Suzuki V Strom 800DE : સુઝુકી વી-સ્ટ્રોમ 800DE ભારતમાં લોન્ચ, શરૂઆતી કિંમત 10.30 લાખ રૂપિયા

Suzuki V-Strom 800DE : સુઝુકી વી-સ્ટ્રોમ 800DE એ જાપાનીઝ ઉત્પાદકની નવીનતમ એડવેન્ચર મોટરસાયકલ છે, જે કંપનીની નવી મિડ-વેઇટ મોટરસાઇકલ રેન્જનો એક ભાગ છે

Written by Ashish Goyal
March 29, 2024 15:25 IST
Suzuki V Strom 800DE : સુઝુકી વી-સ્ટ્રોમ 800DE ભારતમાં લોન્ચ, શરૂઆતી કિંમત 10.30 લાખ રૂપિયા
સુઝુકી મોટરસાઇકલે ભારતમાં પોતાની પ્રીમિયમ એડવેન્ચર બાઇક વી-સ્ટ્રોમ 800ડી લોન્ચ કરી

Suzuki V-Strom 800DE launched : સુઝુકી મોટરસાઇકલે ભારતમાં પોતાની પ્રીમિયમ એડવેન્ચર બાઇક વી-સ્ટ્રોમ 800ડી લોન્ચ કરી છે, જેની શરૂઆતી કિંમત 10.30 લાખ રૂપિયા છે. આ નવી એડવેન્ચર મોટરસાઇકલ વી-સ્ટ્રોમ 650ની જગ્યાએ ભારતમાં લગાવવામાં આવશે, જે પહેલાથી જ ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ભારતમાં નવી સુઝુકી વી-સ્ટ્રોમ 800ડીઇને કંપનીએ ત્રણ આકર્ષક કલર સ્કીમ સાથે રજૂ કરી છે. પહેલો કલર ચેમ્પિયન યલો, બીજો ગ્લાસ મેટ મિકેનિકલ ગ્રે અને ત્રીજો કલર ઓપ્શન ગ્લાસ સ્પાર્કલ બ્લેક છે.

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE : શું છે સંપૂર્ણ વિગતો?

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE એ જાપાનીઝ ઉત્પાદકની નવીનતમ એડવેન્ચર મોટરસાયકલ છે, જે કંપનીની નવી મિડ-વેઇટ મોટરસાઇકલ રેન્જનો એક ભાગ છે, જેમાં ફુલ્લી-ફેયર્ડ સુઝુકી જીએસએક્સ-8આર અને સ્ટ્રીટ-ફોકસ્ડ જીએસએક્સ-8એસનો સમાવેશ થાય છે. 800DE એ એડવેન્ચર મોડેલ છે, જેમાં પહેલા બતાવેલી મોટરસાયકલો જેવું જ એન્જિન છે.

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE: સસ્પેન્શન અને બ્રેકિંગ સિસ્ટમ

સુઝુકી વી-સ્ટ્રોમ 800ડીઇ 220 મિમી ટ્રાવેલ અને 220 મિમીના ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે બંને છેડે શોવા સસ્પેન્શન સાથે પરફેક્ટ ફેરિંગ ક્રેડેન્શિયલ ધરાવે છે. સસ્પેન્શન બંને છેડે એડજસ્ટેબલ હોય છે, જ્યારે ફ્રન્ટ અને રિયરમાં ડ્યુઅલ ચેનલ એબીએસ સાથે ડિસ્ક બ્રેક્સ દ્વારા પાવર કન્ટ્રોલનો વિકલ્પ આપવામાં આવ્યો છે. 21 ઇંચના ફ્રન્ટ અને 17 ઇંચના રિયર સ્પોક વ્હીલ્સ તેની ઓફ-રોડ ઓળખને મજબૂત રીતે આગળ ધપાવે છે.

આ પણ વાંચો – સેમસંગના નવા ફોનમાં 50MP સેલ્ફી કેમેરો અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત અને ફિચર્સ

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE: ઇલેક્ટ્રોનિક્સ

ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો વી-સ્ટ્રોમ 800DEમાં રાઇડ મોડ્સ, ગ્રેવલ મોડ સાથે ટ્રેક્શન કન્ટ્રોલ, રાઇડ બાય વાયર, એક બાય-ડિરેક્શનલ ક્વિકશિફ્ટર, એડજેસ્ટેબલ વિંડસ્ક્રીન અને લો આરપીએમ આસિસ્ટનો સમાવેશ થાય છે. આ સિવાય 5 ઇંચની ટીએફટી સ્ક્રીન દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટેશનનું ધ્યાન રાખવામાં આવે છે.

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE: એન્જિનના સ્પેસિફિકેશન્સ

પાવરટ્રેનની વાત કરીએ તો વી-સ્ટ્રોમ 800DEમાં 776સીસીનું પેરેલલ-ટ્વીન એન્જિન મળે છે જે 83 બીએચપીનો પાવર અને 78 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

સુઝુકી વી-સ્ટ્રોમ 800DE: હરીફ

ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ સુઝુકી વી-સ્ટ્રોમ 800 ડીઇની સીધી ટક્કર BMW F850 GS અને ટ્રાયમ્ફ ટાઇગર 900 જેવી કંપનીઓ સાથે થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ