રોકાણ : શેર કે મ્યુચ્યુઅલ ફંડ્સ કે ઇટીએફ? મંદીના સમયે રોકાણ કરવાની ટીપ્સ, મળતો રહેશે નફો

Investement tips in recession : વિદેશમાં ઘણો બેંકોની નાદારી, વધતી જતો ફુગાવોવા, વ્યાજદરમાં વૃદ્ધિ અને શેર બજારમાં અફરાતફરીને કારણે આર્થિક મંદીનું જોખમ સતત વધી રહ્યું છે.

Investement tips in recession : વિદેશમાં ઘણો બેંકોની નાદારી, વધતી જતો ફુગાવોવા, વ્યાજદરમાં વૃદ્ધિ અને શેર બજારમાં અફરાતફરીને કારણે આર્થિક મંદીનું જોખમ સતત વધી રહ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
investment tips

માર્કેટ અસ્થિર હોયત્યારે પણ ડિવિડન્ડ આપતી કંપનીઓમાં રોકાણ એ સ્થિર આવકનો સારો સ્ત્રોત બની શકે છે.

Investement tips in recession : તાજેતરમાં ઘણી બેંકોએ નાદારી નોંધાવતા, વધતી જતો ફુગાવો, વ્યાજદરમાં વૃદ્ધિ અને શેરબજારમાં અસ્થિરતાને કારણે આર્થિક મંદીનું જોખમ સતત વધી રહ્યું છે. ભારતનું શેર બજાર હાલ તેજીમાં છે, પરંતુ વિદેશી બજારોમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, જેની અસર અહીં પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણ માટે હાલનો સમય ઘણો જોખમી સાબિત થઈ શકે છે. જો કે, પૈસા બનાવનારાઓ આવા સમયમાં પણ કમાણી કરી લે છે. જો તમે પણ આ સમયમાં રોકાણ કરવા માંગો છો, તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. મંદી દરમિયાન રોકાણ કરતા પહેલા તમે શું પ્રાપ્ત કરવા માંગો છો? શું તમે અસ્થિર માહોલમાં ન્યૂનતમ જોખમ લેવા માંગો છો? અથવા શું તમે આ સમયે તમારા પોર્ટફોલિયોમાં ઓછા ભાવને કારણે વધુને વધુ સ્ટોક ખરીદવા ઇચ્છો છો જેથી કરીને તમે તેજી દરમિયાન મોટો નફો કરી શકો? આર્થિક મંદી જેવી પરિસ્થિતિમાં તમારે શું અને કેવી રીતે કરવું જોઈએ ચાલો જાણીયે…

Advertisment

મ્યુચ્યુઅલ ફંડ તરફ ફંટાવવું

આર્થિક મંદી દરમિયાન તમે નીચા ભાવ ઘણા સ્ટોક ખરીદી શકો છો. પરંતુ અલગ-અલગ શેર ખરીદવાને બદલે, તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરી શકો છો. આ પદ્ધતિ તમને એટલું વળતર ન આપી શકે પણ તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. મંદી બાદ શેરબજારમાં સામાન્ય રીતે જોરદાર તેજી જોવા મળે છે, તેથી બજારમાં વૈવિધ્યસભર રોકાણ કરવું સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. આમ કરવાથી તમારા પોર્ટફોલિયોને સુરક્ષિત કરવાની મહત્તમ તકો રહે છે.

બોન્ડમાં રોકાણ કરો

નાણાકીય મંદી દરમિયાન રોકાણકારો ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ્સ (બોન્ડ્સ)માં રોકાણ કરી શકે છે. તેમાં નિયમિત આવક છે અને કોઈ જોખમ નથી. ઉપરાંત રોકાણકારો ડિવિડન્ડ ચૂકવતી સિક્યોરિટીઝમાં પણ રોકાણ કરી શકે છે. બજારની સ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે પણ ડિવિડન્ડ ચૂકવતી કંપનીઓમાં રોકાણ સ્થિર આવકનો સારો સ્ત્રોત બની શકે છે. ડિવિડન્ડ સ્ટોક એવી કંપનીઓના શેર છે જે શેરધારકોને તેમની આવકનો એક ભાગ આપે છે.

ETF અથવા સોનામાં રોકાણ કરો

ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો રાખવો એ તમારા જોખમને ઘટાડવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. આ જ કારણ છે કે આજકાલ ડિવિડન્ડ ETFનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ડિવિડન્ડ ETFમાં રોકાણ કરીને, તમે બજારની સ્થિતિને કારણે થતા નુકસાનને ઘટાડી શકો છો. બીજી તરફ સોનું હંમેશા રોકાણ માટે સદાબહાર વિકલ્પ રહ્યું છે. તાજેતરના વર્ષોમાં અસ્થિરતાના સમયમાં સોનું રોકાણનો લોકપ્રિય વિકલ્પ બની ગયો છે કારણ કે તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. નાણાકીય સલાહકારો સૂચવે છે કે ફુગાવા અને આર્થિક મંદીના સમયગાળા દરમિયાન રોકાણકારોએ તેમના રોકાણના 10 થી 15 ટકા રકમનું સોના અથવા ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.

Advertisment

વિદેશી ઇક્વિટી માર્કેટ પણ એક સારો વિકલ્પ છે

વિદેશી ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું, ખાસ કરીને અમેરિકાના સ્ટોક્સમાં, વ્યક્તિના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો અસરકારક માર્ગ છે. જો સમયની સાથે ડોલર સામે રૂપિયામાં ઘટાડો થાય ત્યારે ફંડનું NAV રિટર્ન વધે છે. ભારતીય પરિવારો કે જેઓ ભવિષ્યમાં ડોલર ખર્ચવાની યોજના બનાવી રહ્યા છે, તેઓ આવા રોકાણના વિકલ્પો પસંદ કરી શકે છે.

આ પણ વાંચોઃ એજ્યુકેશન લોનનું ઝડપી રિપેમેન્ટ કરવા અપનાવો આ સ્માર્ટ ટીપ્સ

બ્લુ ચિપ સ્ટોક્સમાં રોકાણ કરો

લાર્જ કેપ સ્ટોક્સ જે ટેકનિકલ રીતે મજબૂત હોય છે તે સામાન્ય રીતે બજારમાં ઘટાડાના સમયે પણ સ્થિર રહે છે. બ્લુ-ચિપ શેરો હંમેશા રોકાણ માટે શ્રેષ્ઠ રહ્યા છે. આર્થિક મંદી હોય કે તેજી, હંમેશા તેમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત બોન્ડ અને ડેટ ફંડના મિશ્રણમાં રોકાણ કરવાથી રોકાણકારોને સ્થિર આવક મળી શકે છે, જે બજારની મંદી દરમિયાન નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય રિયલ એસ્ટેટ અને ગોલ્ડ બોન્ડ પણ રોકાણ માટેના શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

સોનું ચાંદી બિઝનેસ Investment શેર બજાર