/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Ghibli-trend.jpg)
રાજકારણીઓ અને સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય યુઝર્સ સુધી દરેક જણ ઘિબલીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-જનરેટેડ પોટ્રેટ શેર કરી રહ્યા છે (તસવીર - સોશિયલ મીડિયા)
Studio ghibli makeover : જ્યારથી ChatGPT એ ઘિબલી સ્ટાઇલ AI ઇમેજ જનરેટર લોન્ચ કર્યું છે, ત્યારથી તેણે સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધી છે. રાજકારણીઓ અને સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય યુઝર્સ સુધી દરેક જણ ઘિબલીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-જનરેટેડ પોટ્રેટ શેર કરી રહ્યા છે. જોકે દરેક તેના પક્ષમાં નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ડિજિટલ પ્રાઇવેસી એક્ટિવિસ્ટસ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
તેમનો દાવો છે કે ઓપનએઆઈ આ ટ્રન્ડનો ઉપયોગ એઆઈ ટ્રેનિંગ માટે હજારો વ્યક્તિગત ફોટા એકત્રિત કરવાના માર્ગ તરીકે કરી શકે છે. યુઝર્સ આ ફીચરનો આનંદ માણી રહ્યા છે, ત્યારે તેના ટીકાકારોએ ચેતવણી આપી છે કે તેઓ અજાણતાં જ ચહેરાનો તાજો ડેટા ઓપનએઆઈને સોંપી શકે છે.
જોકે એક્ટિવિસ્ટે વિનંતી કરી હતી કે ઓપનએઆઈની ડેટા કલેક્શન વ્યૂહરચના માત્ર એઆઈ કોપીરાઇટ મુદ્દા કરતા વધારે છે. તેમના મતે આ કંપનીને સ્વૈચ્છીક રીતે સબમિટ કરેલા ફોટા પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. જે વેબ સ્ક્રેપ પર કરેલા ડેટા પર લાગુ થનાર કાનૂની પ્રતિબંધોને ફગાવી દે છે.
GDPR વિનિયમ શું છે?
જીડીપીઆર વિનિયમનો હેઠળ, OpenAI ને 'લેઝીટીમેટ ઇંટરેસ્ટ' કાનૂની આધાર હેઠળ ઈન્ટરનેટમાંથી ફોટાને સ્ક્રેપ કરવાનું વાજબી ઠેરવવું જોઈએ, જેનો અર્થ એ છે કે તેમણે યુઝર્સની ગોપનીયતાનું રક્ષણ કરવા અને તેનું પાલન સુનિશ્ચિત કરવા માટે વધારાના સુરક્ષા પગલાંનો અમલ કરવો જોઈએ. આમાં એ દર્શાવવાનો સમાવેશ થાય છે કે ડેટા સંગ્રહ કરવો જરૂરી છે. તે વ્યક્તિઓના અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી અને કડક પારદર્શિતા અને જવાબદારીનાં પગલાંનું પાલન કરે છે.
આ પણ વાંચો - સોશિયલ મીડિયા પર વાયરલ Ghibli ઇમેજ શું છે? AI Image બનાવનાની આસાન રીત
એઆઇ ટેક એન્ડ પ્રાઇવસી એકેડમીના સહ-સ્થાપક લુઇઝા જારોવસ્કીએ એક લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે જ્યારે લોકો સ્વેચ્છાએ આ ફોટા અપલોડ કરે છે, ત્યારે તેઓ તેને પ્રોસેસ કરવા માટે (જીડીપીઆરની કલમ 6.1.એ) ઓપનએઆઈને પોતાની સંમતિ આપે છે તે એક અલગ કાનૂની આધાર છે જે ઓપનએઆઈને વધુ સ્વતંત્રતા આપે છે, અને 'લેઝીટીમેટ ઇંટરેસ્ટ' સંતુલન પરીક્ષણ ત્યારે લાગુ પડતું નથી.
હિમાચલ સાયબર વોરિયર્સે (જેણે સાયબર સિક્યુરિટી નિષ્ણાતોની એક ટીમ હોવાનો દાવો કર્યો હતો) લખ્યું છે તમે ગિબલી કરો તે પહેલાં વિચારો. ક્યૂટ ગિબલી સ્ટાઇલ સેલ્ફી? તેની કિંમત તમારા વિચારથી વધારે હોઇ શકે છે. તમારા ફોટાનો દુરુપયોગ કે હેરફેર થઈ શકે છે. એઆઈ તમારી સંમતિ વિના આના પર તાલીમ આપી શકે છે. ડેટા બ્રોકર્સ તેને ટાર્ગેટેડ જાહેરાતો માટે વેચી શકે છે. સાયબર સ્માર્ટ બન્યા રહો. તમારી ગોપનીયતા મહત્વની છે.
તમારી ગોપનીયતાનું રક્ષણ કેવી રીતે કરવું, જાણો
- AI દ્વારા જનરેટ કરેલી તસવીરો માટે વ્યક્તિગત ફોટા અપલોડ કરતા પહેલા વિચારો.
- સોશિયલ મીડિયા પર હાઇ-રિઝોલ્યુશન ફોટો શેર કરવાનું ટાળો - એઆઇ ટ્રેનિંગ માટે તેને સ્ક્રેપ કરી શકાય છે.
- ડિવાઇસને અનલોક કરવા માટે ફેશિયલ રેકગ્નિશનને બદલે પિન અથવા પાસવર્ડનો ઉપયોગ કરો.
- કઇ એપ્લિકેશનને તેનો ઉપયોગ કરવાની પરવાનગી છે તે ચકાસીને કેમેરાની ઍક્સેસ મર્યાદિત કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us