Stock Market Update Today : 3 રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત બાદ શેર માર્કેટે ધૂમ મચાવી, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ લેવલ પર

Stock Market Update Today : ભાજપની ત્રણ રાજ્યોમાં શાનદાર જીતની અસર આજે શેર માર્કેટ (BJP wins impact on stock market) માં જોવા મળી રહી છે. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) માં તેજી જોવા મળી રહી છે, અને આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી સહિતના અન્ય સૂચકાંકો પણ મજબૂત થયા છે.

Written by Kiran Mehta
December 04, 2023 11:01 IST
Stock Market Update Today : 3 રાજ્યોમાં ભાજપની પ્રચંડ જીત બાદ શેર માર્કેટે ધૂમ મચાવી, સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ લેવલ પર
ભીજપની જીતની અસર શેર માર્કેટ પર

Stock Market Update Today : સ્થાનિક શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો મિશ્ર જણાય છે. જોકે, સ્થાનિક સ્તરે રાજકીય સ્થિરતાના મજબૂત સંકેત છે. રાજ્યની ચૂંટણીમાં ભાજપ 3 મોટા રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે, જેના કારણે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં કેન્દ્ર સરકારની સ્થિરતાના સંકેત બજારને મળી રહ્યું છે. હાલમાં બજાર ભાજપની જીતથી ખુશ જણાય છે અને સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 900 થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી 20500 ને પાર કરી ગયો છે.

આજે વેપારના લગભગ દરેક ક્ષેત્રમાં ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેંક અને નાણાકીય સૂચકાંકો 1.5 ટકા મજબૂત થયા છે. જ્યારે આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, એફએમસીજી સહિતના અન્ય સૂચકાંકો પણ મજબૂત થયા છે. હાલમાં સેન્સેક્સ 902 પોઈન્ટ વધીને 68,383.56 ના સ્તરે છે. જ્યારે નિફ્ટીમાં 280 પોઈન્ટનો વધારો થયો છે અને તે 20548 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

ઝુમેઝુમાં HULનો શેર

હિન્દુસ્તાન યુનિલિવરના શેરનો ભાવ 1.66 ટકા વધીને રૂ. 2606.35 થયો છે. તમને જણાવી દઈએ કે, આ વધારો અગ્રણી વૈશ્વિક વૈકલ્પિક એસેટ મેનેજર બ્રુકફિલ્ડ સાથે ભાગીદારીમાં રાજસ્થાનમાં 45 મેગાવોટનો સોલર એનર્જી પાર્ક સ્થાપવાને કારણે થયો છે.

અદાણી એન્ટરપ્રાઈઝ સતત વૃદ્ધિ કરી રહ્યું છે

NSE નિફ્ટી 50માં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, કોલ ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બેંક હાલમાં મોખરે છે.

બેન્કિંગ બેન્કિંગ શેરો ચમકી રહ્યા છે

પીએસયુ બેંકના શેરો અને અન્ય ક્ષેત્રના શેરો 3.12 ટકાના સ્તરે ટોચના ગેનર હતા. તો, ખાનગી બેંકો, નાણાકીય સેવાઓ અને તેલ અને ગેસ શેરો પણ 2 ટકાથી વધુના ભાવે ટ્રેડ થઈ રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ