Sukanya Samriddhi Yojana : સુકન્યા સમૃદ્ધિ યોજના (એસએસવાય) એક સરકારી બચત યોજના છે. તમે તમારી 10 વર્ષથી નાની ઉંમરની દીકરી માટે આ ખાતું શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ પર ચાલુ ક્વાર્ટર માટે વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે પણ તમારી દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરો છો, તો તમારે કેટલીક ભૂલો ના કરવી જોઈએ નહીં, ચાલો જાણીએ.
આ ભૂલ ન કરો
જો તમે દર મહિનાની 5 તારીખ સુધીમાં અથવા તે પહેલાં ખાતામાં રકમ જમા કરાવો છો તો તમને તે મહિનામાં વ્યાજની રકમ મળી જાય છે. તે જ રીતે જો તમે 5 તારીખ પછી રકમ જમા કરો છો તો તમને તે મહિને જમા કરેલી રકમનું વ્યાજ મળતું નથી.
ઉદાહરણ તરીકે જો તમારા ખાતામાં 50,000 રૂપિયાની રકમ છે. જો તમે દર મહિને 2000 રૂપિયા જમા કરો છો અને તમે 5 તારીખ પહેલા રકમ જમા કરો છો, તો તમને 52,000 રૂપિયા પર વ્યાજ મળશે. જો તમે 5 તારીખ પછી 2000 રૂપિયા જમા કરો છો તો તમને 50000 રૂપિયા પર વ્યાજ મળશે. આવી સ્થિતિમાં જો તમે દર મહિને 5 તારીખ પછી રકમ જમા કરો છો, તો તમને આ ભૂલને કારણે ખાસ લાભ મળતો નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવાના નિયમો શું છે?
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવતી વખતે દીકરીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
- આ યોજનામાં એક પરિવારમાં વધુમાં વધુ 2 દીકરીઓ માટે ખાતું ખોલી શકાય છે.
- આ યોજનામાં એક વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવી શકાય છે.
- એસએસવાય યોજનામાં વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
- 15 વર્ષ સુધી નિયમિતપણે પૈસા જમા કરાવવા પડશે.
- 15 વર્ષ પછી તેમાં પૈસા જમા કરવાના નથી, પરંતુ ખાતામાં જમા પૈસા પર વ્યાજ મળતું રહેશે.
આ પણ વાંચો – Hyundai Creta ના દબદબાને પડકારવા આવી રહી છે Nissan Tekton, જાણો ડિઝાઇનથી લઇને લોન્ચ ડેટ
પૈસા ક્યારે ઉપાડી શકાય?
- સુકન્યા સમૃદ્ધિ યોજનાની મેચ્યોરિટીનો સમયગાળો ખાતું ખોલવાની તારીખથી 21 વર્ષ છે, ત્યારબાદ પૈસા ઉપાડી શકાય છે.
- જો 18 વર્ષની ઉંમર પછી દીકરીના લગ્ન થાય તો ખાતું બંધ કરી શકાય છે.
- 18 વર્ષની ઉંમર પછી દીકરીના શિક્ષણ માટે 50 ટકા પૈસા ઉપાડી શકાય છે.