market performance in september 2022 : રિઝર્વ બેન્ક (RBI) દ્વારા ધારણા મુજબ વ્યાજદરમાં અડધા ટકાના વધારાના આંચકાને પચાવી ભારતીય શેરબજાર (indian stock market) સપ્ટેમ્બર (market performance in september 2022) મહિનાના છેલ્લા દિવસે સુધારા સાથે બંધ થયા હતા. આ સાથે જ સેન્સેક્સ (sensex) – નિફ્ટી (nifty) માં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા ઘટાડાને બ્રેક લાગી હતી. જેમાં બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ (BSE sensex) 1016.96 પોઇન્ટ ઉછળીને 57426.92 અને એનએસઇ નિફ્ટી (nes nifty) 276 પોઇન્ટની મજબૂતીમાં 17000ની સપાટી કુદાવી 17094ના લેવલે બંધ થયા હતા.
શેરબજાર માટે મહિનાનો છેલ્લો દિવસ ભલે સારો રહ્યો હોય પરંતુ સાર્વત્રિક દ્રષ્ટિએ સપ્ટેમ્બર (september) મહિનો શેરબજાર, સોના અને રૂપિયા માટે અત્યંત નિરાશાજનક રહ્યો છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં 3.5 ટકાનું નેગેટિવ રિટર્નઃ-

સપ્ટેમ્બર મહિનો શેરબજારના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં સેન્સેક્સમાં 2111 પોઇન્ટ અને નિફ્ટીમાં 665 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. ટકાવારીની રીતે બંને બેન્ચમાર્કમાં અનુક્રમે 3.54 ટકા અને 3.74 ટકાનું ધોવાણ થયુ છે.
શેરબજારમાં ઘટાડાના કારણો અમેરિકન ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક વૃદ્વિ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી રોકાણકારોની માનસિકતા નબળી પડવી વૈશ્વિક આર્થિક મંદીના ભણકારા કડક ધિરણનીતિના પગલે મની માર્કેટમાં તરલતામાં ઘટાડો દરેક ઉછાળે સ્થાનિક રોકાણકારો શેર વેચી પ્રોફિટ બુકિંગની પ્રવૃત્તિ
સોનું (gold) સસ્તું થયું, ચાંદી (silver)માં ચમકારોઃ-
કિમતી ધાતુઓની કરીયે તો હાલ સોનાની ખરીદીનો સારો મોકો છે. વૈશ્વિક બજારોની નરમાઇ પાછળ સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવ (gold price) એકંદરે ઘટ્યા છે. 30 સપ્ટેમ્બરે અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો હાજર ભાવ 51800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, જે 31 ઓગસ્ટના 52900 રૂપિયા હતો. જે દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં સોનું 1100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તુ થયુ છે. તો બીજી બાજુ ચાંદીમાં રોકાણકારોને ‘ચાંદી-ચાંદી’ થઇ છે. 31 ઓગસ્ટના રોજ સ્થાનિક બજારમાં 1 કિગ્રા ચાંદીનો ભાવ (silver price) 55500 રૂપિયા હતો જે વધીને 30 સપ્ટેમ્બરના રોજ 57500 રૂપિયા થયો છે. આમ સપ્ટેમ્બર મહિનામાં ચાંદીની કિંમત પ્રતિ 1 કિગ્રા દીઠ 2000 રૂપિયા વધી છે. ટકાવારીની દ્રષ્ટિએ બંને સપ્ટેમ્બર મહિનામાં સોનાની કિંમત 2.07 ટકા ઘટી છે જ્યારે ચાંદી 3.60 ટકા મોંઘી થઇ છે.
ડોલર સામે રૂપિયાનું (dollar vs rupee) મૂલ્ય મહિનામાં 2.4 ટકા ઘટ્યું:-
ડોલર સામે રૂપિયાના (dollar against rupee) મૂલ્યમાં સતત ધોવાણ થઇ રહ્યુ છે. રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં 0.5 ટકાની વૃદ્ધિના પગલે શુક્રવારે યુએસ ડોલર (US dollar) સામે ભારતીય રૂપિયો (Indian rupee) 37 પૈસા સુધરીને 81.36ના સ્તરે બંધ થયો હતો. અલબત્ત તેના બે દિવસ પહેલા યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 81.93 ઓલટાઇમ લો (rupee all time low) થયો હતો. જો ઓગસ્ટ મહિનાના અંતે ડોલર સામે રૂપિયાનો ક્લોઝિંગ રેટ 79.45 હતો. આ સપ્ટેમ્બર મહિનામાં 1 ડોલરનું મૂલ્ય ભારતીય ચલણમાં 1.91 રૂપિયા વધ્યુ છે. ટકાવારી રીતે ડોલર સામે રૂપિયાના મૂલ્યના મૂલ્યમાં 2.40 ટકાનું ધોવાણ થયુ છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણની ઉંડી અને ગંભીર અસરો થઇ રહી છે.
વિગત | 31 ઓગસ્ટ 2022 | 30 સપ્ટેમ્બર 2022 | વધ/ઘટ | ટકાવારી |
---|---|---|---|---|
સેન્સેક્સ | 59537 | 57426 | -2111 | -3.54% |
નિફ્ટી | 17759 | 17094 | -665 | -3.74% |
સોનું | ₹52900 | ₹51800 | -₹1100 | -2.07% |
ચાંદી | ₹55500 | ₹57500 | +₹2000 | +3.60% |
ડોલર/રૂપિયો | 79.45 | 81.36 | -1.91 | -2.40% |