/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/AC-Tips.jpg)
એસી ખરીદતી વખતે કેટલીક વાતો ધ્યાન રાખવી જોઈએ (તસવીર - ફ્રીપિક)
AC Buying Tips : જો તમે ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ રિપોર્ટ તમારા માટે છે. હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે. માર્ચ-એપ્રિલની ગરમીમાં પંખો કે કુલર સારી રીતે કામ કરે છે પણ મે-જૂનની કાળઝાળ ગરમીમાં એર કન્ડીશનિંગ જ એકમાત્ર આશા છે.
જો તમે AC ખરીદવા જઇ રહ્યો છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. ગમે તેવું એસી લાવવાના કારણે તમારે વધારે વીજળી બિલનો સામનો કરવો પડી શકે છે. અમે અહીં તને યોગ્ય એસી પસંદ કરવા માટેની ટિપ્સ જણાવીશું, જેથી તમે ગરમીથી દૂર રહી શકો અને તમારું વીજળીનું બિલ ઘટાડી શકો.
AC ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
- તમારા રૂમના કદના આધારે એસી પસંદ કરો.
- 100-125 ચોરસ ફૂટના રૂમ માટે: 1 ટન એસી
- 150-200 ચોરસ ફૂટના રૂમ માટે: 1.5 ટન એસી
- જો 200 ચોરસ ફૂટથી વધુ હોય તો: 2 ટનના એસી ખરીદો
- જો તમે ખોટી ક્ષમતાવાળું એસી ખરીદો છો, તો ઘર સંપૂર્ણપણે ઠંડુ નહીં થાય અને એસી પર દબાણ આવશે, જેના કારણે વીજળીનો ખર્ચ પણ વધશે.
સ્ટાર રેટિંગ જુઓ
- સ્ટાર રેટિંગ સીધી વીજળી બચાવશે.
- જો તમે દિવસમાં 6-8 કલાક AC વાપરો છો તો 3-સ્ટાર AC પૂરતું છે.
- જો દિવસમાં 10 કલાકથી વધુ સમય માટે ઉપયોગ કરવામાં આવે તો 5-સ્ટાર એસી પસંદ કરવું વધુ સારું છે.
- ઉચ્ચ સ્ટાર રેટિંગનો અર્થ એ છે કે વીજળીનો વપરાશ ઓછો થાય છે અને લાંબા ગાળાની બચત થાય છે.
આ પણ વાંચો - કારનું એસી કેવી રીતે કામ કરે છે? શું હોય છે ટનનો અર્થ, જાણી લો આ ખાસ વાત
ઇન્વર્ટર એસી કે નોન-ઇન્વર્ટર એસી?
- ઇન્વર્ટર એસી હાલમાં સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે ઇન્વર્ટર એસી તાપમાન અનુસાર કોમ્પ્રેસરની ગતિમાં ફેરફાર કરે છે.
- તે વારંવાર ચાલુ અને બંધ થતું નથી, આમ વીજળીની બચત થાય છે.
- નોન-ઇન્વર્ટર એસી વારંવાર ચાલુ અને બંધ થવાને કારણે વધુ વીજળી વાપરે છે.
- તેથી જો તમારું બજેટ હોય તો ચોક્કસપણે ઇન્વર્ટર એસી પસંદ કરો.
એસી ખરીદવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ
- રૂમના કદ પ્રમાણે AC પસંદ કરો
- સ્ટાર રેટિંગ અવશ્ય જુઓ
- ઇન્વર્ટર એસી વીજળીનું બિલ ઘટાડશે
- વિશ્વસનીય બ્રાન્ડ્સનું AC ખરીદો
- તમારા AC ને લાંબા સમય સુધી સારી રીતે કામ કરતું રાખવા માટે વાર્ષિક જાળવણી કરાર મેળવો.
જો તમે આ ઉનાળામાં કાળઝાળ ગરમી અને વીજળીના બિલમાં રાહત મેળવવા માંગતા હો તો AC ખરીદવાની આ ટિપ્સ ચોક્કસ ધ્યાનમાં રાખો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us