/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Stock-Market-Update-Today.jpg)
ભીજપની જીતની અસર શેર માર્કેટ પર
Stock Market Midcap Smallcap Index Recover : શેરબજારમાં કડાકા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બાઉન્ટ થયા છે. નીચા ભાવે ખરીદી નીકળતા સ્મોલકેપ અને મિડકેપમાં રિકવરી જોવા મળી છે. તેમ છતાં રોકાણકારોને હજી પણ માર્કેટમાં મોટા કરેક્શનનો ભય સતાવી રહ્યો છે. સેન્સેક્સમાં આજની રિકવરી આઈટી સ્ટોક્સને આભારી હતી.
સેન્સેક્સ 73000 અને નિફ્ટી 22000ની ઉપર બંધ
શેરબજારમાં એકંદરે સારી રિકવરથી સેન્સેક્સ અને નિફ્ટી વધીને બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ 335 પોઇન્ટ વધીને 73000ની સપાટી કુદાવી 73097 બંધ થયો હતો. પાછલા બંધ લેવલથી સેન્સેક્સ 603 પોઇન્ટ ઈન્ટ્રા ડે વધી 73364ની ટોચને સ્પર્શ્યો હતો.
તેવી જ રીતે એનએસઇ નિફ્ટી 22000ની સપાટી કુદાવવામાં સફળ રહ્યો અને સેશનના અંતે 149 પોઇન્ટ વધી 22146 બંધ થયો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન નઇફ્ટી 21917 થી 22202ની રેન્જમાં રહ્યો હતો. નોંધનિય છે કે, બુધવારે સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 1100 પોઇન્ટનો કડાકો બોલાયો અને નિફ્ટી 22000ની નીચે બંધ થતા શેરબજારમાં હાહાકાર મચ્યો હતો.
સ્મોલકેપ અને મિડકેપમાં શાનદાર રિકવરી
સેન્સેક્સ અને નિફ્ટીની સાથે સાથે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ શાનદાર રિકવરી જોવા મળી હતી. નીચા મથાળે શેરમાં લેવાલીથી બોર્ડર માર્કેટ વધ્યું હતું. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 855 પોઇન્ટ વધી 38446 બંધ થયો હતો. તો સ્મોલકેપ ઈન્ડેક્સ પણ 1265 પોઇન્ટ ઉછળીને 41907 બંધ થયા હતા. નોંધનિય છે કે, આગલા દિવસ મિડકેપ ઇન્ડેક્સ 1545 પોઇન્ટ અને સ્મોલકેપ 2189 પોઇન્ટ તૂટ્યા હતા. ટકાવારીમાં અનુક્રમે 4.2 ટકા અને 5.1 ટકાનો કડાકો નોંધાયો છે. જે ડિસેમ્બર 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Share-Market-Outlook.jpg)
બેન્કેક્સને બાદ કરતા તમામ ઇન્ડેક્સ વધ્યા
સેક્યોરિયલ ઈન્ડાઇસિસમાં બેન્કેક્સને બાદ કરતા તમામ ઈન્ડાઇસિસ વધ્યા હતા. જેમાં ટેક, પાવર મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, યુટિલિટીઝ, ટેલિકોમ્યુનિકેશન્સ, આઈટી, હેલ્થકેર, એફએમસીજી ઈન્ડેક્સ 1થી 3.5 ટકા જેટલા વધ્યા હતા. બેન્કેસ નિફ્ટી 191 પોઇન્ટની નુકસાનીમાં 47790 બંધ થયો હતો.
આ પણ વાંચો | શેરબજારમાં ટ્રેડિંગ કરવું સસ્તુ થયું, એનએસઈ એ ટ્રાન્ઝેક્શન ચાર્જ ઘટાડ્યા
રોકાણકારોની 8 લાખ કરોડ મૂડી રિકવર
શેરબજારમાં રિકવરીના પગલે રોકાણકારોને આગલા દિવસ થયેલા નુકસાનની 50 ટકા મૂડી રિકવર થઇ હતી. શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટકેપ 380.05 લાખ કરોડ રૂપિયા હતું. જે આગલા દિવસ 372.07 લાખ રોડ રૂપિયા હતું. આમ એક દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us