સુઝલોન એનર્જીના ચેરમેન તુલસી તંતીનું નિધન, જાણો શા માટે ભારતના ‘વિન્ડ મેન’ કહેવાય છે

Suzlon Energy chairman Tulsi Tanti death : વૈશ્વિક પડકારો વચ્ચે ભારતમાં વિન્ડ એનર્જી (wind power) બિઝનેસ શરૂ કરનાર સુઝલોન એનર્જી (Suzlon Energy) કંપનીના ચેરમેન તુલસી તંતી (Tulsi Tanti) નું 64 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયુ છે. કંપની આગામી સપ્તાહે 1200 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇસ્યૂ (rights issue) લાવવાની છે. જાણો કંપની ઉપર હાલ કેટલુ દેવુ છે.

Suzlon Energy chairman Tulsi Tanti death : વૈશ્વિક પડકારો વચ્ચે ભારતમાં વિન્ડ એનર્જી (wind power) બિઝનેસ શરૂ કરનાર સુઝલોન એનર્જી (Suzlon Energy) કંપનીના ચેરમેન તુલસી તંતી (Tulsi Tanti) નું 64 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયુ છે. કંપની આગામી સપ્તાહે 1200 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇસ્યૂ (rights issue) લાવવાની છે. જાણો કંપની ઉપર હાલ કેટલુ દેવુ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

ભારતીય ઉદ્યોગપતિ અને સુઝલોન એનર્જી ((Suzlon Energy)ના સ્થાપક તુલસી તંતી (Tulsi Tanti)નું 64 વર્ષની વયને નિધન થયુ છે. 2 ઓક્ટોબર, શનિવારના રોજ હાર્ટ એટેકથી (heart attack) તુલસી તંતીનું અવસાન થયુ છે. તુલસી તંતીને ભારતના ‘વિન્ડ મેન’ના (india wind man) નામે ઓળખવામાં આવે છે.

Advertisment

કંપનીના અધિકારીએ જણાવ્યુ કે, ઈન્ડિયન વિન્ડ ટર્બાઈન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (indian wind turbine manufacturers association)ના અધ્યક્ષ એવા તુલસી તંતી અમદાવાદથી પુણે જઈ રહ્યા હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ (cardiac arrest) આવતા અવસાન થયુ છે. તેમના પરિવારમાં તેમની પુત્રી નિધિ અને પુત્ર પ્રણવ છે.

તુલસી તંતી (Tulsi Tanti) ભારતમાં રિન્યુએબલ એનર્જી (renewable energy) ની ક્રાંતિની પહેલ કરનાર સ્વપ્નદ્રષ્ટા તરીકે જાણીતા હતા. તેમણે વર્ષ 1995માં સુઝલોન એનર્જી (Suzlon Energy) ની સ્થાપના સાથે ભારતમાં પવન ઊર્જા ક્રાંતિની શરૂઆત કરી હતી. આથી જ તેમને ભારતના વિન્ડ મેન તરીકે ઓળખવામાં આવે છે

તુલતી તંતીએ વર્ષ 1995માં ટેક્સટાઇલથી બિઝનેસની શરૂઆત કરી હતી. ટેક્સટાઇલ કંપનીની વીજળીની જરૂરીયાત પૂરી કરવા માટે પવન ઉર્જા વિન્ડ એનર્જી સેક્ટરમા પ્રવેશ કર્યો હતો. આ સાથે જ સુઝલોન એનર્જીની સ્થાપના થઇ. ત્યારબાદ વર્ષ 2001માં તેમણે પોતાનો ટેક્સટાઇલ બિઝનેસ વેચી દીધો. વર્ષ 2003માં સુઝલોનને 24 ટર્બાઇનની સપ્લાય માટેનો ડૈનમાર એન્ડ એસોસિએટ્સ તરફથી પહેલો ઓર્ડર મળ્યો.

Advertisment

કંપનીના 1200 કરોડના રાઇટ્સ ઇસ્યૂ પહેલા તંતીનું અવસાન

તુલસી તંતીની માલિકીની કંપની સુઝલોન એનર્જીએ 1200 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યૂ લાવવાની ધોષણા કરી હતી. કંપનીનો આ રાઇટ્સ ઇશ્યૂ 11 ઓક્ટોબરના રોજ ખુલવાનો હતો. રાઇટ્સ ઇશ્યૂના સપ્તાહ પહેલા પહેલા જ તુલસી તંતીનું અવસાન થતા કંપનીને બહુ મોટો ઝટકો લાગ્યો છે. કંપની આ રાઇટ્સ ઇસ્યૂ મારફતે પ્રાપ્ત નાણાંકીય ભંડોળનો ઉપયોગ સુઝલોન એનર્જીના દેવા અને લોનની પરત ચૂકવણી તેમજ અન્ય કાર્યકારી મૂડીની આવશ્યકતા માટે કરશે.

કંપની ઉપર હાલ 2774 કરોડ રૂપિયાનું દેવું

સુઝલોન કંપનીના તાજેતરના ફાઇનાન્સિયલ આંકડા અનુસાર 30 જૂન, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં કંપનીનું અનઓડિટેડ કોન્સોલિડેટેડ ચોખ્ખું દેવુ 2,774 કરોડ રૂપિય હતું. જ્યારે તેની અગાઉ 31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલાક્વાર્ટરમાં 5,796 કરોડ રૂપિયા દેવું હતુ. નોંધનિય છે કે, નાણાંકીય વર્ષ 2015માં સુઝલોનનું કુલ કોન્સોલિડેટેડ દેવું આશરે 17,000 કરોડ રૂપિયા હતું.

Investment