/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/impact-of-budget-on-stock-market.jpg)
બજેટ 2024 બાદ સ્ટોક માર્કેટ પર અસર
Stock Market Updates | સ્ટોક માર્કેટ અપડેટ્સ ટુડે : બજેટ 2024ની રજૂઆત બાદ આજે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન અને F&O પર STT વધારવાની જાહેરાતને કારણે માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આજે નિફ્ટી 24400 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે આજે સેન્સેક્સમાં લગભગ 335 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો જોઈએ બજેટના બીજા દિવસે શેર માર્કેટ પર કેવી અસર જોવા મળી રહી છે.
આજે ટ્રેડિંગમાં નિફ્ટી પર માત્ર મિડકેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે. જ્યારે બેન્ક, ફાઈનાન્સિયલ, આઈટી, એફએમસીજી, ઓટો, ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. હાલમાં સેન્સેક્સમાં 335 પોઈન્ટની નબળાઈ છે અને તે 80082 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 79 પોઈન્ટના ઘટાડા બાદ 24,401ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
વૈશ્વિક સંકેતો નબળા
સ્થાનિક શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યારે મંગળવારે અમેરિકન બજારો પણ નબળા બંધ થયા છે. મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ 57 પોઈન્ટ ઘટીને 40358.09 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટમાં 10 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 17997.35 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 9 પોઈન્ટ ઘટીને 5555.74 ના સ્તર પર બંધ થયો હતો.
FII અને ડેટા
NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, મંગળવાર, 23 જુલાઈ, 2024ના રોજ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FIIs) ચોખ્ખા વેચાણકર્તા હતા અને તેમણે રૂ. 2975.31 કરોડના શેર વેચ્યા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) પણ ચોખ્ખા વેચાણકર્તા હતા અને 23 જુલાઈના રોજ રૂ. 1418.82 કરોડના શેર વેચ્યા હતા.
ક્રૂડ 82 ડોલર ની નીચે
બ્રેન્ટ ક્રૂડમાં થોડી નબળાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 82 ડોલરની નીચે આવી ગયું છે અને પ્રતિ બેરલ 81.50 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. તો, WTI ક્રૂડ પણ મામૂલી નબળાઈ સાથે $77.35 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
એશિયન બજારોમાં મિશ્ર વેપાર
આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. આજે GIFT NIFTY 0.05 ટકા વધ્યો છે જ્યારે Nikkei 225 0.84 ટકા ડાઉન છે. સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.09 ટકાની નબળાઈ છે, જ્યારે હેંગસેંગમાં 0.57 ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. તાઇવાન વેઇટેડ ફ્લેટ છે જ્યારે કોસ્પી 0.17 ટકાનો ઘટાડો દર્શાવે છે. શાંઘાઈ કમ્પોઝિટમાં 0.10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે
ડાઉ જોન્સ 57 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો
મંગળવારે અમેરિકન બજારોમાં દબાણ જોવા મળ્યું હતું. મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ 57 પોઈન્ટ ઘટીને 40358.09 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટમાં 10 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 17997.35 ના સ્તરે બંધ થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 9 પોઈન્ટ ઘટીને 5555.74 ના સ્તર પર બંધ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us