઇન

Stock Market News Live Updates: સેન્સેક્સ નિફ્ટી મે મહિનાની એક્સપાયરીના દિવસે વોલેટાઇલ ટ્રેડિંગ બાદ વધીને બંધ થયા છે. ઈન્ડ્સઇન્ડ બેંકનો શેર અઢી ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો.

Stock Market News Live Updates: સેન્સેક્સ નિફ્ટી મે મહિનાની એક્સપાયરીના દિવસે વોલેટાઇલ ટ્રેડિંગ બાદ વધીને બંધ થયા છે. ઈન્ડ્સઇન્ડ બેંકનો શેર અઢી ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
BSE | share market | stock market | Bombay Stock Exchange

BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Stock Market News Updates: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મે એક્સપાયરીના દિવસે બંને બાજુ મોટી વધઘટ બાદ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 320 પોઇન્ટ વધીને 81633 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ નીચામાં 81106 અને ઉપરમાં 81816 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 81 પોઇન્ટ વધીને 24833 બંધ થયો છે. સેશન દરમિયાન નિફ્ટી ઉપરમાં 24892 અને નીચામાં 24677 થયો હતો. સેન્સેક્સના 30 માંથી 24 અને એનએસઇ નિફ્ટી 50 માંથી 37 બ્લુચીપ શેર વધ્યા હતા. બીએસઇની કુલ માર્કેટકેપ 445.57 લાખ કરોડ રૂપિયા થઇ હતી. ઈન્ડ્સઇન્ડ બેંક શેર 2.4 ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો.

Advertisment

ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ખુલ્યા

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મે એક્સપાયરી દિવસે વધીને ખુલ્યા છે. બ્લુચીપ આઈટી સ્ટોકમાં સુધારાથી શેરબજારને સપોર્ટ મળ્યો છે. આજે મે એક્સપાયરી હોવાથી માર્કેટ વોલેટાઇલ રહેવા સંભવ છે. કંપની પરિણામોની સીઝન હોવાથી સ્ટોક સ્પેસિફિક હચલચ જોવા મળી શકે છે. શેરબજારના આજના લેટેસ્ટ સમાચાર અહીં વાંચો

સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા

સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81312 સામે આજે 250 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 81591 ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 81816ની ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24752 સામે આજે 24825 ખુલ્યો હતો અને ઉપરમાં 24889 સુધી ગયો હતો. સેન્સેક્સ માટે હાલ 81500 લેવલ સપોર્ટ લેવલ છે. આજે મે એક્સપાયરી હોવાથી શેરબજાર વોલેટાઇલ રહેશે.

ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને ખુલ્યો

ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે ઘટીને ખુલ્યો હતો. કરન્સી માર્કેટમાં ગુરુવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા ઘટીને 85.53 ખુલ્યો હતો. જ્યારે બુધવારે રૂપિયાનો બંધ ભાવ 85.40 હતો. શેરબજારમાં નરમાઇ અને ક્રૂડ ઓઇલ વધતા ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ છે. ઉપરાંત આયાતકારો તરફથી મહિનાના અંતે ડોલરની ખરીદીથી પણ રૂપિયા નબળો પડ્યો છે.

Advertisment
  • May 29, 2025 16:14 IST

    સેન્સેક્સ 320 પોઇન્ટ વધીને બંધ, ઈન્ડ્સઇન્ડ બેંક શેર ટોપ ગેઇન

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મે એક્સપાયરીના દિવસે બંને બાજુ મોટી વધઘટ બાદ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 320 પોઇન્ટ વધીને 81633 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ નીચામાં 81106 અને ઉપરમાં 81816 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 81 પોઇન્ટ વધીને 24833 બંધ થયો છે. સેશન દરમિયાન નિફ્ટી ઉપરમાં 24892 અને નીચામાં 24677 થયો હતો. સેન્સેક્સના 30 માંથી 24 અને એનએસઇ નિફ્ટી 50 માંથી 37 બ્લુચીપ શેર વધ્યા હતા. બીએસઇની કુલ માર્કેટકેપ 445.57 લાખ કરોડ રૂપિયા થઇ હતી. ઈન્ડ્સઇન્ડ બેંક શેર 2.4 ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો.



  • May 29, 2025 15:07 IST

    8th Pay Commission: 8મા વેતન પંચ વિશે પૂછાતા 10 મહત્વના સવાલોના જવાબ; ફિટમેન્ટ ફેક્ટર, પગાર અને પેન્શન કેટલા વધશે?

    8th Pay Commission FAQs: 8મું વેતન પંચ લાગુ થવાની સરકારી કર્મચારીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. અહીં 8માં પગાર પંચ વિશે વારંવાર પુછાતા સવાલોના જવાબ આપવામાં આવ્યા છે. જે તમને 8મા પગાર પંચ સંબંધિત દરેક પાસાને સમજવામાં મદદ કરશે. ...સંપૂર્ણ માહિતી



  • May 29, 2025 11:40 IST

    ઈન્ડ્સઇન્ડ બેંક શેરમાં ઉછાળો

    સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ શેરબજાર ફ્લેટ ટ્રેડ કરી રહ્યું છે. સેન્સેક્સ 63 પોઇન્ટ અને નિફ્ટી 25 પોઇન્ટ ડાઉન છે. બેંક નિફ્ટી 220 પોઇન્ટ વધીને જ્યારે નિફ્ટી આઈટી શેર 210 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ડ્સઇન્ડ બેંક શેર દોઢ ટકા ઉછળીને 816 રૂપિયાની ટોચે પહોંચ્યો છે. સેબી એ ઈન્ડ્સઇન્ડ બેંકના પૂર્વ સીએમડી સુમંત કાઠપલિયા, પૂર્વ ડેપ્યુટી સીઇઓ અરુણ ખુરાના, ટ્રેઝરી હેડ સુશાંત સોરવ, ગ્લોબલ માર્કેટ હેડ રોહન જથન્ના અને કન્ઝ્યુમર બેન્કિંહ હેડ અનિલ માર્કો રાવના મૂડીબજારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીના આ નિર્ણયની બેંક શેર પર સકારાત્મક અસર જોવા મળી છે.



  • May 29, 2025 10:45 IST

    ટેરિફ પાવરના દમ પર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું, ટ્રમ્પના અધિકારીઓની કોર્ટમાં દલીલ

    અમેરિકાની કોર્ટમાં ટ્રમ્પના અધિકારીઓએ ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો. તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ વેપારના આધારે બંને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાવ્યા હતા. ...બધું જ વાંચો



  • May 29, 2025 10:32 IST

    ઉબરમાં આવ્યું જોરદાર ફિચર, હવે તમે કેબ સાથે મેટ્રો ટિકિટ બુક કરી શકો છો, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત

    Uber New feature : હવે વપરાશકર્તાઓ ઉબર પ્લેટફોર્મ પર QR કોડ-આધારિત મેટ્રો ટિકિટ બુક કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉબરનો આ નિર્ણય ONDC સાથે હરીફ રેપિડોની ભાગીદારી પછી આવ્યો છે. ...બધું જ વાંચો



  • May 29, 2025 10:03 IST

    આજે આ કંપનીઓના પરિણામ જાહેર થશે

    આજે 29 મે 2025ના રોજ, બજાજ ઓટો અને સુઝલોન એનર્જીના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. આ ઉપરાંત, ઇપ્કા લેબ, અલ્કેમ લેબ, બજાજ હિન્દુસ્તાન સુગર, એન્જિનિયર્સ ઇન્ડિયા, ગુજરાત પીપાવાવ પોર્ટ, આઇસીઆરએ, કેએનઆર કન્સ્ટ્રક્શન્સ, લેમન ટ્રી હોટેલ્સ, સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ, એનબીસીસી (ઇન્ડિયા), પ્રેસ્ટિજ એસ્ટેટ્સ, એસજેવીએન અને શોભા ડેવના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવશે.



  • May 29, 2025 09:55 IST

    ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને ખુલ્યો

    ડોલર સામે રૂપિયો સતત ત્રીજા દિવસે ઘટીને ખુલ્યો હતો. કરન્સી માર્કેટમાં ગુરુવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા ઘટીને 85.53 ખુલ્યો હતો. જ્યારે બુધવારે રૂપિયાનો બંધ ભાવ 85.40 હતો. શેરબજારમાં નરમાઇ અને ક્રૂડ ઓઇલ વધતા ડોલર સામે રૂપિયો દબાણ હેઠળ છે. ઉપરાંત આયાતકારો તરફથી મહિનાના અંતે ડોલરની ખરીદીથી પણ રૂપિયા નબળો પડ્યો છે.



  • May 29, 2025 09:52 IST

    સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા, આજે શેરબજારમાં મે મહિનાની એક્સપાયરી

    સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81312 સામે આજે 250 પોઇન્ટથી વધુ ઉંચા ગેપમાં 81591 ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ 81816ની ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24752 સામે આજે 24825 ખુલ્યો હતો અને ઉપરમાં 24889 સુધી ગયો હતો. સેન્સેક્સ માટે હાલ 81500 લેવલ સપોર્ટ લેવલ છે. આજે મે એક્સપાયરી હોવાથી શેરબજાર વોલેટાઇલ રહેશે.



સોનું ચાંદી બિઝનેસ Investment શેર બજાર