Adani Group Share: 2024ના પહેલા દિવસે શેરબજારમાં રોકાણકારોને 1.61 લાખ કરોડની કમાણી, જાણો અદાણી ગ્રૂપના શેર કેટલા વધ્યા?

Share Market Sensex Nifty Update: વર્ષ 2024ના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ - નિફ્ટી સાધારણ વધી બંધ થતા રોકાણકારોને કમાણી થઇ છે. જાણો અદાણી ગ્રૂપ કંપનીઓના શેરના શું છે હાલ.

Share Market Sensex Nifty Update: વર્ષ 2024ના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ - નિફ્ટી સાધારણ વધી બંધ થતા રોકાણકારોને કમાણી થઇ છે. જાણો અદાણી ગ્રૂપ કંપનીઓના શેરના શું છે હાલ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bombay stock exchange bse

બીએસઇ એ ભારતનું પહેલી લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જ છે

Sensex Nifty Update: અદાણી ગ્રૂપ માટે વર્ષ 2023ની શરૂઆત ભલે નિરાશાજનક રહી હોય પરંતુ અંત એકંદરે સાનુકુળ રહ્યો છે અને નવા વર્ષ 2024 પણ પ્રોત્સાહક રહેવાની વ્યાપક ધારણા છે. વર્ષ 2024ના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ - નિફ્ટી સાધારણ વધીને ગ્રીન ઝોનમાં બંધ થતા રોકાણકારોને કમાણી થઇ છે. તો અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેર 7 ટકા સુધી ઉછળીને બંધ થયા હતા. જેમાંથી એક કંપનીનો શેર વર્ષની ટોચે પહોંચ્યો હતો.

Advertisment

અદાણી ગ્રૂપ કંપનીના તમામ શેર વધ્યા (Adani Group Companies Share)

વર્ષ 2024ના પ્રથમ ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં રોકાણકારોને સારી કમાણી થઇ છે. ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. જેમાં એનડીટીવી કંપનીનો શેર ઇન્ટ્રા-ડે 7 ટકા ઉછળ્યો અને 359 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. કામકાજના અંતે શેર 5 ટકાની મજબૂતીમાં 275 રૂપિયા બંધ થયો હતો.

Adani group | Adani Company | Guatam Adani group | Adani share Price | adani enterprises
અદાણી ગ્રૂપ એ ગૌતમ અદાણીની માલિકીનું ઉદ્યોગ સમૂહ છે. (Express Photo)

આજે અદાણી ગ્રૂપ કંપનીમાં અદાણી વિલ્મર, અંબુજા સિમેન્ટ, અદાણી એન્ટરપ્રાઇસ, અદાણી પોર્ટ્સ- સેઝ, એસીસી લિમિટેડ અને અદાણી ટોટલ ગેસનો શેર સવા ટકાથી 3.4 ટકા વધ્યા છે.

કંપનીનું નામબંધ ભાવવધારોમાર્કેટકેપ (કરોડ)
એનડીટીવી2755.03%1777
અદાણી વિલ્મર3673.41%47698
અંબુજા સિમેન્ટ5342.64%106172
અદાણી એન્ટરપ્રાઇસ29162.38%332526
અદાણી પોર્ટ્સ - સેઝ10482.33%226393
એસીસી લિમિટેડ22441.59%42140
અદાણી ટોટલ ગેસ10011.25%110090
અદાણી એનર્જી સોલ્યુશન્સ10540.77%117584
અદાણી પાવર5250.09%202605
અદાણી ગ્રીન એનર્જી15980.08%253183
Advertisment

3 જાન્યુઆરીએ અદાણી પોર્ટસ-સેઝની બોર્ડ મિટિંગ

અદાણી પોર્ટ્ -સેઝ કંપનીનો શેર 2.3 ટકા વધીને 1048 રૂપિયા બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેર 3.2 ટકા વધ્યો હતો. નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઇશ્યૂ કરવાના પ્રસ્તાવ વિશે અદાણી પોર્ટ્સની બોર્ડ મિટિંગ 3 જાન્યુઆરી યોજાશે.

સેન્સેક્સ - નિફ્ટી સાધારણ વધ્યા (Sensex Nifty Update)

share market | sensex | nifty | stock market | National Stock Exchange
Stock Market NSE: નેશનલ સ્ટોક એક્સચેન્જ - એનએસઇ. (એક્સપ્રેસ ફોટો)

2024ના પ્રથમ ટ્રેડિંગ સેશનના દિવસે ભારતીય શેરબજાર સાધારણ વધીને બંધ થયા હતા. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 32 પોઇન્ટ વધીને 72272 બંધ થયો હતો. સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન નીચામાં 72031 અને ઉપરમાં 72561 સુધી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી માત્ર 10 પોઇન્ટ સુધરીને 21741 બંધ થયો હતો.

આ પણ વાંચો |  2024માં સેન્સેક્સ – નિફ્ટી વધશે કે ઘટશે? ક્યા પરિબળો શેરબજારની દિશા નક્કી કરશે? જાણો

શેર બજારના રોકાણકારોને 1.61 લાખ કરોડની કમાણી (BSE Market Cap)

આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટકેપ 365.89 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસેના અંતે બીએસઇની માર્કેટ વેલ્યૂએશન 364.28 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ 1 જાન્યુઆરીના રોજ શેર બજારના રોકાણકારોને 1.61 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ gautam adani Investment શેર બજાર