Suzuki Victoris CBG Revealed : સુઝુકી કંપનીએ પેટ્રોલ કે સીએનજી નહીં બાયોગેસ થી ચાલતી કાર રજૂ કરીને સૌને ચોંકાવી દીધા છે. જાપાન મોબિલિટી શો 2025માં સુઝુકીએ પોતાની નવી કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોજેક્ટ સુઝુકી વિક્ટોરિસ સીબીજી (Suzuki Victoris CBG) રજૂ કર્યું છે. આ કાર પેટ્રોલ કે સીએનજી નહીં પણ બાયોગેસથી ચાલે છે, જે ભારત જેવા દેશ માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. અલબત્ત આ કાર હાલ પ્રાથમિક તબક્કામાં છે. ચાલો જાણીયે કે સુઝુકી વિક્ટોરિસ સીબીજી કારની ખાસિયત વિશે વિગતવાર
સુઝુકી વિક્ટોરિસ સીબીજી (Suzuki Victoris CBG) હજી શરૂઆતના તબક્કામાં છે. વિક્ટોરિસના CNG/CBG પાવર્ડ વર્ઝનમાં CNG ટેન્ક ફ્લોરની નીચે (લેઝ કમ્પાર્ટમેન્ટના બદલે) ફીટ કરવામાં આવ્યું છે, જેનાથી બૂટ કેપિસિટી વધી જાય છે. Suzuki Victoris CBGની લંબાઇ 4,360mm, પહોળાઇ 1,795mm અને ઊંચાઇ 1,655mm છે.
CNG થી CBG કેવી રીતે અલગ છે?
CNG એક કુદરતી સ્વરૂપમાં પૃથ્વીના પેટાળ માંથી પ્રાપ્ત થાય છે. તે સૌર ઉર્જાની જેમ મર્યાદિત નથી. જ્યારે CBG કાર્બિનક પદાર્થના વિઘટન દરમિયાન બનતી મિથેન ગેસ માંથી પ્રાપ્ત થાય છે. સીએનજી પુનઃ અપ્રાપ્ત ઇંઘણ છે અને તેને બનવામાં લાખો વર્ષ લાગે છે. જ્યારે CBG પુનઃ પ્રાપ્ત ઇંઘણ છે અને તે ઓછા સમયમાં બની શકે છે.
CBG ક્યા ગેસમાંથી બને છે?
કોમ્પ્રેસ્ડ બાયોગેસ અને સીએનજીની કેમિકલ રચના સમાન છે, બંને કોમ્પ્રેસ્ડ મિથને ગેસ છે, પરંતુ તેમના મૂળભૂત સ્ત્રોત અલગ અલગ છે. સીએનજી જીવાશ્મી ઇંઘણના ભંડાળ માંથી મળે છે, જ્યારે સીબીજી કૃષિ અવશેષ, છાણ અને ઓર્ગેનિક વેસ્ટના વિઘટન માંથી ઉત્પન્ન થાય છે. સીબીજી ને એક રિન્યુઅલ ફ્યુઅલ બનાવે છે, જે એક બંધ કાર્બન ચક્રમાં સંચાલિત થાય છે, જ્યાં કાર્બનનો સતત પુનઃ ઉપયોગ થાય છે.
ભારત માટે કૃષિ કચરો અને છાણની વિપુલ ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી સીબીજી સંચાલિત વાહન મહત્વપૂર્ણ સાબિત થઇ શખે છે.હાલ ભારતમાં સીબીજી સંચાલિત એક પણ વાહન નથી. મારૂતિ સુઝુકીએ રિન્યુઅલ એનર્જી પહેલમાં 450 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમા એક બાયોગેસ પ્લાન્ટ પણ સામેલ છે.
સુઝુકી વિક્ટોરિસ એ્ન્જિન વિક્લપ
હાલ ઉપલબ્ધ સુઝુકી વિક્ટોરિસ કારના એન્જિનની વાત કરીયે તો, તેમા 1.5 લીટર 4 સિલિન્ડર K15 નેચરલી એસ્પિરેટેડ એન્જિનને જાળવી રાખ્યું છે. જો કે બાયોગેસ સાથે સ્વચ્છ ઉત્સર્જનની ખાતરી કરવા માટે તેમા અમુક મિકેનિકલ ફેરફાર કર્યા છે. મોટાભાગની બાબત અને બંધારણમાં CNG અને CBG ઘણા અંશે એક સમાન છે પરંતુ OEMs સ્વચ્ચ ઉત્સર્જન માટે એન્જિનને વધુ ઉત્કૃષ્ઠ બનાવશે. મેન્યુઅલ માટે 21.18 કિમી/લીટર અને ઓટોમેટિક માટે 21.06 કિમી/ લીટરનો દાવો કર્યો છે. જ્યારે ઓલ વ્હીલ ડ્રાઇવ વર્ઝન 19.07 કિમી/ લીટર માઇલેજ આપે છે.
મજબૂત હાઇબ્રિડ વિકલ્પમાં ટોયોટા પાસેથી મેળવેલું 1.5 લીટર પેટ્રોલ ઇલેક્ટ્રિક સેટઅપ છે, જે કમ્બાઇન્ડ રીતે 116 હોર્સપાવર અને 141 એનએમ જનરેટ કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની માઇલેજ 28.56 કિમી પ્રતિ લિટર છે, s-CNG વર્ઝન CNG મોડમાં 89 હોર્સપાવર જનરેટ કરે છે અને માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. CNG મોડલ 27.02 કિમી/કિગ્રા માઇલેજ આપે છે. તેની એક્સ શો રૂમ કિંમત 10.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે.





